GST Council Meeting: ઘણી જીવનરક્ષક દવાઓ સસ્તી થઇ, જાણો પેટ્રોલ-ડીઝલ પર શું કર્યો નિર્ણય

લખનઉમાં શુક્રવારે GST કાઉન્સિલની બેઠક (GST Council meeting)નાણાં મંત્રી નિર્મલા સીતારમણની (FM nirmala sitharaman)આગેવાનીમાં મળી હતી

gst council meeting 2021- વિત્તમંત્રીએ જાહેરાત કરી કે કોરોનાની સારવાર સાથે જોડાયેલી જે દવાઓ પર જીએસટી દર 30 સપ્ટેમ્બર સુધી ઘટાડ્યો હતો તેને વધારીને 31 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યો છે

  • Share this:
    નવી દિલ્હી : લખનઉમાં શુક્રવારે GST કાઉન્સિલની બેઠક (GST Council meeting)નાણાં મંત્રી નિર્મલા સીતારમણની (FM nirmala sitharaman)આગેવાનીમાં મળી હતી. જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. બેઠક પછી મીડિયાને સંબોધિત કરતા નાણાં મંત્રીએ પેટ્રોલ (Petrol price)અને ડીઝલને (Diesel price)જીએસટીના દાયરામાં લાવવાની અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. વિત્ત મંત્રીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને હાલ જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. રેવન્યૂ સાથે જોડાયેલા ઘણા મુદ્દા પર તે માટે વિચાર કરવો પડશે.

    વિત્ત મંત્રીએ કહ્યું કે શું પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તે મુદ્દા પર કોર્ટના નિર્દેશના કારણે ચર્ચા થઇ. ઘણા સભ્યોએ સ્પષ્ટ રીતે કહ્યું કે તે નથી ઇચ્છતા કે જીએસટીના દાયરામાં લાવવામાં આવે.

    આ પહેલા અટકળો હતી કે કાઉન્સિલ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર નિર્ણય કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે તો પેટ્રોલ 28 રૂપિયા અને ડીઝલ 25 રૂપિયા સસ્તું થઇ શકે છે. હાલ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ 110 અને ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે.

    આ પણ વાંચો - સંપૂર્ણ સુધારા પહેલા ભારતીય અર્થવ્યસ્થા સામે છે 7 નવા પડકારો

    GST કાઉન્સિલે જીવન રક્ષક દવાઓને જીએસટી ફ્રી કરી દીધી છે. વિત્તમંત્રીએ જાહેરાત કરી કે કોરોનાની સારવાર સાથે જોડાયેલી જે દવાઓ પર જીએસટી દર 30 સપ્ટેમ્બર સુધી ઘટાડ્યો હતો તેને વધારીને 31 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યો છે. જીએસટી દરમાં આ કટોતી ફક્ત રેમડેસીવિર જેવી દવાઓ માટે છે. તેમાં મેડિકલ ઉપકરણ સામેલ નથી. આ પહેલા જે લિસ્ટ જાહેર કરવામાં આવી હતી તેમાં ઘણા પ્રકારના બીજા ઉપકરણ પણ સામેલ હતા.

    નિર્મલા સીતારમણે કહ્યું કે અમે જનતાના હિતો વાળા નિર્ણયો કર્યા છે. આ બધા લાંબા સમયથી અટકી પડ્યા હતા. આવશ્યક દવાને લઇને પ્રક્રિયા ઘણી લાંબી હતી જેને હવે ટેક્સના દાયરામાંથી બહાર કરી દેવામાં આવી છે. zolgensma અને viltepso જેવી મોંઘી દવાને ટેક્સના દાયરામાંથી બહાર રાખવાનો નિર્ણય થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જે દવાઓને ટેક્સના દાયરામાંથી બહાર રાખવાની સલાહ આપી હતી તેમને પણ છૂટ આપવામાં આવી છે. જેમાં એમ્ફોટેરેસિન, રેમડેસીવિર સહિત 4 દવાઓને ફાયદો મળશે. 7 અન્ય દવાઓ પર 12 ટકાથી 7 ટકાની છૂટને 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. કેન્સરની દવા 12 ટકાના દાયરામાંથી 5 ટકા કરી દેવામાં આવી છે. બાયો ડીઝલમાં રેટ 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published: