Home /News /business /Ratan Tata: દેશના દરેક ઘરમાં હાજર છે ટાટા, જાણો ટાટા જૂથ કઈ કઈ વસ્તુઓનું કરે છે ઉત્પાદન
Ratan Tata: દેશના દરેક ઘરમાં હાજર છે ટાટા, જાણો ટાટા જૂથ કઈ કઈ વસ્તુઓનું કરે છે ઉત્પાદન
રતન ટાટા
Happy Birthday Ratan Tata: રતન ટાટા ગ્રુપ આજે દેશના દરેક ઘરમાં હાજર છે! કારણ કે ટાટા જૂથ મીઠાથી લઈને કાર બનાવવાનું કામ કરે છે. તાજેતરમાં જ ફરીથી એર ઇન્ડિયા (Air India)ની કમાન ટાટા જૂથના હાથમાં આવી છે.
મુંબઈ. Happy Birthday Ratan Tata: ભારતના દિગ્ગજ બિઝનેસમેનમાં સામેલ રતન ટાટા (Ratan Tata)નો આજે જન્મ દિવસ છે. 84 વર્ષીય રતન ટાટા મોટા બિઝનેસમેન હોવાની સાથે સાથે પોતાની સાદમી માટે પણ જાણીતા છે. બીમારી કર્મચારી માટે મુંબઈથી પુણે મુલાકાત જવાની વાત હોય કે નવા વેપારીઓને સ્ટાર્ટઅપ (Startup) માટે કેપિટલ આપવાની વાત હોય, રતન ટાટાએ તમામ લોકોને પ્રેરિત કર્યાં છે. રતન ટાટાએ 1990થી 2012 સુધી ટાટા જૂથ (Tata Group)ની કમાન સંભાળી હતી. આ દરમિયાન તેઓ ટાટા જૂથને એક નવી ઊંચાઈ પર લઈ ગયા હતા.
ટાટા ગ્રુપને મળી એર ઇન્ડિયા
રતન ટાટા ગ્રુપ આજે દેશના દરેક ઘરમાં હાજર છે! કારણ કે ટાટા જૂથ મીઠાથી લઈને કાર બનાવવાનું કામ કરે છે. તાજેતરમાં જ ફરીથી એર ઇન્ડિયા (Air India)ની કમાન ટાટા જૂથના હાથમાં આવી છે. સાથે જ પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ પણ રતન ટાટાને મળી છે. ભારત સરકારે 56 ‘C-295’ પરિવહન વિમાન ખરીદવા માટે સ્પેનની ‘એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ' (Airbus Defence & Space) સાથે આશરે 21,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. આ સોદા અંતર્ગત એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TAASL) સાથે મળીને C-295 સૈન્ય વિમાન બનાવશે.
ટાટા મોટર્સ વિશે તો તમામ લોકો જાણતા જ હશે. જે પેસેન્જરથી લઈને કૉમર્શિયલ વાહનો બનાવે છે. ટાટા મોટર્સ ડીફેન્સ વ્હીકલ્સ પણ બનાવે છે. ટાટા હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ છે. તાજ હોટલ ટાટા ગ્રુપની જ હોટલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર