Home /News /business /LICની ધાંસૂ પોલિસી, 10 લાખના બદલામાં મળશે પૂરા 1 કરોડ; રિસ્ક કવર પર પણ મળશે 10 ગણી રકમ

LICની ધાંસૂ પોલિસી, 10 લાખના બદલામાં મળશે પૂરા 1 કરોડ; રિસ્ક કવર પર પણ મળશે 10 ગણી રકમ

ભારતીય જીવન વીમા નિગમે તેના ગ્રાહકો માટે ધનવર્ષા પોલિસી 866 લોન્ચ કરી છે.

Dhan Varsha Policy: ધન વર્ષા યોજના એક બિન ભાગીદારી, વ્યક્તિગત, બચત, સિંગલ પ્રીમિયમ જીવન વીમા પોલિસી છે, જે ગ્રાહકોને સુરક્ષાની સાથે બચત પણ ઓફર કરે છે. આ પોલિસી પ્રીમિયમ રકમથી 10 ગણી વીમા રકમ લઈ શકાય છે. એટલે જો તમે 1 લાખ રૂપિયા જમા કરો છો, તો પાકતી મુદ્દતે 10 લાખ રૂપિયા મેળવી શકો છો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ તહેવારની સમયગાળામાં ભારતીય જીવન વીમા નિગમે તેના ગ્રાહકો માટે ધનવર્ષા પોલિસી 866 લોન્ચ કરી છે. LICની આ સિંગલ પ્રીમિયમ યોજના છે. આ યોજના એલઆઈસી ગ્રાહકોને બે પોલિસી ટર્મ પસંદ કરવા માટે ઓફર કરે છે. આમાં પ્રીમિયમથી દસ ઘણી ખાતરીપૂર્વક પરિપક્વતા, બોનસ, રિસ્ક કવર જેવા તમાત લાભ મળે છે.

10 ગણી વીમા રકમ


ધન વર્ષા યોજના એક બિન ભાગીદારી, વ્યક્તિગત, બચત, સિંગલ પ્રીમિયમ જીવન વીમા પોલિસી છે, જે ગ્રાહકોને સુરક્ષાની સાથે બચત પણ ઓફર કરે છે. આ પોલિસી પ્રીમિયમ રકમથી 10 ગણી વીમા રકમ લઈ શકાય છે. એટલે જો તમે 1 લાખ રૂપિયા જમા કરો છો, તો પાકતી મુદ્દતે 10 લાખ રૂપિયા મેળવી શકો છો.

આ પણ વાંચોઃ માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

10 ગણા સુધી રિસ્ક કવર


આ યોજના હેઠળ તમને એક સિંગલ પ્રીમિયમ આપવાનું હોય છે. આમાં તમને બે વિકલ્પ આપવામાં આવે છે. પહેલા વિકલ્પને પસંદ કરવા પર પ્રીમિયમના 1.25 ગણી રકમ ડેથ બેનિફિટ ગેરંટીડ એડિશન બોનસ સાથે મળશે, જ્યારે બીજો વિકલ્પ પસંદ કરવા પર 10 ગણી રકમ ડેથ બેનિફિટ ગેરંટીડ એડિશન બોનસ સાથે પરિવારને મળશે. જો તમે 10 લાખ રૂપિયાનુ પ્રીમિયમ ખરીદ્યુ છે અને પહેલો વિકલ્પ પસંદ કર્યો છે, તો પરિવારને 12.5 લાખ રૂપિયા ગેરંટીડ બોનસની સાથે મળશે અને જો તમે બીજો વિકલ્પ પસંદ કર્યો, તો મૃત્યુ બાદ પરિવારને 1 કરોડ રૂપિયા ગેરંટીડ બોનસની સાથે મળશે. ગેરંટીડ બોનસ તમારા પસંદ કરાયેલા વિકલ્પ અને મુદ્દત પર આધાર બનશે.

આ પણ વાંચોઃ  શેર છે કે કુબેરનો ખજાનો! 12 હજાર રૂપિયા લગાવનારા પણ બની ગયા કરોડપતિ


ઓનલાઈન ખરીદી શકો છો પોલિસી


એલઆઈસી ની તમામ પોલિસીને તમે ઓનલાઈન ખરીદી શકો છો. પરંતુ ધનવર્ષા યોજના તમારે ઓનલાઈન જ ખરીદવી પડશે. આમાં તમને બે વિકલ્પ ઓફર કરવામાં આવશે. એક 10 વર્ષ માટે અને બીજો 15 વર્ષ માટે. તેને ખરીદવા માટે વય મર્યાદા 3 વર્ષથી 60 વર્ષ સુધી છે. એલઆઈસીની ધન વર્ષા પોલિસીમાં ગ્રાહકોને લોન અને સરેન્ડરની સુવિધા મળે છે.
First published:

Tags: Business news, Lic policy, Saving Scheme

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો