Home /News /business /

Ranking 2022 : સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રેન્કિંગમાં ગુજરાત, કર્ણાટક અને મેઘાલય ટોપ પર

Ranking 2022 : સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રેન્કિંગમાં ગુજરાત, કર્ણાટક અને મેઘાલય ટોપ પર

આ રિપોર્ટમાં અન્ય ત્રણ કેટેગરી પણ છે. લીડર્સ, મહત્વાકાંક્ષી લીડર્સ અને ઈમર્જિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ. લીડર્સની કેટેગરીમાં તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ શામેલ છે. તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ ઈમર્જિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ કેટેગરીમાં શામેલ છે.

વધુ જુઓ ...
    ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા એન્ટરપ્રિન્યોર્સને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરવા માટે રેન્કિંગ પ્રોવાઈડ કરે છે. DPIITએ પ્રોવાઈડ કરેલ રેન્કિંગ અનુસાર ગયા વર્ષે ગુજરાત, કર્ણાટક અને મેઘાલયને બેસ્ટ પર્ફોર્મરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આગામી બેસ્ટ પર્ફોર્મરના લિસ્ટમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને જમ્મુ કાશ્મીરનું નામ પણ શામેલ છે.

    વર્ષ 2019માં જાહેર થયેલ રિપોર્ટ અનુસાર, ગુજરાત અને આંદામાન નિકોબારને બેસ્ટ પર્ફોર્મરની કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. તો કર્ણાટક અને કેરળને ટોપ પર્ફોર્મરની કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા.

    આ રિપોર્ટમાં અન્ય ત્રણ કેટેગરી પણ છે. લીડર્સ, મહત્વાકાંક્ષી લીડર્સ અને ઈમર્જિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ. લીડર્સની કેટેગરીમાં તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ શામેલ છે. તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ ઈમર્જિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ કેટેગરીમાં શામેલ છે.

    આ પણ વાંચો -સોનાની કિંમતમાં આજે ફરી વધારો, જાણો તમારા શહેરમાં સોના-ચાંદીનો લેટેસ્ટ રેટ

    મહત્વકાંક્ષી લીડર્સની કેટેગરીમાં રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ શામેલ છે. આ મહત્વપૂર્ણ રાજ્યોમાં આંધ્રપ્રદેશ અને બિહાર ઈમર્જિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ કેટેગરીમાં શામેલ છે.

    આ સ્ટડી હેઠળ સ્ટાર્ટઅપના માર્કેટ, ઈન્ક્યુબેશન સપોર્ટ અને ફંડીગ સપોર્ટને ધ્યાનમાં લેવામાં આવે છે. આ વર્ષે તેમાં અન્ય ત્રણ કેટેગરી શામેલ કરવામાં આવી છે. જેમાં મેન્ટરશીપ સપોર્ટ, ફોસ્ટરિંગ ઈનોવેશન અને એન્ટરપ્રિન્યોરશીપ શામેલ છે.

    US અને ચીન બાદ ભારત દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગઈ છે. કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલે જણાવ્યું છે કે, ભારતે પહેલા નંબર પર આવવાની કોશિશ કરવી જોઈએ.

    તેમણે જણાવ્યું છે કે, સ્ટાર્ટઅપમાં વેપાર સરળતાથી થઈ શકે અને સ્ટાર્ટઅપનો બિઝનેસ વિકસી શકે તે માટે સરકારે 52 ફેરફાર કર્યા છે. ભારતીય સ્ટાર્ટઅપે કેલેન્ડર વર્ષ 2021 દરમિયાન 42 બિલિયન ડોલર ફંડિંગ તરીકે એકત્ર કરવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષ દરમિયાન કરતા પણ વધુ છે. વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં સ્ટાર્ટઅપથી 11 બિલિયન ડોલર એકત્રિત કરવામાં આવ્યા છે.

    રાજ્ય સરકારે જાહેર કરેલ રિપોર્ટમાં 31 પ્રતિભાગી સંસ્થાઓ વિશે વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તથા ભવિષ્ય માટેની યોજનાઓ પણ શામેલ છે.

    આ પણ વાંચો -UBER કરતા તો ફ્લાઇટ સસ્તી! મુંબઇના વ્યક્તિએ ટ્વીટ કરીને શેર કરી આપવીતી

    સરકારી એજન્ડામાં પોલિસી ઈન્ટરવેન્શન વધુ રહ્યો છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે સંપૂર્ણ વિકાસ માટે સોફ્ટવેર બનાવવા માટે નેશનલ પોલિસી તૈયાર કરી છે. આ નીતિનો ઉદ્દેશ્ય સોફ્ટવેર બનાવવાના સ્ટાર્ટઅપ માટે એક જમીન પ્રદાન કરવા, ઘરેલુ માંગમાં સુધારો કરવાનો છે. આ નીતિગત હસ્તક્ષેપથી સોફ્ટવેર બનાવવા માટે વર્ષ 2025 સુધીમાં CAGR 40 ટકાથી વધારીને 5,00,000-6,00,000 કરોડ કરવાનો છે. વર્ષ 2025 સુધીમાં 35 લાખ લોકોને ડાયરેક્ટ અથવા ઈન્ડાયરેક્ટ રોજગારી પૂરી પાડવાનો છે.

    કર્ણાટકના હાયર એજ્યુકેશન મિનિસ્ટર અશ્વત્થનારાયણ C Nએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, DPIITએ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં કર્ણાટકને બેસ્ટ પર્ફોર્મર તરીકે જાહેર કર્યું છે.

    કર્ણાટકમાં સ્ટાર્ટઅપ પ્રત્યે લોકોને આકર્ષિત કરવા માટે રાજ્ય અને નગરપાલિકાની નિયમોમાંથી છૂટ આપવામાં આવી હતી. જેથી કર્ણાટકને બેસ્ટ પર્ફોર્મરની કેટેગરીમાં શામેલ કરવામાં આવ્યું હતું.
    First published:

    Tags: Startup

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन