મધ્યમવર્ગ માટે ખુશખબર, હવે મકાન લેવું થશે સસ્તુ, GST દરમાં ઘટાડો

News18 Gujarati
Updated: February 25, 2019, 7:50 AM IST
મધ્યમવર્ગ માટે ખુશખબર, હવે મકાન લેવું થશે સસ્તુ, GST દરમાં ઘટાડો
જીએસટી કાઉન્સીલની આજે બેઠક યોજાઈ હતી, જેમાં મકાન પરના GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

જીએસટી કાઉન્સીલની આજે બેઠક યોજાઈ હતી, જેમાં મકાન પરના GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

  • Share this:
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં એક પછી એક ખુશખબરી દેશના નાગરીકોને મળી રહી છે. મોદી સરકારે મકાન પરના GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, આને લીધે મકાન ખરીદવું હવે સસ્તુ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જીએસટી કાઉન્સીલની આજે બેઠક યોજાઈ હતી, જેમાં મકાન પરના GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સીલના આ નિર્ણયથી મોટો ફાયદો ઘર ખરીદનાર અને બિલ્ડરને પણ થશે.

કેટલો હતો પહેલા જીએસટી દર

આ પહેલા અંડર કન્સ્ટ્રક્શન મકાન કે પ્રોપર્ટી પર 12 ટકા જીએસટી લાગતો હતો, જેને લઈ મકાન ખરીદનારે 12 ટકાના દરે જીએસટી ચાર્જ સરકારને આપવો પડતો હતો.

હવે કેટલો લાગશે જીએસટી
જીએસટી કાઉન્સીલની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સીલના નિર્ણય અનુસાર, હવે અન્ડર કન્સ્ટરક્શન પ્રોપર્ટી પર જીએસટી દર 5 ટકા લાગતો હતો, આ પહેલા આ દર 12 ટકા હતો. એટલે કે, સીધો સાત ટકા જીએસટી ઓછો ભરવો પડશે. જેનો સીધો ફાયદો મકાન ખરીદનારને મળશે.આટલું જ નહી, મકાન વિહોણા ગરીબ, મધ્યમવર્ગને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ સરકારી સંસ્થા દ્વારા આપવામાં આવતા વ્યાજબીભાવના મકાન પર હવે સરકાર 1 ટકા જ જીએસટી લેશે. એટલે કે, વ્યાજબીબાવે મળતું મકાન વધારે વ્યાજબી ભાવે ખરીદી શકાશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા એપોર્ડેબલ મકાન પર સરાકર 8 ટકા જીએસટી વસુલતી હતી.

 
First published: February 24, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading