પાન-મસાલા-સિગારેટના શોખીનો માટે Bad News, ટૂંક સમયમાં વ્યસન મોંઘુ પડી શકે છે

News18 Gujarati
Updated: August 19, 2020, 4:58 PM IST
પાન-મસાલા-સિગારેટના શોખીનો માટે Bad News, ટૂંક સમયમાં વ્યસન મોંઘુ પડી શકે છે
પ્રતિકાત્મક તસવીર

હાલના સમયમાં, પાન મસાલા પર 100 ટકા સેસ લાગે છે અને સેસ નિયમો અનુસાર, વધારેમાં વધારે 130 ટકા સેસ વધારી શકાય છે.

  • Share this:
નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST-Goods and Service Tax) કાઉન્સીલની 41મી બેઠક 27 ઓગસ્ટે થઈ શકે છે. જીએસટી કાઉન્સીલની આ બેઠકનો એકમાત્ર એજન્ડા કમ્પન્સેશન જરૂરિયાતને પૂરૂ કરવાના ઉપાયો પર હશે. આ સિવાય આ બેઠકમાં કમ્પેન્શન ફંડને વધારવા માટે ત્રણ શીર્ષ ભલામણ પર પણ ચર્ચા કરવાની સંભાવના છે. CNBC-TV18ના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, GST કાઉન્સીલની બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા અહિતકારી સામાન એટલે કે સિન ગુડ્સ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. સિન ગુડ્સ પર સેસ વધારવા માટે ભલામણ કરવામાં પંજાબ, છત્તીસગઢ, ગોવા, દિલ્હી જેવા રાજ્યો સામેલ છે. જો આ ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો, પાન-મસાલા, સિગરેટ મોંઘા થઈ જશે.

હાલના GST રેટ સ્ટ્રક્ચર અનુસાર, કેટલાક સિન ગુડ્સ, જેમાં સિગરેટ, પાન મસાલા અને એરેટેડ પેય સામેલ છે, તેના પર સેસ લાગે છે. સિન ગુડ્સ સિવાય, કાર જેવા લક્ઝરી ઉત્પાદનો પર પણ સેસ લગાવવામાં આવી શકે છે.

હાલના સમયમાં, પાન મસાલા પર 100 ટકા સેસ લાગે છે અને સેસ નિયમો અનુસાર, વધારેમાં વધારે 130 ટકા સેસ વધારી શકાય છે. જેનો મતલબ છે કે, જીએસટી કાઉન્સીલ જો આ નિર્ણય લે છે તો, પાન મસાલા પર 30 ટકા સેસ દર વધી જશે.

આ પણ વાંચોસુરતમાં કરૂણ ઘટના, માતાએ ત્રણ વર્ષની બાળકી સાથે પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ

આ પ્રકારે, એરેટેડ પેય પર 12 ટકા સેસ લાગે છે, અને કાયદામાં સેસ લગાવવાની સીમા 15 ટકા છે, જેથી આના પર GST નિર્ણય લે છે તો 3 ટકા વધારે સેસ જોડવામાં આવી શકે છે.

સિગરેટ માટે વધારેમાં સંભવ સેસ લગાવવામાં આવી શકે છે તે છે 290 ટકા એન્ડ વેલેરમ સાથે 4,170 રૂપિયા પ્રતિ હજાર સ્ટિક છે.

હાલના સમયમાં સિગરેટની તમામ શ્રેણીઓ 4170 રૂપિયા પ્રતિ હજાર સ્ટિક વધારાનો બોઝો સહન કરી રહી છે અને આ એક વિશિષ્ટ પ્રકારની સિગરેટ પર લગાવવામાં આવે છે.

આ જોતા જીએસટી કાઉન્સીલ પાસે 254 ટકા વધારાનો સેસ લગાવવાનો વિકલ્પ છે. જોકે, આ અભૂતપૂર્વ છે કે, કાઉન્સીલ કોઈ પણ વસ્તુ પર સેસને એકવખતમાં અધિકત્તમ સંભવ સીમા સુધી વધારી દે છે.
Published by: kiran mehta
First published: August 19, 2020, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading