Big News: જીએસટી અધિકારીઓએ ઝડપી અધધધ... 241 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી

News18 Gujarati
Updated: December 27, 2019, 4:21 PM IST
Big News: જીએસટી અધિકારીઓએ ઝડપી અધધધ... 241 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી
પ્રતિકાત્મક તસવીર

મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેને એક સ્થાનિક કોર્ટે 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

  • Share this:
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં એક મોટી ટેક્સ ચોરીનો ભાંડો ફૂટ્યો છે. અધિકારીઓએ 1600 કરોડ રૂપિયાની નકલી રશીદો દ્વારા 241 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરનારી ગેંગનો બાંડો ફોડ્યો છે. આ ગેંગનો પર્દાફાશ કેન્દ્રીય જીેસટીના દક્ષિણ દિલ્હી આયુક્તાલયના કર ચોરી વિભાગે કર્યો છે. તપાસકર્તાની એક ટુકડીએ કેટલાક અઠવાડીયાની મહેનત બાદ દેશભરમાં કંપનીઓની જાળનો પર્દાફાશ કર્યો છે અને તેમની કામ કરવાની રીતનો ભાંડો ફોડ્યો છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેને એક સ્થાનિક કોર્ટે 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપીએ વિભિન્ન વ્યક્તિઓના ઓળખપત્રોનો દુરુપયોગ કરી અનેક કંપનીઓ બનાવી હતી.

મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી આ મામલામાં સંલિપ્ત 120થી વધારે મામલાની ખબર પડી છે, જેમણે 1600 કરોડ રૂપિયાની નકલી રશીદો દ્વારા 241 કરોડ રૂપિયાની કરચોરી કરી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તપાસમાં એક સંગઠિત ગેંગની ઓળખ થઈ છે, જે કંપનીઓ બનાવી નકલી રશીદો દ્વારા કર તથા નકલી ઈ-વે બિલ દ્વારા કર ક્રેડિટની સુવિધાનો દુરઉપયોગ કરતો હતો.

લાગુ થયો એક વધુ નવો નિયમ
તમને જણાવી દઈએ કે, જો કોઈ પોતાનું જીએસટી રિટર્ન દાખલ નથી કરતું તો તમને મોંઘુ પડી શકે છે. આગામી સમયમાં જીએસટી રિટર્ન દાખલ નહી કરવા પર જીએસટી અધિકારી તમારી પ્રોપર્ટી અથવા બેન્ક એકાઉન્ટને અટેચ કરી શકે છે. હાલમાં જ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી) તરફથી જાહેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં જીેસટી અધિકારીઓને આ અધિકાર આપવામાં આવ્યો છે.સીબીઆઈસી તરફથી જાહેર કરાયેલા નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર અનુસાર, જો કોઈ કંપની વારંવાર નોટિસ મોકલ્યા બાદ પણ જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળ રહે છે તો જીએસટી અધિકારી આવી કંપનીની સંપત્તિ અને બેન્ક એકાઉન્ટને એટેચ કરી શકે છે. આંકડા અનુસાર દેશમાં 1 કરોડથી વધારે નોંધાયેલી સંસ્થા-કંપની-વેપારી-એજન્સીઓ જીએસટી રિટર્ન દાખલ નથી કરી રહી.
First published: December 27, 2019, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading