Budget 2019: હલવા સેરેમની બાદ એક રૂમમાં બંધ થયા 100 અધિકારી

News18 Gujarati
Updated: June 22, 2019, 5:38 PM IST
Budget 2019: હલવા સેરેમની બાદ એક રૂમમાં બંધ થયા 100 અધિકારી
બજેટ રજુ કર્યા પહેલા હલવા સેરેમનીનું ખાસ મહત્વ હોય છે, ત્યારબાદ ઓફિશિયલ રીતે બજેટ પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવે છે.

બજેટ રજુ કર્યા પહેલા હલવા સેરેમનીનું ખાસ મહત્વ હોય છે, ત્યારબાદ ઓફિશિયલ રીતે બજેટ પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવે છે.

  • Share this:
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હલવો બનાવ્યાની સાથે જ બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ કામ શરૂ થઇ ગયું છે. આ હલવા સેરેમની બાદ પ્રિન્ટિંગ પ્રેસના તમામ કર્મચારીઓ સહિત નાણાં મંત્રાલયના 100 અધિકારીઓ બજેટ રજૂ થાય ત્યાં સુધી નજરબંધ કરી દેવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનેંસે તેની જાણકારી ટ્વીટ કરી આપી છે. આ વખતે કેન્દ્ર સરકાર 5 જુલાઇએ પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરશે.

બજેટ રજુ કર્યા પહેલા હલવા સેરેમનીનું ખાસ મહત્વ હોય છે, ત્યારબાદ ઓફિશિયલ રીતે બજેટ પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવે છે. દર વર્ષે બજેટ રજૂ થયા પહેલા હલવા સેરેમની યોજાય છે, જેની પાછળ કહેવામાં આવે છે કે દરેક શુભ કામની શરૂઆત મીઠું ખાવાથી કરવી જોઇએ અને ભારતીય પરંપરામાં હલવાને ખુબ જ શુભ માનવામાં આવે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 198 રૂપિયાનો છે JIOનો આ પ્લાન, આખો મહિનો મળશે આટલું બધું મફત

 



હલવા સેરેમની અંતર્ગત નાણાં મંત્રી ખુદ બજેટ સાથે જોડાયેલા કર્મચારીઓ, બજેટની પ્રિન્ટિંગ કામ સાથે જોડાયેલા કર્મચારીઓ અને નાણાં અધિકારીઓને હલવો ખવડાવે છે. આ હલવો બન્યા અને ખવડાવ્યા બાદ જ બજેટના દસ્તાવેજના પ્રિન્ટિંગનું કામ શરૂ થાય છે.

દેશના બજેટની પ્રિન્ટિંગ સૌથી ગુપ્ત ઓપરેશન્સમાંથી એક હોય છે. બજેટ સાથે જોડાયેલી જાણકારી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે અને તેના લીક થવાથી સરકાર પર સવાલો ઉઠે છે. આ દરમિયાન કર્મચારીઓ પોતાના પરિવાર અથવા મિત્રો સાથે વાતચીત કરી શકે નહીં. પ્રિન્ટિંગ પ્રેસમાં એક લેન્ડલાઇન ફોન હોય છે જેમાં માત્ર ઇનકમિંગની જ સુવિધા હોય છે. આ સિવાય એક-બે અધિકારીઓ સિવાય અન્ય કોઇને પ્રવેશની મંજૂરી હોતી નથી.
First published: June 22, 2019, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading