બે મહિના GST ફાઈલ નહિં કરનારના E-Way બિલ જનરેટ નહિં થાય

આ પરિસ્થિતિમાં સમયસર જીએસટી રિટર્ન ન ભરનાર લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે

News18 Gujarati
Updated: January 9, 2019, 1:33 PM IST
બે મહિના GST ફાઈલ નહિં કરનારના E-Way બિલ જનરેટ નહિં થાય
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 9, 2019, 1:33 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: નોન-કમ્પલીએન્ટ બિઝનેસ માટે રિટર્ન ફાઈલ કરવામાં કડક વલણ દાખવતા નાણા મંત્રાલયે એ સપ્લાયર્સને ઈ-વે બિલ જનરેશન અટકાવવાનો નિયમ બનાવ્યો છે, જે લોકોએ સતત બે ટેક્સ અવધિઓમાં જીએસટી રિટર્ન નથી ભર્યો.

આ પરિસ્થિતિમાં સમયસર જીએસટી રિટર્ન ન ભરનાર લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. વર્ષ 2017ના જુલાઈમાં ભારતમાં જીએસટી ટેક્સ સિસ્ટમને લાગુ કરવામાં આવી હતી.

એવું ધ્યાનમાં આવ્યું છે કે, જ્યારથી આ પ્રથા અમલી બનાવી છે ત્યારથી ઘણા બધી વેપારીઓ રિટર્ન ફાઈલ કરવામાં આનાકાની કરી રહ્યા છે. આ રીતે લગભગ 30 ટકા કરદાતાઓએ ગયા ડિસેમ્બરમાં 29 ટકા કરદાતાએ જીએસટી રિટર્ન ફાઈલ નથી કર્યા . આ સ્થતિમાં સરકારે કરદાતાઓ માટે નિયમો કડક બનાવતા બે મહિના સતત રિટર્ન ફાઈલ કરનાર વેપારીઓને ઈ-વે બિલ જનરેશન અટકાવી દીધુ છે.

આ પણ વાંચો, વચગાળાનું નહિ, 2019માં 'પૂર્ણ બજેટ' રજુ કરશે મોદી સરકાર

ઉલ્લેખનીય છે કે, દર મહિને 20 તારીખે આ ફાઈલ કરવાનો હોય છે. ઈ-વે બિલ એ સામાન માટે જરૂરી હોય છે જેની કિંમત 50 હજારથી વધુની હોય છે. માલ-સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક કોમન પોર્ટલથી આને જનરેટ કરવામાં આવે છે. આમાં સપ્લાયર્સ ફોર્મનો ભાગ એ ભરવાનો હોય છે. આ જ ફોર્મનો ભાગ બી ઈ-વે બિલ ટ્રાન્સપોર્ટરે ભરવાનો હોય છે.
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...