Home /News /business /

CNG Prices Hike: ગુજરાત ગેસે CNGના ભાવમાં 6.45 રૂપિયાનો વધારો કર્યો, પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા

CNG Prices Hike: ગુજરાત ગેસે CNGના ભાવમાં 6.45 રૂપિયાનો વધારો કર્યો, પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા

ગુજરાત ગેસનો CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 પહોંચી ગયો (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Gas CNG price - પેટ્રોલ ડીઝલ (Petrol-Diesel price)બાદ હવે CNGના ભાવમાં વધારો (CNG price)થયો, ભાવવધારો આજથી લાગુ થઇ ગયો

    અમદાવાદ : પેટ્રોલ ડીઝલ (Petrol-Diesel price)બાદ હવે CNGના ભાવમાં વધારો (CNG price)થયો છે. ગુજરાત ગેસે (Gujarat Gas)CNGના ભાવમાં એક સાથે કિલો દીઠ 6.45 રૂપિયા વધારો કર્યો છે. આ ભાવવધારો આજથી લાગુ થઇ ગયો છે. ગુજરાત ગેસનો CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 પહોંચી ગયો છે. આ ભાવ વધારાના કારણે સીએનજી વાહનો ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ જશે.

    સીએનજીમાં જ નહીં પેટ્રોલ અને ડીઝલમાં પણ ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં લિટર દીઠ 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો જાહેર થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સવારે છ વાગ્યાથી અમલી બનશે.

    આ પહેલા એક એપ્રિલે અદાણી સીએનજી એ એકસાથે પાંચ રૂપિયા વધારો કર્યો હતો. અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયા છે. અમદાવાદમાં અદાણી સીએનજીનો જૂનો ભાવ 1 એપ્રિલ પહેલા 74.59 રૂપિયા હતો.

    આ પણ વાંચો - હાઈવે, એક્સપ્રેસ-વે પર જેટલા કિલોમીટર યાત્રા કરશો તેટલો જ કપાશે ટેક્સ, સમાપ્ત થશે FASTag સિસ્ટમ

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો - પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને, જાણો હાલની બેસ્ટ CNG Cars, શાનદાર માઈલેજ સાથે મળશે દમદાર પાવર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CNG, CNG Price, Petrol-diesel-price

    આગામી સમાચાર