GST Councilની આજે અગત્યની બેઠક, સસ્તી થઈ શકે છે આ વસ્તુઓ

નાણા મંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)

ટૂ-વ્હીલર પર GST ઘટશે તો બાઇક-સ્કૂટરના ભાવમાં આવશે મોટો ઘટાડો, સોનું વેચતો આપવો પડી શકે છે ટેક્સ

  • Share this:
    નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલ (GST Council)ની 41મી બેઠક આજે 11 વાગ્યે યોજાશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી કમ્પેનસેશન (GST Compensation) પર ચર્ચા થશે. સોનું વેચવા પર ત્રણ ટકા જીએસટી ચાર્જ અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. સાથોસાથ, ગોલ્ડને ઈ-વે બિલના વ્યાપમાં લાવવા અને ટૂ-વ્હીલર પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવી શકે છે.

    બાઇક અને સ્કૂટર 10 હજાર રૂપિયા સુધી સસ્તા થઈ શકે છે

    મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ ટૂ-વ્હીલર બનાવનારી કંપનીઓને રાહતના સંકેત આપ્યા છે. આજે મળનારી GST Councilની બેઠકમાં ઓટો ઇન્ડસ્ટ્રીની આ ડિમાન્ડ પર નાણા મંત્રી વિચારણા કરી શકે છે. જો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે તો બાઇક અને સ્કૂટર 10 હજાર રૂપિયા સુધી સસ્તા થવાની આશા છે.

    આ પણ વાંચો, કોણ છે મેહવિશ હયાત ઉર્ફે ‘ગેંગસ્ટર ગુડિયા’, જેને કહેવામાં આવી રહી છે દાઉદ ઈબ્રાહિમની નવી પ્રેમિકા!

    આ વસ્તુઓ મોંઘી થઈ શકે છે

    CNBC-TV18ના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, GST કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા સિન ગુડ્સ (Sin Goods) પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. સિન ગુડ્સ પર સેસ વધવાની ભલામણ પંજાબ, છત્તીસગઢ, બિહાર, ગોવા, દિલ્હી જેવા રાજ્યોની સરકારે કરી છે. જો આવું થશે તો સિગરેટ, પાન મસાલા વધુ મોંઘા થઈ જશે.

    હાલના GST રેટ સ્ટ્રક્ચર અનુસાર, કેટલીક સિન ગુડ્સ જેમાં સિગરેટ, પાન મસાલા અને એરેટેડ ડ્રિન્ક્સ સામે લ છે, તેની પર સેસ લાગે છે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવી લક્ઝરી ઉત્પાદનો ઉપર પણ સેસ લાગે છે.

    આ પણ વાંચો, અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત ન જવાની આપી સલાહ, પાકિસ્તાન-સીરિયાની શ્રેણીમાં મૂક્યું

    સોનાના ઘરેણાં વેચવા પર આપવો પડી શકે છે ટેક્સ

    જૂના સોનાના ઘરેણાં કે સોનું વેચવા પર મળનારી રકમ પર આવનારા સમયમાં ત્રણ ટકા જીએસટી ચૂકવવો પડી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે. હાલમાં રાજ્યોના નાણા મંત્રીઓના એક સમૂહ (જીઓએમ)માં જૂના સોનું અને આભૂષણોના વેચાણ પર ત્રણ ટકા જીએસટી ચાર્જ લગાવવાના પ્રસ્તાવ પર લગભગ સહમત સધાઈ ગઈ છે.
    Published by:Mrunal Bhojak
    First published: