GST કાઉન્સિલે ટેક્સપેયર્સને આપી રાહત, GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારી

News18 Gujarati
Updated: December 18, 2019, 10:58 PM IST
GST કાઉન્સિલે ટેક્સપેયર્સને આપી રાહત, GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારી
GST કાઉન્સિલે ટેક્સપેયર્સને આપી રાહત, GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારી

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 38મી બેઠક મળી

  • Share this:
નવી દિલ્હી : વિત્ત મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલ(GST Council)ની 38મી બેઠકમાં ટેક્સપેયર્સને રાહત મળી છે. GST કાઉન્સિલે વિત્ત વર્ષ 2017-18 માટે GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારીને 31 જાન્યુઆરી 2020 કરી દીધી છે.રેવન્યૂ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે લેટથી GSTR-1 ફાઇલ કરવા વાળા ટેક્સપેયર્સની લેટ ફી માફ કરવામાં આવી છે. બધા ટેક્સપેયર્સ માટે લેટ ફી માફ કરવામાં આવી છે.

લોટરી પર એક માર્ચથી 28 ટકાના દરથી એક સરખો ટેક્સ પ્રભાવી થશે. હાલ લોટરી પર બે પ્રકારની ટેક્સ વ્યવસ્થા છે. જેમાં રાજ્યની લોટરીની રાજ્યમાં વેચાણ પર 12 ટકા અને રાજ્યની બહાર વેચાણ પર 28 ટકાના દરથી જીએસટી લગાવવામાં આવે છે. GST કાઉન્સિલ બુધવારે પ્રથમ વખત કોઈ નિર્ણય લેવા માટે મતદાનનો સહારો લીધો હતો. લોટરી પર કરને લઈને આ બાબત બની હતી.

આ પણ વાંચો - NCLATનો આદેશ - સાયરસ મિસ્ત્રીને ફરી બનાવવામાં આવે ટાટા સન્સના ચેરમેન

21 રાજ્યોએ 28 ટકા ટેક્સ જીએસટી લગાવવાનું સમર્થન કર્યું હતું. જ્યારે સાત રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો. લોટરી ઉદ્યોગ લાંબા સમયથી 12 ટકાના દરથી એકસમાન ટેક્સ લગાવવાની અને ઇનામની રકમને કરમુક્ત કરવાની માંગણી કરી રહ્યો હતો.

GST કાઉન્સિલના નિર્ણયો
- જીએસટી કાઉન્સિલે લેન્ડ લીઝ જીએસટી દર 1 જાન્યુઆરી 2020થી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.- આ સાથે જીએસટી કાઉન્સિલ Woven અને Non-Woven બેગો પર 1 માર્ચ 2020થી 18 ટકા ટેક્સ લગાવવા પર સહમત થયું છે.
- GST કાઉન્સિલે વિત્ત વર્ષ 2017-18 માટે GSTR-9 ફાઇલ કરવાની ડેડલાઇન વધારીને 31 જાન્યુઆરી 2020 કરી દીધી છે.
First published: December 18, 2019, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading