VIDEO: 70 વસ્તુઓ જેનાં ભાવ ઘટશે, બજેટ પહેલાં સરકાર આપશે ભેટ!

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 17, 2018, 6:18 PM IST
VIDEO: 70 વસ્તુઓ જેનાં ભાવ ઘટશે, બજેટ પહેલાં સરકાર આપશે ભેટ!
કૃષિ સાથે જોડાયેલી વસ્તુઓ પર હાલમાં 18 ટકા GST વસુલવામાંઆવે છે. તેનાં પર 12થી 5 ટકા ટેક્સ લગાવવા પર વિચાર થઇ શકેછે.

કૃષિ સાથે જોડાયેલી વસ્તુઓ પર હાલમાં 18 ટકા GST વસુલવામાંઆવે છે. તેનાં પર 12થી 5 ટકા ટેક્સ લગાવવા પર વિચાર થઇ શકેછે.

  • Share this:
નવી દિલ્હી: બજેટમાં મળનારી રાહત પહેલાં સામાન્ય લોકો માટે સરકાર પોઝીટીવ માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ખેડુતો અને નાના કારીગરો સહિત સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને આશરે 70 વસ્તુઓ સસ્તી થઇ શકે છે. જેમાંતી ઓછામાં ઓછી 40 સર્વિસેઝ હશે.

જે લોકોને રોજીંદા જીવનમાં ઉપયોગમાં આવતી હોય છે. GST કાઉન્સિંલ આ બાબત પર તેમની આગામી મિટિંગમાં નિર્ણય કરી શકે છે. આ પહેલાં ગુવાહાટી મિટિંગ કાઉન્સેલમાં 211 વસ્તુઓનાં ભાવ ઘટાડવામાં આવ્યા હતાં.



ફાઇલિંગ પ્રક્રિયા પણ હશે સહેલી
કાઉન્સિલ ટ્રેડર્સ માટે આ ટેક્સ ફાઇલિંગ નિયમોને વધુ સરળ કરવા પર પણ વિચાર કરી શકે છે. ઓફિસર્સની ફિટમેન્ટ કમિટીએ GST કાઉન્સિલને આ સુચના આપી હતી. ટ્રેડર્સ ઘણા સમયથી આ માંગણી કરી રહ્યાં છે.

આ વસ્તુઓની કિંમત ઘટી શકે છેએગ્રીકલ્ચર અને રુરલ ઇકોનોમીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ક્લિન એનર્જીને વધારવાનો પ્રયાસ કર્યો છે. જે હેઠળ GST કાઉન્સિલ કૃષિ સાથે જોડાયેલાં સામાનોનાં ભાવ ઘટશે.

કૃષિ સાથે જોડાયેલી વસ્તુઓ પર હાલમાં 18 ટકા GST વસુલવામાંઆવે છે. તેનાં પર 12થી 5 ટકા ટેક્સ લગાવવા પર વિચાર થઇ શકેછે.

કૃષિનાં ગ્રોથ 2.1 ટકા સંભવ છે વર્તમાન વિત્ત વર્ષનાં કૃષિ ક્ષેત્રની ગ્રોથ 2.1 ટકા નક્કી કરવામાં આવી છે. જે વધારવા માટે ઉપાય જરૂરી માનવામાં આવે છે.

કાઉન્સિલ પહેલાં મીટિંગમાં જ ટ્રેક્ટર પાર્ટ્સ પર GST રેટને 28 ટકાથી ઓછો કરી 18 ટકા કરી દીધો છે. આવનારી મીટિંગમાં કોર્પોરેટર, હાઉસકિપર્સ, પ્લમ્બર આદિને મોટી રાહત આપવામાં આવી શકે છે.
First published: January 17, 2018, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading