Home /News /business /

GST Rate: મોદી સરકાર જીએસટીમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં, સ્લેબ ઘટી જશે પણ દર વધી જશે

GST Rate: મોદી સરકાર જીએસટીમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં, સ્લેબ ઘટી જશે પણ દર વધી જશે

હાલમાં જીએસટીના ચાર સ્લેબમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થાય છે

GST slab - જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં ફેરબદલ પર મહોર મારવામાં આવે તેવી શક્યતા છે. મે ના ત્રીજા અઠવાડિયામાં કાઉન્સિલની બેઠક (GST Council) મળી શકે છે

એક તરફ સામાન્ય માણસો ભાવ વધારાના કારણે અકળાઈ રહ્યા છે, બીજી તરફ મોદી સરકાર (Modi government) આગામી બે વર્ષમાં ટેક્સની આવક (Tax income) વધારવા જીએસટી (goods and services tax)ના દરોમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ જીએસટીના નીચલા સ્લેબના દરમાં વધારો થઇ શકે છે. જ્યારે સ્લેબ ચારમાંથી ત્રણ થઈ શકે છે. આ ઉપરાંત વધુ વપરાશ અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટીના દરોને તર્કસંગત બનાવવામાં આવી શકે છે. હાલ 480 વસ્તુઓ પર 18 ટકા જીએસટી લાગે છે અને કુલ જીએસટી કલેક્શનનો 70 ટકા હિસ્સો આ સેગમેન્ટમાંથી આવે છે.

12-18 ટકાના સ્લેબના સ્થાને નવો સ્લેબ આવશે!

હાલમાં જીએસટીના ચાર સ્લેબમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલ મુજબ, જીએસટીના નીચલા સ્લેબને 5 ટકાથી વધારીને 6-7 ટકા કરવામાં આવી શકે છે. જ્યારે 12 ટકા અને 18 ટકા સ્લેબને હટાવીને તેના સ્થાને 15 ટકાનો નવો સ્લેબ આવી શકે છે. 28 ટકાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો - નિવૃત્તિ બાદ દર મહિને 60,000 રૂપિયાનું પેન્શન મેળવવું છે? જાણો કેટલું રોકાણ કરવું પડશે

નીચા સ્લેબનો દર વધી શકે

જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં ફેરબદલ પર મહોર મારવામાં આવે તેવી શક્યતા છે. મે ના ત્રીજા અઠવાડિયામાં કાઉન્સિલની બેઠક (GST Council) મળી શકે છે. જીએસટીના 5 ટકાથી 6-7 ટકા અને 12 ટકાના સ્લેબથી 15 ટકા સુધીના નીચા સ્લેબની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આ સ્લેબમાં મોટાભાગે ખાદ્ય ચીજો અને દવાઓનો સમાવેશ થાય છે. જો કે, 18 ટકાનો સ્લેબ ઘટાડીને 15 ટકા સુધી લાવવાથી પણ કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

રાજ્યના નાણાં મંત્રીની સમિતિ એપ્રિલના અંત સુધીમાં જીએસટી કાઉન્સિલને દર સુધારણા અંગેનો પોતાનો અહેવાલ સુપરત કરે તેવી સંભાવના છે. તેમાં આવક વધારવા માટે વિવિધ પગલાં સૂચવવાનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સમિતિની અધ્યક્ષતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇ કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, જીએસટી કલેક્શન 2022માં તેના રેકોર્ડ બ્રેક સ્તરે પર પહોંચી ગયું અને 1,42,095 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે, જે અત્યાર સુધીની સૌથી વધુ રિકવરી છે. જીએસટી કલેક્શનમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે રહ્યું છે. મહારાષ્ટ્રમાં જીએસટીથી 20,305 કરોડ રૂપિયા આવ્યા છે. જ્યારે 9,158 કરોડ રૂપિયા સાથે ગુજરાત બીજા નંબરે અને 8,750 કરોડ રૂપિયા સાથે કર્ણાટક ત્રીજા નંબર પર છે. ત્યારબાદ તમિલનાડુ (8,023 કરોડ રૂપિયા), હરિયાણા (6,654 કરોડ રૂપિયા) અને ઉત્તર પ્રદેશ (6,620 કરોડ રૂપિયા)નો નંબર આવે છે.
First published:

Tags: Business, GST, Gst council

આગામી સમાચાર