મોબાઈલ ખરીદવા મોંઘા થશે, GST Councilએ રેટ વધારવાનો નિર્ણય કર્યો

News18 Gujarati
Updated: March 14, 2020, 9:40 PM IST
મોબાઈલ ખરીદવા મોંઘા થશે, GST Councilએ રેટ વધારવાનો નિર્ણય કર્યો
જીએસટી કાઉન્સિલની (GST Council)બેઠક શનિવારે મળી

જીએસટી કાઉન્સિલની શનિવારે 39મી બેઠક મળી

  • Share this:
નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની (GST Council)બેઠક શનિવારે મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે ફર્ટિલાઇઝર્સ અને ફૂટવિયર પર લાગતા જીએસટી રેટમાં (GST Rates)કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મળેલી જાણકારી પ્રમાણે ટેક્સટાઇલ આઈટમ્સ પર ઉપર પણ જીએસટી રેટને તર્કસંગત કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જોકે કાઉન્સિલે મોબાઇલ ફોન પર લાગતા જીએસટી રેટ 12 ટકા વધારીને 18 ટકા કરી દીધા છે. કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે B2B સપ્લાઇ અને એક્સપોર્ટ્સ માટે GSTR-1 ફોર્મ ભરવું ફરજીયાત હશે.

જીએસટી કાઉન્સિલની શનિવારે 39મી બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા રાજ્યોના વિત્ત મંત્રી અને વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર પડનાર પ્રભાવો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - 30 દિવસમાં આવી જશે કોરોના પર કાબુ! ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

જુલાઈ 2020 સુધી ઇન્ફોસિસ શાનદાર જીએસટીએન સિસ્ટમ સુનિશ્ચિત કરશે. ઇન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણીએ આ બેઠકમાં ભાગ લીધો હતો. નંદન નિલેકણીએ જીએસટીએન સંબંધિત ખામીઓ દૂર કરવા માટે જાન્યુઆરી 2020 સુધીનો સમય માંગ્યો હતો. કાઉન્સિલે ઇન્ફોસિસને કહ્યું હતું કે તે મેનપાવર વધારીને પોતાની હાર્ડવેયર ક્ષમતા વધારીને નક્કી કરેલા સમયમાં પોતાના કામ પુરા કરે.

આ પણ વાંચો - યસ બેંક ખાતાધારકો માટે ખુશખબર, નાણા મંત્રીએ કહ્યું- આ દિવસથી હટી જશે બધા પ્રતિબંધ
First published: March 14, 2020, 9:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading