Home /News /business /

GST on textile: કાપડ પર GSTમાં વધારો નહીં, હાલ 5% જ ટેક્સ લાગશે!

GST on textile: કાપડ પર GSTમાં વધારો નહીં, હાલ 5% જ ટેક્સ લાગશે!

જીએસટી કાઉન્સિલ બેઠક

GST hike on textile: નાણા મંત્રાલય (Finance ministry)ના જીએસટી વધારાના નિર્ણય પર વેપારી વર્ગ નારાજ થયો હતો. વેપારીઓએ દાવો કર્યો હતો કે તેનાથી વેપાર ઓછો થશે અને વિદેશી કપડાનું વેચાણ વધારે થશે. 

    નવી દિલ્હી. GST Council Meet Today: કાપડના વેપારીઓ માટે આનંદના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની બેઠક (GST council meeting)માં કાપડ પર જીએસટી (GST)નો દર યથાવર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા કાપડ પર 12% જીએસટી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, હવે જૂન દર એટલે કે 5% જીએસટી (GST rate on Textile) દર યથાવત રખાયો છે. આ નિયમનો દેશભરના કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. હવે પહેલી જાન્યુઆરી 2022થી કાપડ પર જે જીએસટી (GST on textile) લાગતો હતો તે જ લાગશે. એટલે કે તેમાં વધારો કરવામાં નહીં આવે. રાજ્યો અને ઇન્ડસ્ટ્રીના વિરોધને પગલે જીએસટી પર વધારો હાલ ટાળી દેવામાં આવ્યો છે.

    ગુજરાત સહિત રાજ્યોમાં વેપારીઓનો વિરોધ

    નાણા મંત્રાલય (Finance ministry)ના જીએસટી વધારાના નિર્ણય પર વેપારી વર્ગ નારાજ થયો હતો. વેપારીઓએ દાવો કર્યો હતો કે તેનાથી વેપાર ઓછો થશે અને વિદેશી કપડાનું વેચાણ વધારે થશે. સાથે જ ટેક્સની ચોરી પણ વધશે. સરવાળે જીએસટી વધારાનો ભાર ગ્રાહકો પર આવશે. જીએસટી વધારાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. રાજકોટ, સુરત સહિતના શહેરમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળીને જીએસટી વધારાનો વિરોધ કર્યો હતો.

    આવતી બેઠક સુધી વધારો નહીં

    એક રિપોર્ટ પ્રમાણે રાજસ્થાનના કેબિનેટ મંત્રી સુભાષ ગર્ગે કહ્યુ છે કે, કાપડ પર જીએસટીના વધેલા દરો આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરીથી લાગૂ નહીં પડે. હિમાચલ સરકારના ઉદ્યોગ મંત્રી વિક્રમસિંહનું કહેવું છે કે રેડીમેડ ગારમેન્ટ પર આવતી બેઠક સુધી GST વધારો લાગૂ નહીં થાય.

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે એટલે કે આજે જીએસટી કાઉન્સિલની બેઠક મળી છે. નાણામંત્રી નિર્મતા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. જીએસટી કાઉન્સિલની આ 46મી બેઠક છે.

    પહેલી જાન્યુઆરીથી આ નિયમ બદલાશે:-

    1) ઓનલાઇન ખાવાનું મંગાવવું મોંઘું પડશે

    નવા ફેરફાર પછી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટો જેવી ઇ-કોમર્સ સર્વિસ પ્રાવાઇડર્સનું એ ઉત્તરદાયિત્વ રહેશે કે તેમના દ્વારા આપવામાં આવતી રેસ્ટોરન્ટ સર્વિસિઝના બદલે તે જીએસટી કલેક્ટ કરી અને તેને સરકાર પાસે જમા કરાવે. આવી સર્વિસિસના બદલે તેમને બિલ પણ જારી કરવા પડશે. તેનાથી ગ્રાહકો પર કોઇ વધારાનો ભાર આવશે નહીં કારણ કે રેસ્ટોરન્ટ પહેલાથી જ જીએસટી રેવેન્યૂ કલેક્ટ કરી રહ્યા છે. ફેરફાર ફક્ત એટલો છે કે ટેક્સ જમા કરાવવો અને બિલ જારી કરવાની જવાબદારી હવે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર આવી ગઈ છે. એવો અંદાજ લગાવવામાં આલી રહ્યો છે કે આ ભાર ગ્રાહકો પર નાખવામાં આવી શકે છે.

    2) એટીએમમાંથી પૈસા ઉપડાવાનું બનશે મોંઘું

    આગામી મહિનાથી ગ્રાહકોએ ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા બાદ પૈસા ઉપાડવાનું મોંઘું બનશે. જૂનમાં ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 1 જાન્યુઆરી 2022થી એટીએમમાંથી એક લિમિટ બાદ ટ્રાન્ઝેક્શન કરવા બદલ ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ દરેક બેંક તેમના ગ્રાહકોને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે અમુક ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. હવેથી ફ્રી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જો એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે તો તે માટે જે ચાર્જ લાગતો હતો તેમાં વધારો થશે. હવે ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

    આ પણ વાંચો: GST rules: નવા વર્ષથી GSTના નવા નિયમોએ નાના વેપારીઓની ઊંઘ કરી હરામ, હવે નોટિસ વગર પ્રોપર્ટી અટેચ કરાશે

    3) ટ્રાન્સપોર્ટ સેવા

    ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ સિસ્ટમમાં (GST) 1 જાન્યુઆરી 2022થી ઘણા મોટા ફેરફાર થવાના છે. જેમાં ઇ-કોમર્સ સર્વિસ ઓપરેટર્સની ટ્રાન્સપોર્ટ સેવા પર ટેક્સ પણ સામેલ છે. જોકે, ઓટો રિક્ષા ચાલકોને મેન્યુઅલ મોડ કે ઓફલાઇન ટ્રાન્સપોર્ટ સેવાઓ પર છૂટ મળશે પણ જ્યારે આ સર્વિસિસ કોઇ ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં આપવામાં આવશે તો તેના પર નવા વર્ષથી 5 ટકાની કિંમતથી ટેક્સ લાગશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: FM, GST, Nirmala Sitharaman, ટેક્સટાઇલ

    આગામી સમાચાર