Home /News /business /દાળના ભાવમાં વધારો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ કઠોળના ભાવમાં વધારો

દાળના ભાવમાં વધારો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ કઠોળના ભાવમાં વધારો

ગુજરાતીઓને વધુ એક મોંઘવારીનો માર

દેશમાં દાળના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. નિષ્ણાતોના મતે હવામાનના કારણે કઠોળના ઉત્પાદનને અસર થઈ છે જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. જોકે, આફ્રિકન દેશોમાંથી આવકના કારણે ટૂંક સમયમાં રાહત મળવાની આશા છે.

    નવી દિલ્હી: આગામી થોડા દિવસોમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જેના કારણે લોકોએ ઘણી અપેક્ષાઓ રાખી છે. પરંતુ આ પહેલા જનતા માટે રસોડાનું બજેટ વધી ગયું છે. દેશના ઘણા ભાગોમાં દાળના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, તુવેરના ભાવ MSP કરતા ઉપર ચાલી રહ્યા છે. તેની પાછળ કઠોળ પાકોના ઉત્પાદન પર અસર થવાને કારણે સપ્લાયમાં ઘટાડો થવાને નિષ્ણાતોએ જવાબદાર ગણાવ્યું છે.

    જણાવી દઈએ કે, હાલમાં નિષ્ણાતો અડદ, મગ અને તુવેર જેવા કઠોળ પર નજર રાખી રહ્યા છે, જેના ઉત્પાદન પર અસર પડી છે. જોકે નિષ્ણાતોના મતે દેશના ઘણા ભાગોમાં કઠોળની ઉપજ વધી છે. તે જ સમયે, વિદેશથી સપ્લાય વધવાથી ભાવ નિયંત્રણમાં આવવાની આશા છે.

    આ પણ વાંચો: ભિખારી દેશના અમીર લોકો, જાણો આ છે પાકિસ્તાનના 10 સૌથી અમીર લોકો, 7મું નામ તમને ચોંકાવી દેશે

    તુવેરના ભાવમાં ઘણો વધારો

    તુવેરના ભાવમાં તાજેતરના ભૂતકાળમાં વધારો જોવા મળ્યો છે અને હાલમાં તેની કિંમતો MSP કરતા ઉપર ચાલી રહી છે. કર્ણાટકમાં 18 જાન્યુઆરીએ મહત્તમ ભાવ 11900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયા હતા. ત્યારે મહારાષ્ટ્રમાં 11500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઉત્તર પ્રદેશમાં 9990 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ગુજરાતમાં 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સપ્લાયમાં અછતને કારણે કિંમતો વધી રહી છે.

    કઠોળની આવકમાં ઘણો ઘટાડો

    નવા વર્ષની શરૂઆતથી 18 જાન્યુઆરી સુધી કર્ણાટકમાં 25680 ટન દાળનું આગમન થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ઘણું ઓછું છે. તે સમયે આ આંકડો 31193 ટન હતો. તે જ સમયે મહારાષ્ટ્રમાં કઠોળની આવક 20983 ટનથી ઘટીને 18297 ટન થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો 4717 ટનથી ઘટીને 3811 ટન થયો છે.

    આ પણ વાંચો: ભારતના 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રવ્યવસ્થાને સાતત્યપૂર્ણ રીતે કરે છે શક્તિ પ્રદાન

    વધતી કિંમતો પર નિષ્ણાતો શું કહે છે?

    કૃષિ સંબંધિત બાબતોના નિષ્ણાત સુનિલ બલદેવનું કહેવું છે કે, હાલમાં અડદ, મગ અને તુવેરની ચિંતા છે. આ વખતે હવામાનના કારણે આ પાકોની ઉપજને અસર થઈ છે. જેની અસર ભાવ પર જોવા મળી રહી છે. જો કે સરકારના સ્ટોકમાં મગનો જથ્થો પૂરતો છે, તેથી તેના ભાવ નિયંત્રણમાં રહેશે. બીજી તરફ, ભલે દેશમાં અડદના ઉત્પાદનને અસર થઈ હોય, પરંતુ પાડોશી દેશ બર્મામાં તેનું સારું ઉત્પાદન થયું છે, જેના કારણે તેના પુરવઠાની કોઈ ચિંતા નથી.

    તુવેર દાળ ચિંતાનું કારણ બની

    સુનિલ બલદેવાના જણાવ્યા અનુસાર, દેશમાં ચણા અને મસૂરના પાક સારા થવાની આશા છે, જેના કારણે આ કઠોળના ભાવ નીચા રહી શકે છે. તેમનું કહેવું છે કે, અત્યારે સૌથી મોટી ચિંતા તુવેર દાળની છે. દેશમાં હવે આફ્રિકન દેશોમાંથી કઠોળની સપ્લાય કરવામાં આવી રહી છે અને આગામી 3 અઠવાડિયામાં 50 થી 60 હજાર ટન વધુ કઠોળ આવશે. આ સાથે, આફ્રિકન દેશોમાંથી કુલ 4 લાખ ટન કઠોળની સપ્લાય કરવામાં આવશે, જેની કિંમતો પર વધુ અસર થઈ શકે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Business news, Inflation, Price Hike, Pulses

    विज्ञापन
    विज्ञापन