1 જૂનથી જ્વેલરી પર હોલમાર્કિંગ અનિવાર્ય, જૂના ઘરેણા પર પણ થશે અસર

1 જૂનથી જ્વેલરી પર હોલમાર્કિંગ અનિવાર્ય, જૂના ઘરેણા પર પણ થશે અસર
હોલમાર્કિંગ જ્વેલરી -(પ્રતિકાત્મક તસવીર)

નવી જ્વેલરી ખરીદશો તો તેનાથી શું ફાયદો થશે? ઘરમાં રહેલ જૂના ઘરેણાનું શું થશે? આવા અનેક સવાલ લોકોના મનમાં થઈ રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં આગામી 1 જૂનથી BISના હોલમાર્કયુક્ત આભૂષણનું વેચાણ થશે. હોલમાર્કયુક્ત આભૂષણોથી તેની ખરીદી કરવા પર દગાખોરીથી બચી શકાય છે. હોલમાર્કિંગના નિયમથી સવાલ ઊભો થયો છે કે જો દેશમાં હોલમાર્કયુક્ત આભૂષણનું વેચાણ થશે તો, તેની પહેલા જે આભૂષણ ખરીદવામાં આવ્યા છે તેનું શું કરવું? આ કોરોનાના સમયમાં સરકાર કેવી રીતે હોલમાર્કિંગની તૈયારી કરશે, તેને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. સોનાના આભૂષણની ખરીદી પર બીજા કયા ફેરફાર કરવામાં આવશે? નવી જ્વેલરી ખરીદશો તો તેનાથી શું ફાયદો થશે? ઘરમાં રહેલ જૂના ઘરેણાનું શું થશે? આવા અનેક સવાલ લોકોના મનમાં થઈ રહ્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગની તમામ બાબતોની અહીં જાણકારી આપવામાં આવી છે.

શુદ્ધતાની ગેરંટી1 જૂનથી હોલમાર્કિંગનો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેથી સોનાના ઘરેણા પર BIS હોલમાર્કિંગ અનિવાર્ય રહેશે. જેથી હવે માત્ર 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ જ્વેલરીનું જ વેચાણ થશે. આ નિયમથી દગાખોરીની ફરિયાદો નહીં રહે. હોલમાર્કિંગમાં BISનો સિક્કો, કેરેટની જાણકારી, ક્યારે બનાવવામાં આવેલ છે તે વર્ષ અને જ્વેલરનું નામ જણાવેલ હશે. આ નિયમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે, જેથી ગોલ્ડ માર્કેટમાં તેની પારદર્શિતા વધી જશે.

આ પણ વાંચોકમાણી કરવા તૈયાર રહો! અબજોપતિ કરસનભાઇ પટેલની આ કંપની 5,000 કરોડનો IPO લાવશે, વર્ષો પછી ધમાકેદાર વાપસી

જૂના ઘરેણાનું શું કરવું?

જૂના ઘરેણા પર પણ કોઈપણ હોલમાર્ક સેન્ટર પરથી હોલમાર્કિંગ કરાવી શકાય છે. જૂના ઘરેણા પર હોલમાર્કિંગનો ચાર્જ વધારે લેવામાં આવી શકે છે. હોલમાર્કિંગ વગરના ઘરેણા વેચવામાં મુશ્કેલી થઈ શકે છે અને તેની કિંમત પણ ઓછી મળી શકે છે.

કાર્યવાહી

દગાખોરી કરવા પર 1 લાખની જ્વેલરી પર 5 ગણો દંડ વસૂલ કરવામાં આવી શકે છે અને 1 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. જે માટે સરકારે BIS-Care નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. એપ્લિકેશન પર શુદ્ધતા અંગે અને હોલમાર્કિંગ સંબંધિત ખોટી જાણકારી પર ફરિયાદ કરી શકાય છે.

આ પણ વાંચોભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

CAIT ની ડેડલાઈન વધારવાની માંગ

CAITએ પિયૂષ ગોયલને ચિટ્ઠી લખીને ડેડલાઈન વધારવાની માંગ કરી છે. CAITએ કહ્યું કે 1 જૂનથી નિયમ લાગુ કરવા પર જ્વેલર્સને નુકસાન થઈ શકે છે અને દેશમાં પર્યાપ્ત માત્રામાં હોલમાર્કિંગ સેન્ટર ઉપલબ્ધ નથી. નાના વેપારીઓને કારોબાર બંધ કરવો પડી શકે છે. દેશના 11 રાજ્યોમાં એક પણ હોલમાર્કિંગ સેન્ટર નથી, તેથી તાત્કાલિક BIS હોલમાર્કિંગ સેન્ટર ખોલવા માટેના નિર્દેશ આપવામાં આવે.

WCGનો રિપોર્ટ

WCG રિપોર્ટ અનુસાર માર્ચ ક્વાર્ટરમાં દેશમાં સોનાનો વપરાશ 37 ટકા વધીને 140 ટન થયો છે. લોકડાઉનના કારણે આ ક્વાર્ટરમાં માંગમાં ઘટાડો થયો છે. પહેલા ક્વાર્ટરમાં જ્વેલરીની માંગ 39 ટકાથી વધીને 102.5 ટન થઈ છે. લગ્નના કારણે જ્વેલરીની માંગમાં વધારો થયો છે. Q1માં ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 34 ટકા વધીને 37.5 ટન રહેવાનું અનુમાન છે, જ્યારે સ્ક્રેપ ગોલ્ડનો સપ્લાય 20 ટકાથી ઘટીને 14.8 ટન રહી શકે છે.
Published by:News18 Gujarati
First published:May 08, 2021, 15:34 pm

ટૉપ ન્યૂઝ