Home /News /business /

GST Council Meeting : હોટેલમાં રહેવું, હોસ્પિટલનો ખર્ચ અને ઘરના વાસણો સહિત આ વસ્તુઓ થશે મોંઘી

GST Council Meeting : હોટેલમાં રહેવું, હોસ્પિટલનો ખર્ચ અને ઘરના વાસણો સહિત આ વસ્તુઓ થશે મોંઘી

28-29 જૂને જીએસટી કાઉન્સિલની બેઠક

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠક 28-29 જૂને યોજાવાની છે. છ મહિના બાદ કાઉન્સિલની બેઠક મળી રહી છે.

    આગામી જીએસટી કાઉન્સિલની બેઠક (GST Council Meeting)માં કેટલીક વસ્તુઓના જીએસટી દરો (GST rates)માં ફેરફાર થઇ શકે છે. જેના પરિણામે બજેટ હોટેલમાં રહેવાનું, હૉસ્પિટલનો ખર્ચ, વૉટર પમ્પ અને ઘરનાં વાસણો વગેરે મોંઘાં થઈ શકે (Can be expensive) છે.

    28-29 જૂને જીએસટી કાઉન્સિલની બેઠક


    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠક 28-29 જૂને યોજાવાની છે. છ મહિના બાદ કાઉન્સિલની બેઠક મળી રહી છે. ત્યારે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈની અધ્યક્ષતાવાળી સમિતિએ અનેક ઉત્પાદનો અને સેવાઓ પર જીએસટી દર વધારવાની ભલામણ કરી છે.

    કટલરી મોંઘી થશે


    મીંટના અહેવાલ મુજબ સમિતિએ પ્રિન્ટિંગ, લેખન અને ડ્રોઇંગની શાહી, છરી, ચમચી, પ્લેટ અને અન્ય કટલરી પર જીએસટી 12થી વધારીને 18 ટકા કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ડેરી મશીનરી, એલઇડી લેમ્પ્સ, ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ જીએસટી વધારીને 18 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. બીજી તરફ સોલર વોટર હીટર અને લેધર પર જીએસટી 5થી વધારીને 12 ટકા કરવાનું સૂચન પણ થયું છે. કેટલીક આઉટસોર્સ સેવાઓ પરના જીએસટી દરમાં પણ વધારો થવાની ધારણા છે.

    આ પણ વાંચો -ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવવાની તૈયારીમાં સરકાર

    અમુક B to B ટ્રાન્ઝેક્શન પર પણ ટેક્સ છૂટ પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવી છે. નોન-ઇકોનોમી ક્લાસમાં નોર્થ ઇસ્ટ અને બાગડોગરાની હવાઇ મુસાફરી અને રેલવે કે સડક માર્ગે પરિવહન સેવાઓ પર કરમુક્તિ દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ આ બેઠકમાં જીએસટી કાઉન્સિલ કસીનો, ઓનલાઇન ગેમ્સ અને રેસકોર્સ પર 28 ટકા જીએસટીની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરે તેવી શક્યતા છે.

    આ પણ વાંચો -RBIએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ટોકનાઈઝેશન કરવાની સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર કરી

    ઓનલાઈન ગેમિંગ અને કસીનોમાં 28 ટકા જીએસટીનું સૂચન


    મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની આગેવાની હેઠળના બીજા સમૂહ ભલામણ કરી છે કે, કેસિનોમાં ખેલાડીઓ દ્વારા મૂકવામાં આવેલા વ્યક્તિગત દાવ પર નહીં પણ ખરીદવામાં આવેલી ચિપ્સ અથવા કોઇન્સના મૂલ્ય પર 28 ટકા જીએસટી લાગુ થવો જોઈએ.

    પ્રસ્તાવ મુજબ ઓનલાઈન ગેમિંગના કિસ્સામાં ખેલાડીએ ભાગ લેવા માટે ચૂકવેલી રકમ પર 28 ટકાના દરે જીએસટી લાગવો જોઈએ. પેનલે કેસિનો, ઓનલાઇન ગેમ્સ અને રેસ કોર્સ પર 28 ટકા જીએસટી લાગુ કરવાનું સૂચન કર્યું છે. પેનલની ભલામણ છે કે, એક વખત કેસિનોમાં કોઇન્સ કે ચિપ્સની ખરીદી પર જીએસટી લાગી જાય પછી દાવના દરેક રાઉન્ડ પર વધુ જીએસટી થવો ન જોઈએ.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: GST

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन