Home /News /business /

Lakshmi Mittal: 55થી 72 વર્ષની વય વચ્ચે સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની નેટ વર્થ કેવી રીતે બદલાઈ?

Lakshmi Mittal: 55થી 72 વર્ષની વય વચ્ચે સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની નેટ વર્થ કેવી રીતે બદલાઈ?

લક્ષ્મી મિત્તલ (Shutterstock તસવીર)

Lakshmi Mittal Net worth: વર્ષ 2005માં 55 વર્ષની ઉંમરે મિત્તલને ફોર્બ્સ દ્વારા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા. 2005 અને 2011ની વચ્ચે મિત્તલની સંપત્તિ 25 બિલિયન ડોલરથી વધીને 31.1 બિલિયન ડોલર થઈ.

નવી દિલ્હી: સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી (Lakshmi Mittal) નિવાસ મિત્તલને ગત મહિને સન્ડે ટાઈમ્સ યુકે રિચ લિસ્ટમાં બ્રિટનના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2021માં તેમણે આ યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. સ્ટીલ ઉદ્યોગપતિએ આર્સેલરમિત્તલ સ્ટીલવર્કસ (ArcelorMittal steelworks) દ્વારા ગત વર્ષમાં લગભગ 2.3 બિલિયન પાઉન્ડનો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, મિત્તલની હાલની નેટ વર્થ (Lakshmi Mittal Net worth) અંદાજે 17.8 બિલિયન ડોલર આંકવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal birthday) આજે 15 જૂને પોતાનો 72મોં જન્મ દિવસ ઉજવી રહ્યા છે.  ત્યારે આજે આપણે અહીં તેમના જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા ઉતાર-ચઢાવ પર એક નજર કરીશું.

એક સામ્રાજ્યની શરૂઆત


બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, મિત્તલની મોટાભાગની આવક આર્સેલરમિત્તલમાં તેમના 36 ટકા હિસ્સામાંથી આવે છે, જે 2020માં ટનેજ દ્રષ્ટિએ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની હતી. મિત્તલ લક્ઝમબર્ગ સ્થિત કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપે છે અને તેના સૌથી મોટા શેરધારક છે. લક્ષ્મી મિત્તલનો જન્મ 15 જૂન, 1950ના રોજ રાજસ્થાનના એક ભારતીય સ્ટીલ પરિવારમાં થયો હતો.

મિત્તલે વર્ષ 1976માં 26 વર્ષની ઉંમરે ઇન્ડોનેશિયામાં તેમની પ્રથમ સ્ટીલ ફેક્ટરી ખોલી હતી. 2004માં તેમણે તેમની જાહેર માલિકીની ઈસ્પાત ઈન્ટરનેશનલ અને નજીકના હસ્તકના LNM હોલ્ડિંગ્સને જોડીને મિત્તલ સ્ટીલની સ્થાપના કરી હતી. તે પછીના વર્ષે મિત્તલે અબજોપતિ વિલ્બર રોસના ઇન્ટરનેશનલ સ્ટીલ ગ્રૂપને ખરીદવા માટે 4.7 બિલિયન ડોલર ચૂકવ્યા હતા. 2006માં મિત્તલ સ્ટીલે વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક બનાવવા માટે લક્ઝમબર્ગ સ્થિત આર્સેલરને હસ્તગત કરી હતી.

સંપત્તિ


વર્ષ 2005માં 55 વર્ષની ઉંમરે મિત્તલને ફોર્બ્સ દ્વારા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા. 2005 અને 2011ની વચ્ચે મિત્તલની સંપત્તિ 25 બિલિયન ડોલરથી વધીને 31.1 બિલિયન ડોલર થઈ. જોકે, પછીના 10 વર્ષમાં તેમણે પોતાની અડધી સંપત્તિ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો:  જૈવિક ખાદ્યના બિઝનેસમાં મળશે જબરદસ્ત નફો, ટૂંક સમયમાં બનશો કરોડપતિ!

લક્ષ્મી મિત્તલની સંપતિના ઘટાડાનું કારણ


બ્લૂમબર્ગે યુકે લેન્ડ રજિસ્ટ્રીમાંથી ખરીદીના રેકોર્ડને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, મિત્તલ પોતાની વૈભવી જીવનશૈલી માટે પ્રખ્યાત છે. મિત્તલ વર્ષ 1995થી લંડનમાં રહે છે અને યુકેમાં ઓછામાં ઓછા 350 મિલિયન ડોલરની કિંમતના બંગલાના માલિક છે.

વર્ષ 2004માં તેમણે દિલ્હીમાં જન્મેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અમિત ભાટિયા સાથે તેમની પુત્રી વનિષાના લગ્ન યોજવા માટે 34 મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. આ લગ્ન સમારોહમાં કાઈલી મિનોગ, શાહરૂખ ખાન, જુહી ચાવલા અને સૈફ અલી ખાને અદભૂત પરફોર્મ કર્યું હતું. એટલું જ નહીં મિત્તલ પરિવાર દ્વારા આ દંપતી કેવી રીતે મળ્યા તેના પર જાવેદ અખ્તરે એક નાટક પણ લખ્યું હતું. મહત્વનું છે કે, લક્ષ્મી મિત્તલ પાસે એક ખાનગી જેટ, બે યાટ અને 200,000 પાઉન્ડના ડૅમલર મેબેકના શૉફર-સંચાલિત માલિક પણ છે.

આ પણ વાંચો:  આ ત્રણ પ્રકારના પાંદડાની ખેતીથી બમ્પર કમાણી થશે, માંગમાં નહી થાય ઘટાડો!

મિત્તલનું બિઝનેસમાં કમબેક


ફોર્બ્સના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં 733 મિલિયન ડોલરની ચોખ્ખી ખોટ સહન કર્યા પછી આર્સેલર મિત્તલે 2021માં 15 બિલિયન ડોલરની ચોખ્ખી આવક પોસ્ટ નોંધાવી હતી, જે સ્ટીલના ઊંચા ભાવોથી મળી હતી.  જાન્યુઆરી 2021માં મિત્તલે આર્સેલરમિત્તલમાં સીઈઓનું પદ તેમના પુત્ર આદિત્ય મિત્તલને સોંપ્યું હતું. જોકે, લક્ષમી મિત્તલ તેના કાર્યકારી અધ્યક્ષ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Happy Birthday

આગામી સમાચાર