Home /News /business /Children's Day: તમારા બાળકોને નાનપણથીજ આ પાંચ 'મની મંત્ર' આપો, તેમને આજીવન કામ આવશે

Children's Day: તમારા બાળકોને નાનપણથીજ આ પાંચ 'મની મંત્ર' આપો, તેમને આજીવન કામ આવશે

દરેક પિતા ઈચ્છે છે કે તેનું બાળક સફળતાની દરેક ઊંચાઈને સ્પર્શે, ત્યારે નાનપણથી જ શીખવાડો ફાઈનાન્સના આ પાઠ

Happy Children’s Day: પૈસા કમાવવા કરતા પૈસા બચાવવા એ સૌથી મોટો પડકાર છે. તમારા બાળકોને પૈસાના ગુલામ બનાવશો નહીં. ચીલ્ડ્રન્સ ડે નિમિત્તે તમારા બાળકને આ પાંચ 'મની મંત્ર' આપો જે તમારા બાળકનું જીવન બદલી નાખશે.

  Happy Children's Day: દરેક પિતા ઈચ્છે છે કે તેનું બાળક સફળતાની દરેક ઊંચાઈને સ્પર્શે, તે તેના જીવનમાં જે બનવા માંગે છે તે બને. પરંતુ આ સપનું પૂરું કરવા માટે પિતાએ પૈસાની સાથે-સાથે પૈસા સાથે જોડાયેલા કેટલાક પાસાઓ વિષે પણ વિચારવું જોઈએ. પૈસા કમાવવા સરળ છે, તમે કોઈપણ કામ કરીને પૈસા કમાઈ શકો છો, પરંતુ પૈસા બચાવવા એ સૌથી મોટો પડકાર છે. તમારા બાળકોને પૈસાની મહત્વતા સમજાવો નહી કે પૈસાના ગુલામ બનાવો. તેનામાં એવી આદત કેળવો કે તે ઘણા પૈસા કમાય પરંતુ માત્ર પૈસા કમાવવાનું જ ન વિચારે.

  ચીલ્ડ્રન્સ ડે પર અમે તમને કેટલાક એવા મંત્રો આપીશું જે તમે તમારા પુત્ર કે પુત્રીને આપો છો તો તે પૈસા પ્રત્યેનો તેમનો અભિગમ બદલી શકે છે. આ કોઈ ભારે નાણાકીય આયોજન નથી, પરંતુ રોજિંદા જીવનમાં બનતી વસ્તુઓ છે, પરંતુ તે તમારા બાળકોના જીવન પર ઊંડી અસર કરશે.

  આ પણ વાંચો:3 દિગ્ગજ FIIsએ 296 કરોડમાં ખરીદ્યા નાયકાના શેર, શું ફરીથી જોવા મળશે તેજી?

  જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો તફાવત

  કોઈ પિતા પોતાના બાળકને 'ના' કહેવા માંગતા નથી. તેથી, તે તેની દરેક માંગ પૂરી કરે છે, બધું ખરીદે છે અને આપે છે, તેની જરૂર છે કે નહીં તે વિચાર્યા વિના. જેમ કે મોંઘા ફોન, આઈપેડ, મોંઘી ઘડિયાળો, વિડીયો ગેમ્સ વગેરે. પરંતુ ક્યારેય પિતા તરીકે તમને લાગે છે કે તમારું બાળક જે માંગે છે તેની જરૂર નથી. તેથી તમે વિવિધ બહાનાઓનો ઉપયોગ કરીને તેને ટાળવાનો પ્રયાસ કરો, જેમ કે - હું તેને પછી અપાવીશ, તે ખૂબ ખર્ચાળ છે અથવા અન્ય કોઈ બહાનું. આ સમયે તમે તમારા બાળકને જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત સમજાવવાની તક ગુમાવો છો. તેને ટાળવાને બદલે, તમારે તેને સમજાવવાની કોશિશ કરવી જોઈએ કે માગવામાં આવેલી વસ્તુની જરૂર છે કે નહીં. તમારે દરેક વસ્તુ માટે, દરેક માંગણી માટે આ પ્રકારની પ્રેક્ટિસ કરવી પડશે. તેને નક્કી કરવા દો કે તે જે માંગે છે તેની ખરેખર જરૂર છે કે નહીં. ધીરે ધીરે તે તેની વિચાર પ્રક્રિયામાં સામેલ થઈ જશે, તે દરેક વસ્તુને, દરેક નિર્ણયને જરૂરી અને બિનજરૂરી ના માપદંડો પર જોશે અને પછી નક્કી કરશે કે તેણે શું કરવાનું છે.

  પૈસા કમાવવું અગત્યનું છે, પરંતુ બચત પણ વધુ મહત્વની છે


  તમારે તમારા બાળકને શીખવવું પડશે કે કમાણી મહત્વપૂર્ણ છે પરંતુ, બચત ફરજિયાત છે. નાનપણથી જ પૈસા બચાવવાની ટેવ બાળકોમાં કેળવવી જોઈએ. તેણે દરરોજ એક નાના ગલ્લામાં કેટલાક પૈસા મૂકવા જોઈએ. આ બચતનું પ્રથમ પગલું છે. બચત અંગેનું તેનું મન ભૂખ, તરસ અને ઊંઘની જેમ ચાલવું જોઈએ. એટલે કે તેના વિના જીવન ચાલી જ ન શકે અને તેને આ બીબામાં ઢાળવાની જવાબદારી પિતાની છે. તમે તેને પોકેટ મની આપો, પરંતુ બચતના લક્ષ્ય સાથે. જો તમે તેને દરરોજ 100 રૂપિયા પોકેટ મની આપો છો, તો તેને એક ટાર્ગેટ આપો કે જો તે દર મહિને તેના ગલ્લામાં 900 રૂપિયા જમા કરશે, તો આવતા મહિનાથી તેની પોકેટ મની દર વખતે 5 રૂપિયા વધી જશે. એટલે કે, તમે તેને શીખવ્યું કે 100 રૂપિયામાંથી તેણે 30 રૂપિયા એ ગલ્લામાં મૂકવાના છે. બાકીના 70 રૂપિયા તે ખર્ચ કરી શકે છે. બચત માટે આ મૂળભૂત સૂત્ર છે. તેની આ આદત ખુબજ સારા પરિણામો લાવશે.

  આ પણ વાંચો:Nifty-Sensexમાં આ સપ્તાહમાં પણ તેજીનો આખલો દોડશે? આ છે મુખ્ય ટ્રિગર પોઇન્ટ્સ

  લોભથી ચેતવું


  પૈસા ખર્ચવા માટે હોય છે, આપણે તેનાથી જરૂરી વસ્તુઓ ખરીદીએ છીએ. પણ આ એવો ઘોડો છે કે જેના હાથમાં તે જાય છે, તે ભાગવાની કોશિશ કરે છે. એટલા માટે નાનપણથી જ બાળકોને આ ઘોડા પર સવારી કરવાનું શીખવો. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે જ્યારે આપણે સુપરમાર્કેટ, મોલ્સમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ ખરીદીને ઘરે આવીએ છીએ. જ્યારે તમે શોપિંગ કરવા જાઓ ત્યારે તમારા પુત્રને લિસ્ટ આપો અને તેને શોપિંગની વસ્તુઓ લાવવાનું કહો, એમ માનીને કે તે યાદી બહારની ઘણી વસ્તુઓ લાવશે. પછી તમે તેની સામેની સૂચિને મેચ કરો, અને તેને પૂછો કે તેણે સૂચિ બહારની વસ્તુઓ કેમ ખરીદી. તો જવાબ મળશે કે તેના પર 50% ડિસ્કાઉન્ટ હતું કે પછી કોઈ ઓફર આવી હતી કે બીજું કંઈક.

  મતલબ કે યાદી બહારનો જે સામાન ખરીદવામાં આવ્યો છે તે જરૂરિયાતથી નહીં પણ લોભને કારણે ખરીદાયો છે. બાળકને આ સમજાવો અને તેને સૂચિ બહારની બધી વસ્તુઓ પાછી મૂકવા માટે કહો. તમે જોશો કે એક કે બે વાર પ્રેક્ટિસ કર્યા પછી, તે સૂચિ બહારનું કંઈપણ ખરીદશે નહીં.

  આ પણ વાંચો:ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

  બાળકો જે જુએ છે તેનાથી શીખે છે


  તે એક હકીકત છે કે બાળકો જે જુએ છે તેનાથી શીખે છે. આવી સ્થિતિમાં, પિતા તરીકે તમારી જવાબદારી મોટી બની જાય છે. તમારો પુત્ર અથવા પુત્રી પૈસા વિશે તે રીતે શીખશે જે રીતે તેઓ તમને કરતા જુએ છે, તેથી સૌ પ્રથમ તમારે પૈસા પ્રત્યે તમારું વલણ બદલવું પડશે. કોઈપણ વસ્તુ ઘરે લાવતી વખતે તમારે પહેલા આ પ્રશ્નનો જવાબ શોધવો જોઈએ કે ઘરે ગયા પછી તેઓ બાળકોને શું કહેશે. તે શા માટે લાવ્યા, તેની જરૂર હતી? કારણ કે તમે તેમને એવી વસ્તુ ન ખરીદવા માટે સમજાવશો જે જરૂરી નથી, તો તમારા બાળકો તેને સ્વીકારશે કે નહીં તેની કોઈ ગેરેંટી નથી. તમે ગાંધીજીની વાર્તા સાંભળી હશે, પહેલા તમારે જાતે ગોળ ખાવાનું છોડી દેતા શીખવું પડશે, પછી બીજાને ના કહી શકાશે.

  પૈસા કમાવવાની આદત


  શું તમારા બાળકોને ખબર છે કે તમે કેટલી મહેનત કરીને પૈસા કમાઓ છો, કદાચ નહીં. તો તેમને આ સમજાવો, તેમને કહેવું પડશે કે પૈસા કમાવવાના છે. આ માટે તમારે થોડું પ્રેક્ટિકલ બનવું પડશે. તમે બાળકને કોઈપણ ઘરનું કામ આપો અને તેના બદલામાં પૈસા આપો. ઉદાહરણ તરીકે, જો તે પોતાનો રૂમ સાફ કરે છે, તો તેને પૈસા મળશે. જો તે ફ્રિજમાં પાણીની બોટલ રાખે છે તો તેને પૈસા મળશે અથવા જો તે ઘરની બહારથી કોઈ સામાન લાવશે તો તેને પૈસા મળશે. આનાથી બાળપણમાં સમજાશે કે પૈસા કમાવવા માટે મહેનત કરવી પડે છે, તેનાથી બાળકોનો પૈસા પ્રત્યેનો અભિગમ બદલાશે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Children Policy, Personal finance, Savings Scheme

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन