વેપારીઓ માટે ખુશખબર! 1 એપ્રિલથી નહીં કરવું પડે GST રજિસ્ટ્રેશન

નાણા મંત્રી અરુણ જેટલી (ફાઇલ ફોટો)

નાણા મંત્રાલય તરફથી GST રજિસ્ટ્રેશનની મર્યાદા વધારવાનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે

 • Share this:
  નાના વેપારીઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. નાણા મંત્રાલય તરફથી GST રજિસ્ટ્રેશનની મર્યાદા વધારવાનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. હવે 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવર પર રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. આ છૂટ 1 એપ્રિલથી લાગુ થશે. તેના કારણે નાના અને મધ્યમ ઉદ્યમોને મોટો ફાયદો થશે. આ ઉપરાંત 1.5 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનારા એકમોને કંપોજીશનની યોજના પણ 1 એપ્રિલથી લાગુ થશે. આપને જણાવી દઈએ કે આ પહેલા ગત સપ્તાહે જીએસટી પર મંત્રીઓની એક સમિતિએ રજિસ્ટ્રેશન માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા વધારવા અંગે સહમતિ દર્શાવી હતી.

  10 લાખથી વધુ વેપારીઓને મળશે ફાયદો: કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયથી નાના વેપારીઓને ફાયદો થશે. જીએસટીમાં છૂટની સીમાને 20 લાખ રૂપિયાથી વધારીને 40 લાખ રૂપિયા કરવાથી લગભગ 10 લાખ નાના વેપારી ટેક્સ દાયરાથી બહાર થઈ શકે છે જે એક સારો સંકેત છે.

  10 જાન્યુઆરીએ લેવાયો હતો નિર્ણય: નાણા મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે 10 જાન્યુઆરીએ આ નિર્ણય લીધો હતો. બેઠકમાં રાજ્યના નાણા મંત્રી સામેલ હતા. નાણા મંત્રાલયના નિવેદન મુજબ આ નિર્ણય 1 એપ્રિલથી પ્રભાવી થશે.

  આ પણ વાંચો, હવે UPI દ્વારા પણ જમા કરી શકાશે ટેક્સ, IT વિભાગ તૈયાર કરી રહી છે સિસ્ટમ

  નાણા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વસ્તુઓના આપૂર્તિકર્તાઓ માટે જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન અને ચૂકવણીથી છુટ માટે બે સીમા છે. એક સીમા 40 લાખ રૂપિયા અને બીજી સીમા 20 લાખ રૂપિયા છે. રાજ્યોની પાસે એક સીમા અપનાવવાનો વિકલ્પ છે.

  સેવા પ્રદાન કરનારાઓને રજિસ્ટ્રેશન માટે સીમા 20 લાખ રૂપિયા તથા વિશેષ શ્રેણીવાળા રાજ્યોના મામલામાં સીમા 10 લાખ રૂપિયા છે. સાથોસાથ જીએસટી કંપોજીશન યોજના હેઠળ હવે 1.5 કરોડ રૂપિયાનો કારોબાર કરનારા વેપારી આવશે જ્યારે અત્યાર સુધી આ સીમા 1.0 કરોડ હતી. તેના હેઠળ વેપારીઓને એક ટકા ટેક્સ આપવો પડે છે. તે 1 એપ્રિલથી પ્રભાવી થશે.
  Published by:Mrunal Bhojak
  First published: