આ 30 વસ્તુઓ થઈ શકે છે સસ્તી! 21 જુલાઈએ બેઠકમાં GST કાઉન્સિલ લઈ શકે છે નિર્ણય

 • Share this:
  GST કાઉન્સિલની મહત્વની બેઠક 21 જુલાઈના રોજ થનાર છે. આ બેઠકમાં લગભગ 30-40 વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે. સીએનબીસી આવાજને સુત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે તેમાં મોટા ભાગની દરરોજની જીવન જરૂરીયાત વસ્તુઓ જેવી કે સેનેટરી, નેપકિન, ભગવાનની મૂર્તિઓ. હેન્ડલુમનો સમાવેશ થાય છે. કાઉન્સિલની બેઠકમાં એવિએશન સેક્ટરને મોંઘા ફ્યુલમાંથી રાહત મળવાની આશા ઓછી છે કારણ કે એટીએફ અને નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડાનો આ વખતે એજન્ડામાં સમાવેશ કર્યો નથી.

  સુત્રોના મતે બેઠકમાં 28 ટકાવાળી વસ્તુમાં જીએસટીના ઘટાડા પર ચર્ચા મુશ્કેલ છે. જોકે જીએસટીના ઘટાડા પર વિત્ત મંત્રાલયે મંજુરી આપી નથી. સુત્રોના હવાલાથી મળેલી જાણકારી પ્રમાણે આરસીએમને સીજીએસટીથી હટાવવા પર વિત્ત મંત્રાલયની મંજુરી છે. જીએસટી કાઉન્સિલ પાસે આરસીએમ પર નિર્ણય લેવાનો અધિકાર છે.

  વાર્ષિક 1600 કરોડના નુકસાનનો અંદાજ
  સીમેન્ટ અને પેંટ પર ટેક્સમાં 10 ટકાના ઘટાડાથી સરકારને દર વર્ષે ક્રમશ 10 હજાર કરોડ રૂપિયા અને 5-6 હજાર કરોડ રૂપિયાની રેવન્યૂની નુકસાન થવાની ધારણા છે. પ્રેસિયસ મેટલ્સ અને સ્ટોન્સ માટે વિશેષ 3 ટકા ટેક્સને છોડી દેવામાં આવે તો હાલ જીએસટીના 4 સ્લેમ - 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા છે.

  એટીએફને જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ
  હાલ ક્રુડ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફ જેવા પેટ્રોલિયમ ફ્યુલ જીએસટીના દાયરામાંથી બહાર છે. વિત્ત મંત્રાલયના મતે નેચરલ ગેસને નવા ઇનડાયરેક્ટ ટેક્સ રેજીમમાં આસાનાથી લાવી શકાય છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એટીએફને જીએસટીના દાયરામાં લાવવા અને 12 ટકા ટેક્સ લગાડવાની ભલામણ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: