માર્ચમાં ગુજરાતે 18 લાખથી વધુ મોબાઇલ સબસ્ક્રાઇબર ગુમાવ્યા, જિયોમાં 5.71 લાખનો વધારો

News18 Gujarati
Updated: May 22, 2019, 2:16 PM IST
માર્ચમાં ગુજરાતે 18 લાખથી વધુ મોબાઇલ સબસ્ક્રાઇબર ગુમાવ્યા, જિયોમાં 5.71 લાખનો વધારો
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મોબાઇલ સબસ્ક્રાઇબરની કુલ સંખ્યા 7.11 કરોડ હતી, જે ઘટીને માર્ચમાં 6.92 કરોડ થઈ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં માર્ચ 2019માં ફેબ્રુઆરી 2019ની સરખામણીમાં ટેલીકોમ ઓપરેટર્સનાં મોબાઇલ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 18.23 લાખનો ઘટાડો થયો છે. ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મોબાઇલ સબસ્ક્રાઇબરની કુલ સંખ્યા 7.11 કરોડ હતી, જે ઘટીને માર્ચમાં 6.92 કરોડ થઈ હતી.

ફક્ત રિલાયન્સ જિયો અને બી.એસ.એન.એલ.ના સબસ્ક્રાઇબરની સંખ્યામાં અનુક્રમે 5.71 લાખ અને 43,000નો વધારો થયો હતો. રાજ્યમાં માર્ચ દરમિયાન વોડાફોન આઇડિયાનાં સબસ્ક્રાઇબરની સંખ્યામાં 15.73 લાખનો ઘટાડો થયો હતો.ત્યારબાદ એરટેલનાં સબસ્ક્રાઇબરની સંખ્યામાં 7.93 લાખનો ઘટાડો થયો હતો. રાજ્યમાં માર્ચમાં વોડાફોન-આઇડિયા અને એરટેલે સંયુક્તપણે 23.66 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા.

રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો, એરટેલે 1.51 કરોડ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા. જ્યારે વોડાફોન-આઇડિયાએ કુલ 1.45 કરોડ ગ્રાહકો ગુમાવ્યા હતા. ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચના અંત સુધીમાં વોડાફોન-આઇડિયા અને એરટેલે સંયુક્તપણે 2.96 કરોડ યુઝર્સ ગુમાવ્યા હતા. આ જ ગાળામાં જિયોના ગ્રાહકોમાં 94 લાખનો વધારો થયો હતો. કમનસીબે 31 માર્ચ, 2019ની સ્થિતિએ ભારતના કુલ વાયરલેસ સબસ્ક્રાઇબરની સંખ્યા ઘટીને 116.18 કરોડ થઈ હતી, જે અગાઉનાં મહિનાની સરખામણીમાં 2.18 કરોડ ગ્રાહકોનો ઘટાડો દર્શાવે છે.

ભારતમાં માર્ચના અંત સુધીમાં સમગ્રતયા ટેલી-ડેન્સિટી ઘટીને 90.11 થઈ હતી, જે ફેબ્રુઆરીમાં 91.86 હતી. ટ્રાઈના જણાવ્યા મુજબ, માર્ચ 2019નાં અંતે વોડાફોન-આઇડિયાના વાયરલેસ સબસ્ક્રાઇબરની સંખ્યા 39.48 કરોડ હતી. નાણાકીય વર્ષ 2018-19નાં અંતિમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ એનાં પરિણામોમાં કુલ યુઝરની સંખ્યા 33.41 કરોડ હોવાનું જણાવ્યું હતું.

માર્ચ 2019માં ભારતી એરટેલના મોબાઇલ સબસ્ક્રાઇબરની સંખ્યા 32.51 કરોડ હતી અને હરિફ રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 30.67 કરોડ હતી. ટ્રાઈએ મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “કુલ વાયરલેસ સબસ્ક્રાઇબરની સંખ્યા ફેબ્રુઆરી, 2019માં 118.36 કરોડથી ઘટીને માર્ચ, 2019માં 116.18 કરોડ થઈ હતી, જે માસિક ઘટાડાનો દર 1.85 ટકા દર્શાવે છે.”

ફેબ્રુઆરીનાં અંતે શહેરી વિસ્તારોમાં વાયરલેસ સબસ્ક્રાઇબરની સંખ્યા 65.65 કરોડથી ઘટીને માર્ચનાં અંતે 65.04 કરોડ થઈ હતી તેમજ આ જ ગાળામાં ગ્રામીણ યુઝરની સંખ્યા પણ 52.71 કરોડથી ઘટીને 51.13 કરોડ થઈ હતી.બજારનાં વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ચોક્ક્સ કિસ્સાઓમાં નિયમનકારી સંસ્થાના આંકડા અને કંપનીએ જણાવેલા આંકડા વચ્ચે સબસ્ક્રાઇબરની સંખ્યામાં ફરક હોય છે, જે માટે વાયરલેસ સબસ્ક્રાઇબરની સંખ્યા ગણવા માટે વિવિધ માપદંડોનો ઉપયોગ જવાબદાર છે.

ભારત અને એશિયાના નંબર 1 ધનિક મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા માર્ચ, 2019માં 30.67 કરોડ હતી, જે ફેબ્રુઆરીમાં 29.72 કરોડ હતી. સંપૂર્ણપણે જોઈએ તો ભારતનાં બ્રોડબેન્ડ યુઝરની સંખ્યા માર્ચમાં 56.31 કરોડ હતી, જે અગાઉનાં મહિના કરતાં 2.37 ટકા ઓછી હતી.

જિયો સૌથી વધુ 30.67 મિલિયન બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર ધરાવતી હતી અને ત્યારબાદ એરટેલ (11.46 કરોડ), વોડાફોન-આઇડિયા (11.02 કરોડ) તથા સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (2.21 કરોડ)નું સ્થાન હતું. રિલાયન્સ જિયોએ ઊભી કરેલી તીવ્ર પ્રાઇસ કોમ્પિટિશનને કારણે ડામાડોળ નાણાકીય સ્થિતિ અનુભવતી વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલે લઘુતમ રિચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યા છે.
First published: May 22, 2019, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading