150 મેન્યુફેક્ચર્સે ચીન વિરુદ્ધ છેડી જંગ! ગુજરાતની આ કંપનીઓ ચીની પ્રોડક્ટને આપશે ટક્કર

News18 Gujarati
Updated: June 27, 2020, 3:41 PM IST
150 મેન્યુફેક્ચર્સે ચીન વિરુદ્ધ છેડી જંગ! ગુજરાતની આ કંપનીઓ ચીની પ્રોડક્ટને આપશે ટક્કર
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતના મોરબી શહેરની લગભગ 150 મેન્યુફેક્ચર્સ ચીની પ્રોડક્ટ્સ વિરુદ્ધ લડવા માટે તૈયાર છે.

  • Share this:
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સીમા તણાવ અને મોદી સરકારના આત્મનિર્ભ ભારતના નારા બાદ ચીની ઉત્પાદનો વિરુદ્ધ લડાઈ વધુ ઝડપી બની રહી છે. ગુજરાતના મોરબી શહેરની લગભગ 150 મેન્યુફેક્ચર્સ ચીની પ્રોડક્ટ્સ વિરુદ્ધ લડવા માટે તૈયાર છે. દેશમાં ચીન કેટલીક પ્લાસ્ટિક વસ્તુઓ સિવાય ઈલેક્ટ્રીક ગુડ્સ અને અન્ય પાર્ટ્સ આયાત કરવામાં આવે છે.

300થી વધારે કંપનીઓ છે અહીં - દેશનું ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે, જે ઉદ્યોગ માટે ઓળખવામાં આવે છે. અહીં કપડા, ઈલેક્ટ્રીક ગુડ્સ, ટેક્સટાઈલ  ક્ષેત્રની અનેક મોટી કંપનીઓ છે. ગુજરાતનું મોરબી સીરામિકના મેન્યુફેક્ચરિંગ માટે દેશભરમાં જાણીતુ છે. અહીં ઘડીયાળની સાથે પ્લાસ્ટિક ગુડ્સ અને ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સની લગભગ 300થી વધારે કંપનીઓ છે.

150 કંપનીઓએ છેડી જંગ - ભારતમા્ં ચીનનો કાચો માલ આયાત કરી દેશમાં તેનું પ્રોડક્શન કરવામાં આવે છે. પરંતુ મોરબીની લગભગ 150 કંપનીઓએ હવે ચીની પ્રોડક્ટ્સ વિરુદ્ધ જંગ છેડી દીધી છે. મોરબીના આ મેન્યુફેક્ચર્સે હવે કાચો માલ વિયતનામ, કમ્બોડિયા, તાઈવાન જેવા દેશોથી ઈમ્પોર્ટ કરવાનું વિચાર્યું છે. તેમનું કહેવું છે કે, ધીરે ધીરે કાચો માલ પણ મોરબીમાં જ બનાવવા માંગે છે.


શરૂ કરી તૈયારી - ઉદ્યોગ અને આંતરિક વ્યાપારને પ્રોત્સાહન આપતા વિભાગ DPIIT દ્વારા ચીનમાં બનતી નિમ્ન ગુણવત્તાવાળી આયોતોનું લીસ્ટ તૈયાર કર્યા બાદ મોરબીના આ ઉત્પાદકોએ એલજી, સેમસંગ અને સિમેન્સ જેવી વાઈટ ગુડ્સ બનાવતી કંપનીઓ સાથે વ્યાપાર સંબંધિત વાત કરવાનું શરૂ કરી દીધુ છે. જેમાં ચીનથી આયાત કરવામાં આવતો કાચો માલ મોરબીના ઉત્પાદકો તેમને આપી શકે.

ચીનથી આયાત થતી પ્રોડક્ટમાં આ છે સામેલ - ચીનથી જે પ્રોડક્ટની આયાત કરવામાં આવે છે, તેમાં સિગરેટ, તંબાકૂ, પેન્ટ અને વાર્નિશ, પ્રિંટિંગ શહી, મેકઅપ સામાન, શેમ્પુ, હેર ડાઈ, કાંચની આઈટમો, ઘડીયાળ, ઈન્જેક્શનની શીશી સામેલ છે. DPIITએ આવી 300 જેટલી સામાનની લીસ્ટ તૈયાર કરી છે.
First published: June 27, 2020, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading