Home /News /business /

GST કાઉન્સિલે નાના ધંધાર્થીઓને આપી રાહત!

GST કાઉન્સિલે નાના ધંધાર્થીઓને આપી રાહત!

આ બેઠકમાં સોલર પાવર જનરેશન સિસ્ટમ અને વિંડ ટર્બાઈન પ્રોજેક્ટ પર જીએસટી દર ઓછા કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ગત મહિને રાજ્યોના નાણામંત્રી સાથે જીએસટી કાઉન્સિલની બેઠક થઈ હતી, જેમાં ઈલેક્ટ્રીક વ્હીકલ, ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન અ ને ભાડા પર ઈલેક્ટ્રીક વ્હીકલમાં જીએસટીમાં છૂટ આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

GST કાઉન્સિલની બુધવારે મળેલી બેઠકમાં 3બી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે

    ન્યૂઝ18 ગુજરાતી: ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)નું જીએસટીઆર-3બી (જીએસટી રિટર્ન) હવે 22 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. GST કાઉન્સિલની બુધવારે મળેલી બેઠકમાં 3બી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે. હવે રિટર્ન 22 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે, જમ્મુ-કાશ્મીરમાં 28 ફેબ્રુઆરી સુધી રિટર્ન ભરી શકાશે.

    કોણ ફાઇલ કરે છે GSTR-3B રિટર્ન

    1.50 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવરવાળા ધંધાર્થી GSTR-3B, GSTR-5 અને GSTR-5A 22 ફેબ્રુઆરી 2019 સુધી ભરી શકે છે. આમાં તેમણે બધી જ ખરીદ-વેચાણની જાણકારી આપવી પડશે. જીએસટીઆર-3બી રિટર્નમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ, અંતરરાજ્યો વેપાર અને અનરજિસ્ટર્ડ ડીલર સાથે કરવામાં આવેલું બિઝનેસ, ટેક્સ ફ્રી પ્રોડક્ટની જાણકારી આપવાની હોય છે.

    NRI ભરે છે GSTR-5 અને GSTR-5A

    જીએસટીઆર-5 નોન-રેસિડેન્ટ (એનઆરઆઇ) રજિસ્ટર્ડ ડીલરને ભરવાનું રહે છે. એવા એનઆરઆઇ જે ભારતમાં અમુક દિવસો માટે જ આવે છે અને ભારતમાં બિઝનેસ અથવા ટ્રેડ કરી નાણાં કમાવે છે. ભારતમાં કરેલા બિઝનેસની માહિતી GSTR-5 દ્વારા આપવાની રહે છે. રિટર્નમાં એનઆરઆઇ ધંધાર્થીએ ખરીદ-વેચાણી માહિતી આપાની રહે છે. એનઆરઆઇ સર્વિસ પ્રોવાઇડરને ડિસેમ્બર મહિનાનું GSTR-5A 22 ફેબ્રુઆરી સુધી ફાઇલ કરવાનું રહેશે.

    આ પણ વાંચો: LICની કન્યાદાન પોલિસી: માત્ર રૂ. 121માં કરો શરૂ, મળશે 27 લાખ રૂપિયા

    અહીંથી ડાઉનલોડ કરી શકાય છે જીએસટી રિટર્ન ફોર્મ

    ધંધાર્થી અને ટ્રેડર્સ આ લિંક https://www.gst.gov.in પર ક્લિક કરી જીએસટીઆર રિટર્ન ફોર્મ અને ઓફલાઇન ટૂલ ડાઉનલોડ કરી શકે છે.

    જીએસટી પોર્ટલ પર આમ અપલોડ થશે રિટર્ન

    ટેક્સપેયર્સે https://www.gst.gov.in/ પર લોગઇન કરવાનું રહેશે. વેબસાઇટ પર સર્વિસના ઓપ્શન પર ક્લિક કરો. સર્વિસની નીચે 'રિટર્ન'નું ઓપ્શન હશે. તેની પર ક્લિક કરો. સિસ્ટમ તમારું યુઝર નામ અને પાસવર્ડ માગશે. જે બાદ જીએસટીઆર રિટર્ન અપલોડ કરી દો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Extended

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन