શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં આ 6 વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જુઓ યાદી

નાણા મંત્રી અરૂણ જેટલી (ફાઇલ તસવીર)

CNBC આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, ગાડીઓના ટાયર, સીમેન્ટ જેવી લગભગ અડધો ડઝન વસ્તુઓ સસ્તી થઈ શકે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: 22 ડિસેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અડધો ડઝન વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. CNBC આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, ગાડીઓના ટાયર, સીમેન્ટ જેવી વસ્તુઓ પર દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા સુધી આવી શકે છે. આપને જણાવી દઈએ કે આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં 99 ટકા સામાનને જીએસટીના 18 ટકાવાળા સ્લેબમાં લાવવાની યોજના છે. તેઓએ કહ્યું કે કેટલીક વસ્તુઓ જ 28 ટકા જીએસટીના સ્લેબમાં રહેશે, બાકીની વસ્તુઓ 18 ટકા કે ઓછા જીએસટી સ્લેબમાં રહેશે.

  ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે અથાણાં, ટોમેટો પ્યૂરી જેવી વસ્તુઓ પર જીએસટી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મંત્રાલયનું કહેવું છે કે તે વસ્તુઓ પર જીએસટી નહીં લગાવવામાં આવે જે ખાવાના સીધા ઉપયોગમાં નથી આવતી. પ્રાઇમરી પ્રોસેસ્ડ ફૂડને ફાર્મ પ્રોડક્ટ માનવામાં આવશે. હવે કપાયેલી કેરી, ટોમેટો પલ્પ, આઇસ્ડ ફિશ, ડીહાઇડ્રેટેડ ડુંગળી, લસણ પર જીએસટી હટી શકે છે. હાલ આ પ્રોડક્ટસ પર 12-18 ટકા ટેક્સ લાગે છે.

  આ પણ વાંચો, PM મોદીએ આપ્યા સંકેત! 99 ટકા સામાન થશે સસ્તો, 28 %ની જગ્યાએ લાગશે 18 % GST

  શું થશે સસ્તું?
  - ગાડીઓના ટાયર સહિત લગભગ અડધો ડઝન સામાન પર જીએસટીના દર ઘટી શકે છે
  - હાલ સાઇકલને બાદ કરતાં તમામ ટાયર પર 28 ટકા લાગુ છે
  - સૂત્રો મુજબ, ટાયર પર જીએસટી 28 ટકાથી ઘટીને 18 ટકા કરવામાં આવી શકે છે
  - ઈ-રિક્ષાના ટાયર પર જીએસટી 5 ટકા થઈ શકે છે
  - એસી અને સીમેન્ટ ઉપર પણ જીએસટીના રેટ ઘટી જશે છે
  - સીમેન્ટ પર જીએસટી દર 28 ટકાથી ઘટીને 18 ટકા પર આવી શકે છે
  - આ બેઠકમાં ઘરો ઉપર પણ જીએસટી ઘટાડવાની ચર્ચા થઈ શકે છે
  - આ ઉપરાંત ટીવી, કોમ્પ્યુટર ઉપર પણ જીએસટી ઘટી શકે છે
  - સૂત્રો મુજબ, જીએસટીના દર ઘટાડવાના આઇટમની યાદીને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: