Home /News /business /સ્વાદિષ્ટ વાનગીઓ મિનિટોમાં જાતે જ થઇ જશે તૈયાર, ગુજરાતી યુવાને બનાવ્યું Automatic Cooking Machine

સ્વાદિષ્ટ વાનગીઓ મિનિટોમાં જાતે જ થઇ જશે તૈયાર, ગુજરાતી યુવાને બનાવ્યું Automatic Cooking Machine

યતિન વરાછિયા

NOSH cooking machine: આજની ફટાફટ જીવાતી જિંગદીમાં રોજ જમવાનું બનાવવું એક મોટો ટાસ્ક થઇ ગયો છે. મોટાભાગના કામ કરતા વ્યાવસાયિકોને રસોઈ માટે સમય મળતો નથી. એવા ઘણા લોકો પણ છે જેઓ પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ જે પ્રકારનું ભોજન ખાવા માંગે છે તે તૈયાર કરી શકતા નથી. કેટલીકવાર ખોરાકમાં મીઠું, તેલ અને મસાલાનું પ્રમાણ ઓછું અને વધુ બને છે. તેનાથી બચવા માટે, તે લોકો કેન્ટિનન કે હોટેલનું ભોજન ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેનાથી થોડા દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

જરા કલ્પના કરો, જો તમારી પસંદગીનો ખોરાક ઓછા પ્રયત્નો વગર ઓછા સમયમાં રાંધવામાં આવે અને જાતે જ તૈયાર કરવામાં આવે તો કેવું લાગે? શું તે એક અનોખો વિચાર નથી? ગુજરાતના એક નાનકડા ગામ કંટવાના રહેવાસી યતિન વરાછિયાએ (Yatin Varachia) આવું અદભૂત મશીન બનાવ્યું છે. જે આપમેળે કોઇપણ વાનગીને થોડીવારમાં તૈયાર કરે છે. આ મશીનનું નામ NOSH છે. તે 120 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શકે છે.

ગુજરાતના નાનકડા ગામના યુવાને તૈયાર કર્યુ મશીન

NOSH નામનાં આ Automatic Cooking Machineને બેંગ્લોરનાં એક સ્ટાર્ટઅપ Euphotic Labsનાં સહ-સંસ્થાપક, યતિન વરાછિયાએ ડિઝાઈન કર્યુ છે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં યતિનને જણાવ્યું હતુ કે, ઘરેથી દૂર રહીને સારું ખાવાના શોખને કારણે તેમને આ બનાવવાની પ્રેરણા મળી છે. હું ગુજરાતનાં એક નાનકડા ગામ કંટવાનો રહેવાસી છું. 2008માં ભણવા માટે બેંગ્લોર આવ્યો હતો. મે ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. જે બાદ કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કામ પણ કર્યુ છે. આ વર્ષો દરમ્યાન હું સારું ખાવાનું ખાવા માટે તરસતો હતો. તો બહાર રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ખાઈને હું કંટાળી ગયો હતો.

આ પણ વાંચો- Earn Money: દરરોજ 50 રૂપિયા બચાવીને બની શકો છો કરોડપતિ, જાણો ખૂબ સરળ Investment Plan

વારંવાર બહારનું ખાવામાં થતી હતી તકલીફ

34 વર્ષીય યતીન કહે છે કે, હું આ સમસ્યાને દૂર કરવા માટે કાયમી ઉકેલ શોધવા માંગતો હતો. હું ઇચ્છું છું કે, આપણે એવું મશીન બનાવીએ, જેની મદદથી મનગમતી વાનગીઓ ઓછા પ્રયત્નો વગર ઓછા સમયમાં તૈયાર કરી શકાય. આ પછી મેં મારા કેટલાક મિત્રો સાથે આ વિચાર વિશે વાત કરી. મારા મોટાભાગના મિત્રોને પણ આ જ સમસ્યા હતી. તેઓને પણ સારી વાનગીઓ ખાવામા સમસ્યા પડતી હતી. ઘણા લોકો રેડી-ટુ-ઈટ પેકેજ્ડ ફૂડ પર નિર્ભર હતા, જ્યારે કેટલાક મિત્રોએ કહ્યું કે, રેસ્ટોરન્ટ ફૂડ વારંવાર ખાવાથી તેમનું પેટ ખરાબ થાય છે.

મિત્રો સાથે યતિન વરાછિયા


વર્ષ 2017માં આવ્યો વિચાર

વર્ષ 2017માં, યતીન અને તેના મિત્રો પ્રણવ રાવલ, અમિત ગુપ્તા અને સુદીપે એક એવું ઉપકરણ બનાવવાનું વિચાર્યું કે જે ખોરાક રાંધે. જેનાથી તેમના જેવા લોકોની સમસ્યાઓ હલ કરે. આ માટે બધાએ મળીને 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેને સરકાર તરફથી ટેકો પણ મળ્યો. દરેક વ્યક્તિએ આ સાથે ઘણા પ્રયોગો કર્યા અને 6 પ્રકારના પ્રોટોટાઇપ બનાવ્યા બાદ આ મશીન બનાવ્યું. તેને બનાવવા માટે તેમને લગભગ ત્રણ વર્ષ લાગ્યા.

આ મશીન માઇક્રોવેવ જેવું લાગે છે. તેમાં તેલ, મસાલા અને પાણી માટે અલગ સ્લોટ છે. શાકભાજી, ચીઝ અથવા માંસ માટે એક ટ્રે છે. તેમાં કાચી વસ્તુઓ ઉમેર્યા પછી, તમારે તમારી પસંદગી મુજબ વાનગી પસંદ કરવી પડશે અને થોડીવારમાં, આ વાનગીઓ તૈયાર થઇ જાય છે. આ મશીન પણ વાનગી બનાવવા માટે સામાન્ય માણસ જેટલો સમય લે છે. ઉદાહરણ તરીકે, આ મશીન પોહા બનાવવા માટે 15 મિનિટ અને પનીરની વાનગી બનાવવા માટે 35 મિનિટ લે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ વ્યક્તિની જરૂર નથી. આ મશીન તમારી જરૂરિયાત અને રેસીપી અનુસાર ખોરાક તૈયાર કરીને તમને આપે છે.

આ પણ વાંચો- માત્ર 25 હજાર રુપિયામાં શરૂ કરી શકાય તેવા ચાર શાનદાર બિઝનેસ, આવક થશે જબરદસ્ત

આ મશીન મોબાઇલ એપ દ્વારા ચાલે છે

આ મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ છે અને મોબાઇલ એપ દ્વારા ચાલે છે. જેની સાથે તે પનીર, ફિશ કરી, પોહા, ગજરનો હલવો, ઉપમા, બિરયાની, કઢાઇ પનીર, ચિકન ખુરચન, લસણની પ્રોન અને પાસ્તા જેવી વાનગીઓ તૈયાર કરી શકે છે. તમારા સ્વાદ અનુસાર નવી વાનગીઓ પણ ઉમેરી શકાય છે.

જોકે, આ મશીન બનાવવું એટલું સરળ નહોતું. તેને બનાવવા માટે યતિન અને તેના મિત્ર અમિતે ઘણી ટ્રાયલ અને પ્રયોગો કરવા પડ્યા. દરેક વાનગી મુજબ આ મશીન તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ હતું. ઉદાહરણ તરીકે, સોજી શેકવા માટે, આપણે તેને લાંબા સમય સુધી આપણા હાથથી હલાવવું પડશે. અથવા ડુંગળી જેવી શાકભાજીને પણ સાંતળવા માટે વારંવાર હલાવવા માટે હાથનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આવી વસ્તુઓ બનાવવા માટે, મશીન તે મુજબ ગોઠવવું પડ્યું.
First published:

Tags: Bussiness Idea, Innovation, Startups