Home /News /business /Buy Home: તમારા સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વધારાના ચાર્જ અને ટેક્સ ભરવા રહેજો તૈયાર

Buy Home: તમારા સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વધારાના ચાર્જ અને ટેક્સ ભરવા રહેજો તૈયાર

ઘરની ખરીદી પર લાગતા ચાર્જ.

Buy Home: અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના કિસ્સામાં જીએસટી ભરવો પડે છે. એકવાર રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે બની જાય અને ડેવલપર દ્વારા ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓપીસી) મેળવી લેવામાં આવે પછી કોઈ જીએસટી લેવામાં આવતો નથી.

નવી દિલ્હી: જ્યારે તમે ઘર ખરીદો (Property Buy) છો, ત્યારે તમે ફક્ત મિલકતની કિંમત ચૂકવતા નથી. અન્ય કેટલાક ચાર્જીસ (Property Charges) તમારા ઘરની કિંમત (House Price)માં વધારો કરે છે. તેથી મહત્વનું છે કે તમે આ વધારાના ખર્ચ માટે બજેટ બનાવો. ઘરની ખરીદી વખતે મકાનની કિંમત ઉપરાંત એવા ચાર્જ પણ ચૂકવવા પડે છે જેને તમે ટાળી શકતા નથી. જેમાં જીએસટી, બ્રોકરેજ, સ્ટેમ્પ ડ્યૂટી, ટ્રાન્ફર ફી વગેરે સામેલ છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)

જો તમે અંડર-કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદો છો, તો એક મહત્વનો ખર્ચ જે તમે ટાળી શકતા નથી તે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST). ટેક્સ કનેક્ટ એડવાઇઝરી સર્વિસીસ LLPના પાર્ટનર વિવેક જલાન કહે છે કે, “રહેણાંક મિલકતો પરનો GST દર એફોર્ડેબલ હાઉસિંગ માટે 1 ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ સિવાયના અન્ય માટે 5 ટકા છે.” જલાને વધુમાં જણાવ્યું કે, એફોર્ડેબલ હાઉસનો અર્થ મેટ્રો શહેરોમાં 60 સ્ક્વેર મીટર કાર્પેટ એરિયા અને 45 લાખ રૂપિયા સુધીની કિંમતના અને નોન-મેટ્રો મીન હાઉસમાં 90 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને 45 લાખ રૂપિયા સુધીના કિંમતના ઘરો છે.

ધ્યાનમાં રાખો કે, અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના કિસ્સામાં જીએસટી ભરવો પડે છે. એકવાર રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે બની જાય અને ડેવલપર દ્વારા ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓપીસી) મેળવી લેવામાં આવે પછી કોઈ જીએસટી લેવામાં આવતો નથી.

કેટલીક દલીલો એવી છે કે જીએસટીની ચૂકવણી બચાવવા માટે તમે સંપૂર્ણ તૈયાર મકાન ખરીદી શકો છો. જોકે, તેનો કોઇ ફાયદો નથી કારણ કે, મિલકતની કિંમત બાંધકામની પ્રગતિ સાથે વધે છે.

સ્ટેમ્પ ડ્યૂટી

GST એ એકમાત્ર ટેક્સ નથી જે સરકાર ઘર ખરીદનાર પાસેથી વસૂલ કરે છે, તમારે તમારા નામે મિલકતના દસ્તાવેજો રજીસ્ટર કરાવવા માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પણ ચૂકવવી પડશે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી દરેક રાજ્યમાં બદલાય છે, તે મિલકતની કિંમતના 8 ટકા સુધીની હોઈ શકે છે. જોકે, કેટલીક રાજ્ય સરકારો સ્ત્રીના નામે મિલકતની નોંધણી કરાવવા પર છૂટછાટ આપે છે.

ટ્રાન્સ્ફર ચાર્જ

જો તમે હાઉસિંગ સોસાયટીમાં એપાર્ટમેન્ટ ખરીદતા હોવ તો તમારે ટ્રાન્સફર ચાર્જ ચૂકવવો પડી શકે છે. જો તે બાંધકામ હેઠળની મિલકત છે, તો સામાન્ય રીતે ડેવલપર દ્વારા ટ્રાન્સફર ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જ સામાન્ય રીતે પ્રતિ ચોરસ ફૂટ રૂ. 100-250 વચ્ચે હોય છે. પૂર્ણ થયેલી મિલકત માટે પણ તમારે સોસાયટીને ટ્રાન્સફર ચાર્જ ચૂકવવાની જરૂર પડી શકે છે, ખાસ કરીને સહકારી જૂથ હાઉસિંગ સોસાયટી (CGHS)ના કિસ્સામાં.

આ ઉપરાંત, નેશનલ કેપિટલ રિજન (NCR)માં નોઈડા જેવા કેટલાક શહેરોમાં જો તમે રિસેલ માર્કેટમાં પૂર્ણ કરેલી પ્રોપર્ટી ખરીદો છો, તો તમારે ટ્રાન્સફર ચાર્જ પણ ચૂકવવો પડશે. આ ચાર્જ સરકારી અધિકારીઓને જાય છે.

બ્રોકરેજ

જો તમે પ્રોપર્ટી એજન્ટની મદદથી ખાસ કરીને રિસેલ માર્કેટમાં રહેણાંક મિલકત ખરીદો છો તો કમિશન ચૂકવવું પડે છે. મિલકત એજન્ટો સામાન્ય રીતે તેમની સર્વિસ માટે મિલકતની કિંમતના 1થી 2 ટકા કમિશન વસૂલ કરે છે. ડેવલપર પાસેથી પ્રાઇમરી માર્કેટમાં પ્રોપર્ટી ખરીદવાના કિસ્સામાં એજન્ટો ઘર ખરીદનારાઓ પાસેથી ચાર્જ લેતા નથી, કારણ કે સેલર્સ (ડેવલપર્સ) રિસેલ માર્કેટની સરખામણીમાં ઊંચું કમિશન ચૂકવે છે.

આ પણ વાંચો: Home loan: હોમ લોન લેતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો

લીગલ ફી

પ્રોપર્ટી ખરીદતી વખતે પ્રોપર્ટીના દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, આવી સહાય માટે કોઈ નિશ્ચિત ચાર્જ નથી. વિવિધ પરીબળોના આધારે આ ચાર્જ બદલાય છે. ખર્ચ વકીલો દ્વારા હાથ ધરવામાં આવતી પ્રોસેસ, મિલકતનો પ્રકાર-કદ અને સ્થાનાંતરણની સંખ્યા પર આધાર રાખે છે. તે મિલકત દસ્તાવેજોના સ્થાન પર પણ આધાર રાખે છે. કેટલીકવાર મ્યુનિસિપલ નગરો અને મહાનગરોમાં મિલકતોના દસ્તાવેજો શોધવાનું સરળ હોય છે, પરંતુ ક્યારેક સમય માંગી લે છે. લૉ ફર્મ જેટલી મોટી અથવા વધુ પ્રતિષ્ઠિત હોય છે, તેના ચાર્જિસ તેટલા વધુ હોય છે. સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં નોંધણીના કામ માટે તમારે કાયદાકીય નિષ્ણાંતોની મદદની પણ જરૂર પડી શકે છે. કાનૂની સહાય માટે રૂ. 25,000 અથવા તેનાથી વધુ ખર્ચ થઇ શકે છે.

આ પણ વાંચો: Home Loan લેવાનું વિચારી રહ્યા છો? આ ચાર બાબતો પર ધ્યાન આપવું જરૂરી

અન્ય ખર્ચાઓ

આ ઉપરાંત પણ અન્ય ખર્ચા લાગે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી ઘર ખરીદીને ફાઇનાન્સ કરવા માટે હોમ લોન લેવાનું વિચારતા હોય તો તમારે લોન પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડી શકે છે. જે લોનની રકમ પર આધાર રાખે છે અને દરેક ધીરાણકર્તા મુજબ અલગ છે. પછી લોન અને પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પ્રિમીયમ, સ્થળાંતર ખર્ચ વગેરે આવે છે. યુટિલિટી કનેક્શન્સ માટે ટ્રાન્સફર અને ડિપોઝિટ ફી, મ્યુટેશનના ચાર્જીસ વગેરે પણ ચૂકવવા પડે છે. જો તમે રીસેલ પ્રોપર્ટી ખરીદો છો તો, સમારકાર અને રીનોવેશન ખર્ચ પણ લાગી શકે છે. આ ઉપરાંત જો તમે ફર્નિચર વગરનું અને કાચું મકાન ખરીદો છો તો, ઇન્ટીરીયર, ઇર્નિચર અને ફિટિંગના ખર્ચ પણ લાગે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: GST, Personal finance, Property, હોમ લોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन