Home /News /business /

વધુ એક ઝટકો? GST Council 5% ટેક્સ સ્લેબને વધારીને 8% કરે તેવી શક્યતા

વધુ એક ઝટકો? GST Council 5% ટેક્સ સ્લેબને વધારીને 8% કરે તેવી શક્યતા

જીએસટી રેટ

GST slabs: હાલ જીએસટીના ચાર સ્લેબ છે. જેમાં 5%, 12%, 18% અને 28% સામેલ છે. જરૂરી ચીજવસ્તુઓ સૌથી ઓછા સ્લેબ હેઠળ આવ છે અથવા તો ટેક્સ ફ્રી હોય છે.

    મુંબઇ. GST Council meet: જીએસટી કાઉન્સિલ પોતાની આગામી બેઠકમાં સૌથી ઓછા ટેક્સ સ્લેબ (Tax slab)ને પાંચ ટકાથી વધારીને આઠ ટકા કરી શકે છે. પીટીઆઈએ સૂત્રોના હવેલાથી આ જાણકારી આપી હતી. આ મામલે વિવિધ રાજ્યોના નાણા મંત્રીઓની એક સમિતિ તરફથી મહિનાના અંતમાં રિપોર્ટ જમા કરાવવામાં આવશે તેવો અંદાજ છે. જેમાં સૌથી ઓછા ટેક્સ સ્લેબને વ્યવસ્થિત કરવા તેમજ રેવન્યૂ (Revenue) વધારવા માટે અન્ય સૂચનો સામેલ કરવામાં આવ્યા છે.

    હાલ ચાર ટેક્સ સ્લેબ

    હાલ, જીએસટીના ચાર સ્લેબ છે. જેમાં 5%, 12%, 18% અને 28% સામેલ છે. જરૂરી ચીજવસ્તુઓ સૌથી ઓછા સ્લેબ હેઠળ આવે છે અથવા તો ટેક્સ ફ્રી હોય છે. વૈભવી વસ્તુઓ પર સૌથી વધારે ટેક્સ લાગે છે. જે વસ્તુઓ પર 28% ટેક્સ લાગે છે તેના પર સેસ પણ લાગે છે. આ સેસનો ઉપયોગ જીએસટી રોલઆઉટને પગલે રાજ્યોની આવકમાં થયેલા ઘટાડાને સરભર કરવા માટે થાય છે.

    એક ટકા ટેક્સ વધારાવાથી વર્ષે 50,000 કરોડની આવક વધશે

    એજન્સીએ કહ્યુ કે, પાંચ ટકાનો ટેક્સ સ્લેબ વધારીને આઠ ટકા કરવામાં આવે તો વાર્ષિક 1.50 લાખ કરોડ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થાય છે. એક અંદાજ પ્રમાણે સૌથી ઓછા ટેક્સને જો પાંચ ટકાથી વધારીને ફક્ત છ ટકા કરી દેવામાં આવે તો વર્ષે સરકારની આવકમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો થશે. આ ટેક્સ સ્લેબલમાં મોટાભાગે પેક્ડ ફૂડ આઈટમ આવે છે.

    આ પણ વાંચો: હાલ આવક પર કેટલો ટેક્સ લાગે છે? જાણો જૂના-નવા ટેક્સ સ્લેબ વચ્ચે તફાવત

    જીએસટીના ત્રણ સ્લેબ પર વિચારણા

    ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (GoM) આ સાથે જ ત્રણ સ્તરીય GSTના માળખા પર પણ વિચાર કરી રહ્યું છે. જેમાં ટેક્સના ત્રણ સ્લેબ હશે. જે દર 8, 18 અને 28 ટકા છે. જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય છે તો 12 ટકાના સ્લેબમાં આવતી વસ્તુઓ પર 18 ટકા ટેક્સ લાગશે. આ ઉપરાંત GoM ટેક્સ છૂટ હેઠળ આવતી વસ્તુઓની સંખ્યા ઘટાડવા અંગે પર પ્રસ્તાવ મૂકી શકે છે. હાલ અનપેક્ડ અને અનબ્રાન્ડેડ ખાદ્ય વસ્તુઓ અને ડેરી વસ્તુઓ પર જીએસટી છૂટ છે.

    આ પણ વાંચો: સતત પાચમા મહિને GST Collection 1.30 લાખ કરોડ રૂપિયાથી વધારે

    જૂન મહિનામાં GST કમ્પન્સેશન રેઝીમ પૂર્ણ થશે

    આગામી જૂન મહિનામાં GST કમ્પન્સેશન રેઝીમ પૂર્ણ થશે. સાથે જ વિવિધ રાજ્યો જીએસટી કલેક્શન બાબતે આત્મનિર્ભર બની જાય તે જરૂરી છે. પહેલી જુલાઈ, 2017ના રોજ જીએસટી લાગૂ કરતી વખતે કેન્દ્ર સરકારે રાજ્યોને જૂન 2022 સુધી એટલે કે પાંચ વર્ષ સુધી જીએસટી વળતર આપવાનો અને 2015-16ના આધાર વર્ષ પર 14 ટકા પ્રતિ વર્ષના દરથી આવકનું રક્ષણ આપવા માટે સહમતિ આપી હતી. જોકે, આ પાંચ વર્ષ દરમિયાન અનેક વસ્તુઓ પર જીએસટી ઘટતા રેવન્યૂ ન્યૂટ્રલ રેટ 15.3 ટકાથી ઘટીને 11.6 ટકા થઈ ગયો છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં યોજાઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GST, Tax, આયકર વિભાગ, કેન્દ્ર સરકાર

    આગામી સમાચાર