ICICI બેંકની યુવાઓ માટે સુવર્ણ તક, તાલીમ બાદ આપશે POની નોકરી

Haresh Suthar | News18
Updated: December 16, 2015, 10:29 AM IST
ICICI બેંકની યુવાઓ માટે સુવર્ણ તક, તાલીમ બાદ આપશે POની નોકરી
બેંકની નોકરી હંમેશાથી યુવાનોને આકર્ષતી રહી છે. જોકે આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો જ નોકરી માટે નથી દોડી રહ્યા, પરંતુ નોકરીદાતા બેંકો, કંપનીઓ પણ સારા યુવાનોની પસંદગી માટે સામે ચાલી બહાર આવે છે. આઇસીઆઇસીઆઇ મનિપાલ એકેડેમી, બેંગલૂરૂ આવી જ એક તક યુવાનો માટે લઇને આવી છે. ICICI બેંક યુવાનોને ન માત્ર તાલીમ આપશે, પરંતુ તે પીઓની નોકરી પણ આપશે.

  • News18
  • Last Updated: December 16, 2015, 10:29 AM IST
  • Share this:
નવી દિલ્હી # બેંકની નોકરી હંમેશાથી યુવાનોને આકર્ષતી રહી છે. જોકે આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો જ નોકરી માટે નથી દોડી રહ્યા, પરંતુ નોકરીદાતા બેંકો, કંપનીઓ પણ સારા યુવાનોની પસંદગી માટે સામે ચાલી બહાર આવે છે. આઇસીઆઇસીઆઇ મનિપાલ એકેડેમી, બેંગલૂરૂ આવી જ એક તક યુવાનો માટે લઇને આવી છે. ICICI બેંક યુવાનોને ન માત્ર તાલીમ આપશે, પરંતુ તે પીઓની નોકરી પણ આપશે.

બેંક પોતાના ત્યાં તાલીમ પ્રોગ્રામ અંતગર્ત ભરતી કરશે. આ અંગે વિગતે માહિતી બેંકની વેબસાઇટ પર આપવામાં આવી છે. આઇસીઆઇસીઆઇ બેંક ઉમેદવારોને એક વર્ષની તાલીમ આપશે, જે 6-6 મહિનામાં હશે. પ્રથમ 6 મહિના ક્લાસરૂમ સેશન ચાલશે અને બીજા 6 મહિના જોબ ટ્રેનિંગ હશે.

આ માટે ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 25 વર્ષ તથા કોઇ પણ સ્ટ્રીમમાંથી ઓછામાં ઓછા 55 ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવી જરૂરી છે. એકેડેમી પરર્ફોમન્સને આધારે શોર્ટલીસ્ટ કરી યુવાનોને તક આપવામાં આવશે. ટ્રેનિંગ પ્રોગ્રામ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ઓનલાઇન સાઇલોમેટ્રિક ટેસ્ટ, કેસ બેસ્ડ ગ્રુપ ડિસકશન, પર્સનલ ઇન્ટરવ્યૂ અને મેરિટ લીસ્ટ સહિતના આધારે કરવામાં આવશે.

તાલિમ પુરી થયા બાદ શોર્ટલીસ્ટ થયેલા ઉમેદવારોને ફેબ્રુઆરી, મે અને ઓગસ્ટ 2016મા ટ્રેનિંગ પ્રોગ્રામમાં પ્રવેશ આપવામાં આવશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ બેંગલુરૂ કે અન્ય શહેરમાં હશે. ઓનલાઇન ભરતીની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2015 છે.

વધુ જાણકારી માટે બેંકની વેબસાઇટ www.icicicareers.com<http://www.icicicareers.com> પર કિલક કરો.
First published: December 16, 2015, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading