સામાન્ય માણસની જરૂરિયાતની 50થી વધારે વસ્તુઓ શુક્રવાર એટલે કે 27 જુલાઈથી સસ્તી થઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડીએ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લગભગ 100 જેટલી ચીજ-વસ્તુ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં મંત્રાલય પિયૂષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28મી બેઠકમાં સેનેટરી નેપકીનને જીએસટીમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે, 1000 રૂપિયાના ચપ્પલ પર ટેક્સ ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સિવાય વોશિંગ મશીન પર ટેક્સ 28ને ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વ્યાપારીઓ માટે જીએસટી રિટર્ન નિયમ પણ સરળ કરી દેવામાં આવ્યો છે. હવે જીએસટી રિટર્ન ભરવાનું ફોર્મ માત્ર 1 પેજનું જ હશે. સાથે મહિનામાં 3 વખત રિટર્ન ભરવાની મુશ્કેલીમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.
નાણાં મંત્રી પિયૂષ ગોયલે બેઠક બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ટેક્સમાં ફેરફાર કર્યા બાદ 100થી વધારે વસ્તુઓ સસ્તી થશે.
આ સામાન થયા ટેક્સમાંથી બહાર સેનેટરી નેપકીન પરથી ટેક્સ ખતમ કરી દેવામાં આવ્યો છે. સાથે સ્ટોન, માર્બલ, રાખડી અને લાકડાની મૂર્તીઓ અને સાલના પત્તા પરથી જીએસટી હટાવી દેવામાં આવ્યો છે.
28 ટકાથી ઘટાડી 18 ટકા ટેક્સ કરાયો લીથિયમ બેટરી, ટીવી, વેક્યુમ ક્લીનર, ફૂડ ગ્રાઈન્ડર, મિક્સર, સ્ટોરેજ વોટર હિટર, હેંડ ડ્રાયર, પેંટ, વાર્નિશ, વોટર કુલર, મિલ્ક કૂલર, આઈસ્ક્રિમ કૂલર, પરફ્યૂમ્સ, ટોયલેટ સ્પ્રે પરથી જીએસટી ઘટાડી 18 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલા આ વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લેવામાં આવતો હતો.
આ સામાન પર ટેક્સ ઘટાડી 12 ટકા કરાયો નાણાં મંત્રાલયે જણાવ્યું કે, હેંડબેગ્સ, જ્વેલરી બોક્સ, પેંટિંગ માટે ઉપયોગમાં લેવાતું વુડન બોક્સ, આર્ટવેયર ગ્લાસ, હેંડમેડ લેંપ્સ વગેરે વસ્તુ પર ટેક્સ ઘટાડી 12 ટકા કરવામાં આવ્યો છે.
વ્યાપારીઓને મળશે મોટી રાહત આ સાથે વ્યાપારીઓ માટે જીએસટી રિટર્ન સરળ થયા છે. હવે જીએસટી રિટર્ન ભરવાનું ફોર્મ માત્ર 1 પેજનું હશે. સાથે મહિનામાં 3 વખત રિટર્ન ભરવામાંથી મુક્તી આપવામાં આવી છે. હવે 5 કરોડ રૂપિયાના ટર્ન ઓવર સુધીના વ્યાપારીઓએ ત્રણ મહિને રિટર્ન ભરવાનું રહેશે.
4 ઓગષ્ટે જીએસટી કાઉન્સિલની સ્પેશ્યલ બેઠક નાણાં મંત્રાલયે જણાવ્યું કે, 4 ઓગષ્ટે જીએસટી કાઉન્સિલની સ્પેશ્યલ બેઠકમાં એમએસએમઈ સેક્ટરને રાહત આપવાનો વિચાર થશે. આ બેઠક દિલ્હીમાં થશે. સાથે નાણાંમંત્રીએ કહ્યું કે, રિવર્સ ચાર્જ મેકેનિઝ્મને 30 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવ્યો છે.
શું છે રિવર્સ ચાર્જ મેકેનિઝ્મ? રિવર્સ ચાર્જ મેકનિઝ્મ હેઠળ કોઈ સામાન કે સર્વિસ મેળવનાર વ્યક્તિએ જીએસટી એકત્ર કરીને તેણે સરકાર પાસે જમા કરવાનું હોય છે. આ પ્રોવિઝન હાલમાં કામ નથી કરી રહ્યું. આનો ઉપયોગ ગુડ્સ કે સર્વિસિસ અથવા બંનેની સપ્લાય કરનાર કોઈ અનરજિસ્ટર્ડ વ્યક્તિ માટે જ હતી. એવા મામલામાં ગુડ્સ-સર્વિસીસ લેનાર વ્યક્તિને જીએસટી લગાવી તેણે રિવર્સ ચાર્જ બેસિસ પર એકત્ર કરવાનું હોય છે. આનાથી ટેક્સની ચૂકવણી સુનિશ્ચિત કરી શકાશે. સરકારનું માનવું છે કે, કાયદામાં સંશોધન કરી રિવર્સ ચાર્જને લાગૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ તેવા મામલામાં લગાવવામાં આવી શકે છે, જ્યાં મોટા સ્તરે ટેક્સ ચોરીની આશંકા છે. વ્યક્તિએ જણાવ્યું કે, એ અનિવાર્ય નહી હોય, પરંતુ જ્યાં આની જરૂરીયાત હોય ત્યાં લાગૂ કરી શકાશે. આની શરૂઆત કંપોઝિશન સ્કીમ સાથે કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર