એક જ પ્રોજેક્ટના અલગ-અલગ ટાવર્સના GST દર અલગ-અલગ હોઈ શકે છે. કેમ કે, જીએસટી કાઉન્સીલના નિર્ણય અનુસાર, બિલ્ડરો માટે નવા કે જુના દર 10મે સુધી પસંદ કરવાની આઝાદી છે. સરકારે એક વખત ફરી સ્પષ્ટિકરણ જાહેર કરી આ સ્પષ્ટતા કરી છે. અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ-મકાન અફોર્ડેબલ હાઉસિંગ પર નિર્ણય 19 માર્ચના રોજ થયો છે. જીએસટીના નવા દર એક એપ્રિલથી લાગૂ થયા છે, જે હેઠળ વ્યાજબી ભાવના ઘર પર 1 ટકા અને બીજા ઘરો પર 5 ટકા GSTની ચૂકવણી કરવી પડશે.
પહેલા આ દર ક્રમશ: 8 ટકા અને 12 ટકા હતા. જે રોયલ્ટી પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન ચાલુ છે, તેમણે નવા અને જુના દરમાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. સીબીઆઈસીએ કહ્યું છે કે, બિલ્ડરોએ 10મે સુધીમાં આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે.
જે રિયલ્ટી પ્રોજક્ટ્સનું કન્સ્ટ્રક્શન 1 એપ્રિલ 2019 બાદ શરૂ થયું છે, તેમને આ પ્રકારનો વિકલ્પ નથી આપવામાં આવ્યો. 1 એપ્રિલ 2019 બાદથી શરૂ થયેલા રિયલ્ટી પ્રોજેક્ટ પર ફરજીયાત રીતે 1 ટકા અને 5 ટકાના નવા જીએસટી દર લાગશે. સીબીઆઈસીના સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે, જીએસટી દર વ્યવસ્થાને પસંદ કરવાનો વિકલ્પ બિલ્ડર પાસે હશે, ના કે બાયર પાસે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર