GST Council Meeting 2021 Live Updates: આજે જીએસટી કાઉન્સિલની બેઠક, સસ્તા પેટ્રોલની સાથે લેવાઈ શકે છે મોટા નિર્ણય

નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)

આજની જીએસટી કાઉન્સિલની મીટિંગમાં પેટ્રોલને GSTના દાયરામાં લાવવા અંગે વિચારણા થઈ શકે છે

  • Share this:
    GST Council 45th meetings today: આજે જીએસટી કાઉન્સિલની (GST Council Meeting) અગત્યની બેઠક બેઠક યોજાઈ રહી છે. કોરોના કાળમાં આ પહેલી ફિઝિકલ મીટિંગ છે. આ બેઠકની અધ્યક્ષતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) કરશે. આજની આ બેઠક લખનઉમાં (Lucknow) આયોજિત થઈ રહી છે અને આ બેઠકમાં અનેક અગત્યના નિર્ણય લેવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં Swiggy અને Zomato જેવી ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓની રેસ્ટોરન્ટ સર્વિસ પર GST લગાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. બીજા શબ્દોમાં ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મને રેસ્ટોરન્ટની જેમ ટ્રીટ કરવામાં આવશે.

    આ ઉપરાંત આજે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં (Petrol Diesel Under GST) લાવવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાતે જ આ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો છે. જો આ પ્રસ્તાવને કાઉન્સિલમાં રજૂ કરવામાં આવે છે તો મંજૂરી માટે પેનલથી ત્રણ- ચતુર્થાંશથી અપ્રૂવલની આવશ્યક્તા હશે. તેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલના સમયમાં ઓલટાઇમ હાઈ પર છે. મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે તો ડીઝલ પણ 90 રૂપિયા પ્રતિ લીટરની નજીક છે.



    આ પણ વાંચો, Petrol- Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આવી શકે છે ઉછાળો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

    આ પણ વાંચો, Gold-Silver Price Today: સસ્તું સોનું ખરીદવાની તક, રેકોર્ડ હાઈથી 10,000 રૂપિયા ભાવ ઘટ્યો, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

    આજની બેઠકમાં લગભગ 4 ડઝન આઇટમ્સ પર લાગતા GSTમાં ફેરફાર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ ઉપર પર ટેક્સમાં છૂટની અવધિ 31 ડિસેમ્બર સુધી વધારવા અંગે પણ વિચાર થઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: