Home /News /business /

Rocket Share: બે મહિનામાં 85% ભાગ્યો એગ્રી પ્રોડક્ટ કંપનીનો સ્ટૉક, છેલ્લા ચાર સત્રમાં 29% ભાગ્યો

Rocket Share: બે મહિનામાં 85% ભાગ્યો એગ્રી પ્રોડક્ટ કંપનીનો સ્ટૉક, છેલ્લા ચાર સત્રમાં 29% ભાગ્યો

ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ શેર

Gujarat Ambuja Exports stock: કંપનીએ સ્ટૉક પર ટ્રેડિંગ વૉલ્યૂમ વધવા અંગે બીએસઈને સૂચના આપી છે કે, શેરની માત્રામાં થયેલો વધારો બજાર સંચાલિત છે. કંપનીના મેનેજમેન્ટને શેર્સના વૉલ્યૂમમાં આવેલા ઉછાળા સાથે કોઈ સંબંધ નથી.

  મુંબઇ. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ (Gujarat Ambuja Exports Ltd -GAEL)ના શેરમાં છેલ્લા બે મહિનાથી જોરદાર તેજી જોવા મળી રહી છે. એગ્રી પ્રોડક્ટ્સ (Agri products)નો બિઝનેસ કરતી કંપની ખૂબ સારો ગ્રોથ બતાવી રહી છે. બુધવારે 13 એપ્રિલના રોજ ઈન્ટ્રાડે દરમિયાન બીએસઈ (BSE) પર આ શેર 10 ટકાની તેજી સાથે 329.55 રૂપિયાની નવી ઊંચાઈ પર પહોંચ્યો હતો. આ શેરમાં બજાર (Indian stock market)માં કમજોરી છતાં હાઈ વૉલ્યૂમ જોવા મળ્યું હતું. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં આ શેર 29 ટકા વધ્યો છે.

  બુધવારે બપોરે 2:02 વાગ્યે બીએસઈ સેન્સેક્સમાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેની સરખામણીમાં GAEL 6.5 ટકા વધીને 316.55 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈ (NSE) અને બીએસઈ (BSE) પર સંયુક્ત રીતે 220 લાખ ઇક્વિટી શેરનું ખરીદ-વેચાણ જોવા મળ્યું હતું. છેલ્લા બે મહિનામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 3.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ શેર 178 રૂપિયાથી 85 ટકા ઉછળ્યો છે.

  કંપનીએ સ્ટૉક પર ટ્રેડિંગ વૉલ્યૂમ વધવા અંગે બીએસઈને સૂચના આપી છે કે, શેરની માત્રામાં થયેલો વધારો બજાર સંચાલિત છે. કંપનીના મેનેજમેન્ટને શેર્સના વૉલ્યૂમમાં આવેલા ઉછાળા સાથે કોઈ સંબંધ નથી.

  આ પણ વાંચો: મહારાષ્ટ્રના પેટ્રોલ પંપની ઑફર, એક રૂપિયે લીટર પેટ્રોલ આપ્યું

  કંપનીનો બિઝનેસ


  જીએઈએલના ત્રણ ઉત્પાદન સેગમેન્ટ છે. ખાદ્ય, ફાર્મા અને કાગળ જેવા અનેક ઉદ્યોગોમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. કપની રિફાઇન્ડ તેલ (મુખ્ય રીતે સોયાબીન તેલ) અને ડી-ઑઇલ કેક (DOC), સ્ટાર્ચ, ગ્લૂકોઝ, સોર્બિટોલ, ડેક્સટ્રોઝ મોનોહાઇડ્રેટ પાઉડર અને માલ્ટોસ ડેસ્કટ્રિન પાઉડર જેવા મકાઈના ઉત્પાદનો અને કોટન યાર્ન બનાવે છે.

  બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર પ્રમાણે GAEL ભારતમાં કૃષિ અને મકાઈ પ્રોસેસિંગ બિઝનેસમાં સ્થાપિત કંપનીઓમાંની એક છે. કંપની દરરોજ 3000 ટન ક્રશ્ડ માકાઈનું પ્રોસેસિંગ કરે છે. આ ઉપરાંત આશરે 30 ટકા બજારની હિસ્સેદારી સાથે આ સેક્ટરની સૌથી મોટી કંપની છે.

  આ પણ વાંચો: આ સાત શેર 3-6 મહિનામાં આપશે બમ્પર રિટર્ન

  કંપનીની વિસ્તારની યોજના


  જાન્યુઆરી 2020માં GAEL તરફથી સિતારગંજ, ઉત્તરાંચલ (ઉત્તરાખંડ)માં એક ગ્રીન ફિલ્ડ મકાઈ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 400થી 500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. કંપની માલદા, પશ્ચિમ બંગાળમાં નવો પ્લાન્ટ લગાવીને ક્ષમતામાં વૃદ્ધિ કરવાની યોના બનાવી રહી છે. કંપની પોતાના ચાલીસગાંવ અને હુબલી પ્લાન્ટમાં ઇથોનૉલનું ઉત્પાદન કરવાની યોજના પણ બનાવી રહી છે.

  (ખાસ નોંધ: gujarati.news18.com પર વ્યક્ત કરવામાં આવેલા વિચાર અથવા રોકાણની સલાહ જે તે નિષ્ણાતના વ્યક્તિગત છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ રોકાણની સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock market, Stock tips

  આગામી સમાચાર