Home /News /business /તહેવારોની મોસમમાં લોકો માટે ખુશ ખબર, હવે જ્વેલર્સ પાસેથી ખરીદી શકાશે ડિજિટલ સોનું

તહેવારોની મોસમમાં લોકો માટે ખુશ ખબર, હવે જ્વેલર્સ પાસેથી ખરીદી શકાશે ડિજિટલ સોનું

એક એપ્લિકેશન બિલ્ડરે સોનીઓને ડિજિટલ ગોલ્ડની ઓફર કરવામાં મદદ કરી(ફાઈલ તસવીર)

Digital Gold: એક એપ્લિકેશન બિલ્ડરે સી કૃષ્ણૈયા ચેટ્ટી ગ્રુપ અને પૂર્વ ભારત અને મહારાષ્ટ્રના 70 અન્ય સોનીઓને ડિજિટલ ગોલ્ડની ઓફર કરવામાં મદદ કરી છે. "InstaLaxmi.com સ્થાપક સંજુ ખુશલાનીએ જણાવ્યું હતું કે, "કોલ્હાપુર, અકોલા અને અન્યના કેટલાક ઝવેરીઓ છે જેઓ સોનાના સંગ્રહના આ સ્વરૂપને ઓફર કરવા માટે ઉત્સુક હતા.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ દિવાળીના તહેવારો (Diwali Festivals) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ તહેવારોની મોસમમાં જો તમારા જૂના ઝવેરી તમને સોનાના સિક્કાને બદલે ડિજિટલ ગોલ્ડ (Buying Digital Gold) ખરીદવા માટે એપ્લિકેશન લિંક આપે છે, તો ચોંકશો નહીં. અત્યાર સુધી માત્ર એમએમટીસી (MMTC)-પેમ્પ, ઓગમોન્ટ અને સેફગોલ્ડ જેવી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ગોલ્ડ રિફાઇનર્સ જ ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર્સ અને જ્વેલરી બ્રાન્ડ્સ સાથે ટાઇ-અપ દ્વારા ડિજિટલ ગોલ્ડ(What is Digital Gold) ઓફર કરતી હતી. હવે, કેટલાક સોનીઓએ ડિજિટલ ગોલ્ડના તેમના પોતાના વર્ઝન લોન્ચ કર્યા છે. જ્યાં થર્ડ-પાર્ટી ચેક અને કસ્ટોડિયનની બેલેન્સ - જે ખાતરી કરે છે કે ગ્રાહકની ડિજિટલ ખરીદી પછી સમાન સોનું વોલ્ટમાં સંગ્રહ થાય છે – તે કદાચ ખૂટી શકે છે.

  બેંગલુરુમાં સી કૃષ્ણિયા ચેટ્ટી ગ્રુપ ઓફ જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર સી વિનોદ હયાગ્રિવે જણાવ્યું હતું કે, "ડિજિટલ ગોલ્ડ હાલમાં થર્ડ પાર્ટી ટાઇ-અપ્સ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમારી નેટવર્થ સારી હોવાથી અમે અમારું પોતાનું ડિજિટલ સોનું ઓફર કરી રહ્યા છીએ. જે પેપર ગોલ્ડ અને સિલ્વર (Paper Gold & Silver) છે. ખરીદદારને પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલું ફિઝિકલ સર્ટિફિકેટ મળે છે.”

  આ પણ વાંચોઃ તહેવારો સમયે જ મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે આપી ખુશખબરી! રુપિયા તૈયાર રાખજો

  એક એપ્લિકેશન બિલ્ડરે સોનીઓને ડિજિટલ ગોલ્ડની ઓફર કરવામાં મદદ કરી


  એક એપ્લિકેશન બિલ્ડરે સી કૃષ્ણૈયા ચેટ્ટી ગ્રુપ અને પૂર્વ ભારત અને મહારાષ્ટ્રના 70 અન્ય સોનીઓને ડિજિટલ ગોલ્ડની ઓફર કરવામાં મદદ કરી છે. "InstaLaxmi.com સ્થાપક સંજુ ખુશલાનીએ જણાવ્યું હતું કે, "કોલ્હાપુર, અકોલા અને અન્યના કેટલાક ઝવેરીઓ છે જેઓ સોનાના સંગ્રહના આ સ્વરૂપને ઓફર કરવા માટે ઉત્સુક હતા. જ્યારે નાણાકીય ડિસ્ટ્રીબ્યૂટર તેને ઓફર કરી શકે છે, ત્યારે આ એવા ઝવેરીઓ છે જેઓ દાયકાઓથી સોનાનો વેપાર કરે છે. જે ડિજિટલ ગોલ્ડ ઓફર કરવા માટે કરોડરજ્જુ બનીને જ્વેલર્સને મદદ કરે છે.

  શું છે ઉદ્દેશ્ય?


  ઓડિશાના બેરહામપુરમાં જામી ભીમારાજુ એન્ડ બ્રધર્સ ચલાવતા ઝવેરી જમી આસિશે મનીકન્ટ્રોલને જણાવ્યું હતું કે તેઓ નાના સોનાના ખરીદદારો માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, જેમની પાસે નેકલેસ ખરીદવા માટે તાત્કાલિક પૈસા ન હોઈ શકે. તે તેમને સારી રીતે સોનું એકઠું કરવામાં મદદ કરશે.

  મુંબઈમાં ગોલ્ડ બિઝનેસ મીટની મુલાકાત દરમિયાન આશિષે જણાવ્યું હતું કે, "જ્યારે પણ તેમની પાસે સરપ્લસ હોય છે, ત્યારે તેઓ 1 ગ્રામ, 2 ગ્રામ, 4 ગ્રામ ઉમેરી શકે છે અને તેમના સોનાની-ખરીદીના સપનાને પૂર્ણ કરી શકે છે."

  જો કે ઝવેરીની આગેવાની હેઠળની ડિજિટલ ગોલ્ડ ઓફરિંગની ચિંતા એ છે કે, ખરીદવામાં આવેલું સોનું ખરેખર વોલ્ટમાં ખરીદવામાં આવ્યું છે અને તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે કેમ તેની કોઈ ખાતરી કરી શકાતી નથી. આ ખાસ કરીને એટલા માટે છે કારણ કે ભારત સરકારે આયાતને રોકવા અને વિદેશી વિનિમય ભંડારને બચાવવા માટે સોના પરની આયાત ડ્યુટી વધારીને 15 ટકા કરી દીધી છે.

  આ પણ વાંચોઃ એક્સપર્ટ્સને આ 5 શેર્સમાં દેખાયો 50 ટકા સુધીની કમાણીનો મોકો, રોકાણની આપી સલાહ

  ભારતે 2021માં 55.7 અબજ ડોલરના મૂલ્યના 1,050 ટન સોનાની આયાત કરી હતી. જે 2020માં આયાત કરેલા 430 ટન કરતા બમણાથી વધુ છે. આ મૂલ્ય 2011માં સ્થાપિત 53.9 અબજ ડોલરના અગાઉના રેકોર્ડને વટાવી ગયું હતું. ગોલ્ડ રિફાઇનર્સનો દાવો છે કે સોનું વિદેશમાં વોલ્ટમાં સંગ્રહિત છે, જેના કારણે આયાત ડ્યુટી ચાર્જમાં બચત થાય છે અને તેમ છતાં કિંમતમાં વધારો થાય છે અને ઓનલાઇન ખરીદી અને વેચાણમાં સરળતા મળે છે. જો કે, ઝવેરીઓ પાસેથી ખરીદવામાં આવતા ડિજિટલ સોનાને પછીથી ઝવેરાતની ખરીદીમાં રૂપાંતરિત કરવામાં આવશે, ત્યારે તે પ્રવર્તમાન ખર્ચ અને સોનાના દરને આધિન રહેશે.

  ડિજિટલ સોનાની ખરીદી પછી ઝવેરાતમાં રૂપાંતર એ આ પ્રોડક્ટની ઓફર કરવા માટે ઝવેરીઓ માટે રસનું એક ક્ષેત્ર રહ્યું છે. હયાગ્રિવનો કહેવાનો અર્થ એ છે કે ડિજિટલ સોનું અનિવાર્યપણે સોનું ખરીદવાની પ્રોડક્ટ છે. પરંતુ તમને રોકડ આપીને તરત જ સોનું ખરીદવાનું મળતું નથી. તેને મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની જેમ વિચારો, જ્યાં તમે દર મહિને ડિજિટલ રીતે નિશ્ચિત માત્રામાં સોનું ખરીદો છો. ત્યાર બાદ દર મહિને તમારા માટે સોનાની એક રકમ અલગ રાખવામાં આવે છે.

  ઝવેરી બજારમાં આરબીસી જ્વેલરની વિનીતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "ગોલ્ડ ઇટીએફ રિડેમ્પશન પછી ભૌતિક સોનું ઓફર કરતું નથી અને ડિજિટલ અથવા પેપર ગોલ્ડને જ્વેલરીમાં રૂપાંતરિત કરવા માટે થર્ડ પાર્ટી પાસે જવું પડે છે." જો અંતિમ ધ્યેય દાગીના ખરીદવાનું છે, તો તમે કાં તો ભંડોળ એકઠું કરો અથવા સોનાના સંચયની યોજના પસંદ કરવાનું વધુ સારું રહેશે.

  જ્વેલર્સ દ્વારા આપવામાં આવતી ગોલ્ડ એક્યુમ્યુલેશન પ્લાન કે ગોલ્ડ સેવિંગ્સ પ્લાન હેઠળ તમામ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ પર મર્યાદા મૂકવામાં આવી છે. કંપનીની જાહેર કરેલી નેટવર્થના માત્ર 25 ટકા સુધી જ ગોલ્ડ સેવિંગ્સ સ્કીમ અથવા સંચય યોજના દ્વારા ઓફર કરી શકાય છે. આ 11 મહિનાથી વધુ સમય માટે માન્ય ન હોવું જોઈએ.


  કોઈ નિયમો નથી


  પેપર ગોલ્ડ એકઠું કરવાની અન્ય રીત સોવરેન ગોલ્ડ બોન્ડ્સ અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) દ્વારા થાય છે. ફાઇનાન્સિયલ એડવાઇઝરી MyMoneyMantraના મેનેજિંગ ડિરેક્ટર રાજ ખોસલાએ જણાવ્યું હતું કે, "ડિજિટલ સોનું કન્ઝ્યૂમર-ફ્રેન્ડલી લાગે છે કારણ કે સ્ટોરેજ અથવા શુદ્ધતાની કોઈ સમસ્યા નથી. નાના સોનાના રોકાણકારોએ આ અંગે થોડી સાવચેતીથી વિચારવું જોઈએ, કારણ કે આ ડિજિટલ ગોલ્ડ ઓફરિંગના કોઈ નિયમો નથી." સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટ 2021માં સ્ટોક બ્રોકરોને ડિજિટલ ગોલ્ડના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ સોનાની ખરીદી હાલમાં કોઈ નિયમો હેઠળ આવતી નથી અને જ્યાં સુધી નિયમોના ઇવોલ્યૂશનની વાત છે ત્યાં સુધી ડિજિટલ સોનું ક્રિપ્ટોકરન્સી જેવું જ છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Digital Gold, Diwali festival

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन