Home /News /business /Multibagger Stock: વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

Multibagger Stock: વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

વડોદરા રાજપરિવારની આ કંપનીમાં જેમણે છેલ્લા 4 મહિનામાં રોકાણ કર્યું તેઓ લાખોપતિ બની ગયા.

Multibagger Stock in BSE Sensex: ગુજરાતની વધુ એક કંપની બરોડા રેયોન કોર્પોરેશન લિમિટેડ (Baroda Rayon Corporation Ltd) ના શેરે ખૂબ જ તગડું રિટર્ન આપ્યું છે અને રોકાણકારોના રુપિયા અનેકગણા બનાવી દીધા છે. આ વર્ષની શરુઆતમાં બીએસઈ પર લિસ્ટ થયા બાદ અત્યાર સુધીમાં આ શેર 4400 ટકા જેટલો વધી ચૂક્યો છે, જ્યારે બીજી તરફ મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ આ વર્ષે 5 ટકા જેટલો તૂટી પડ્યો છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Stock Market) આ વર્ષની શરુઆત સાથે જ દબાણમાં કામ કરી રહ્યું છે. જોકે બજારના આ સતત ચઢાવ ઉતાર વચ્ચે ફણ કેટલાક શેર આવે છે જેમણે તગડું રિટર્ન આપ્યું છે. વાત કરીએ બજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સની તો છેલ્લા એક મહિનામાં બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 2.3 ટકા તૂટ્યો છે. જ્યારે પાછલા 6 મહિનામાં તેમાં લગભગ 5.25 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે આ નબળા માર્કેટમાં પણ કેટલીક કંપનીઓના શેરમાં રોકાણકારોએ તગડી કમાણી કરી છે. આવો જ એક શેર એટલે બરોડા રેયોન કોર્પોરેશન લિમિટેડ (Baroda Rayon Corporation LTD) છે. જે બીએસઈ પર આ વખતે લિસ્ટ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ 4400 ટકા જેટલો ઉછળ્યો છે.

  આ પણ વાંચોઃ Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

  4 મહિનામાં 4 રુપિયાથી વધીને 212 પહોંચ્યો


  બરોડા રેયોન કોર્પોરેશનનો શેર શુક્રવારે બીએસઈ પર 5 ટકા વધીને 212.30 રુપિયાના ભાવ પર બંધ થયો હતો. પરંતુ કંપનીના શેર આ વર્ષે 1 જૂન પર બીએસઈ પર લિસ્ટ થયા ત્યારે તેની કિંમત ફક્ત 4.64 રુપિયા હતી. આ રીતે છેલ્લા 4 મહિનામાં બરોડા રેયોન કોર્પોરેશના શેરનો ભાવ લગભગ 4475.43 ટકા વધ્યો છે.

  આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

  1 લાખ રુપિયાના 45 લાખ બનાવ્યા


  જેનો અર્થ છે કે જો કોઈ રોકાણકારે 1 જૂનના દિવસે આ શેરમાં રુ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને અત્યાર સુધી આ રોકાણ જાળવી રાખ્યું હોત તો આજે તેમના 1 લાખ રુપિયાની વેલ્યુ 4475.43 ટકા વધીને લગભગ 45.75 લાખ રુપિયા સુધી થઈ ગઈ હોત. એટલે કે તેમને ફક્ત 5 મહિનામાં લગભગ 45 લાખ રુપિયાનો ફાયદો થયો હોત.

  છેલ્લા એક મહિનામાં 164 ટકા વધ્યો શેર


  બરોડા રેયોનના શેરમાં છેલ્લા એક મહિનામાં 164 ટકાનો ઉછાળો આવ્યો છે અને આ શેર 80.30 રુપિયાના સ્તરથી વધીને 212.30 રુપિયાના સ્તરે પહોંચી ગયો છે. આ રીતે આ શેરે છેલ્લા એક મહિનામાં રોકાણકારોને 164.38 ટકાનો ફાયદો કરાવ્યો છે. જેનો અર્થ છે કે જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા પણ આ શેરમાં 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હોત તો તેમના 1 લાખ રુપિયા વધીને 2.64 લાખ રુપિયા થઈ ગયા હોત.

  આ પણ વાંચોઃ મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે, RBI કહ્યું તે જાણી આ પ્રમાણે પ્લાન કરજો

  કંપની અંગે જાણો


  બરોડા રેયોન કોર્પોરેશન (Baroda Rayon Corporation) એ ગુજરાતમાં હેડ ક્વાર્ટર ધરાવતી ટેક્સટાઈલ કંપની છે, જેના પ્રમોટર સંગ્રામ સિંહ ગાયકવાડ છે જેઓ વડોદરાના રાજપરિવારના વંશજ છે. 1958માં શરુ થયેલી આ કંપનીનું વડોદરાના પૂર્વ મહારાજ ફતેહસિંહરાવ ગાયકવાડે અધિગ્રહણ કર્યું હતું. તેમના મૃત્યુ બાદ સંગ્રામ સિંહ ગાયકવાડ આ કંપનીની દેખરેખ રાખે છે અને તેમના દીકરા પ્રતાપસિંહ ગાયકવાડ આ કંપનીના સીઈઓ છે. આ કંપની વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન, સલ્ફ્યુરિક એસિડ, કાર્બન ડાઈ સલ્ફાઈડ, નિર્જલ સોડિયમ સલ્ફેટ અને નાયલોન યાર્નને બનાવવાનો કારોબાર કરે છે. કંપનીનું હાલનું માર્કેટ કેપ 486.41 કરોડ રુપિયા છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Investment tips, Multibagger Penny Stock, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन