દેશમાં બિઝનેસ કરતા લોકો માટે મોટા સમાચાર! હવે અહીં પણ આધાર લિંક કરવો ફરજિયાત

News18 Gujarati
Updated: September 21, 2019, 6:52 PM IST
દેશમાં બિઝનેસ કરતા લોકો માટે મોટા સમાચાર! હવે અહીં પણ આધાર લિંક કરવો ફરજિયાત
GST કાઉન્સિલે કહ્યું કે, આધાર સાથે લિંક કરવાનો આ નિર્ણય નકલી રિટર્નથી બચવા માટે લેવામાં આવ્યો છે.

GST કાઉન્સિલે કહ્યું કે, આધાર સાથે લિંક કરવાનો આ નિર્ણય નકલી રિટર્નથી બચવા માટે લેવામાં આવ્યો છે.

  • Share this:
શુક્રવારે ગોવમાં થયેલી જીએસટી કાઉન્સિલની 37મી બેઠક(GST Council Meeting 37th Meeting Decision)માં બિઝનેસમૅન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GST રજિસ્ટ્રેશન (GST Registration)ને આધાર નંબરથી લિંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GST કાઉન્સિલે કહ્યું કે, આધાર સાથે લિંક કરવાનો આ નિર્ણય નકલી રિટર્નથી બચવા માટે લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, હવે GST આપતા કરદાતાઓએ રજિસ્ટ્રેશનને આધાર સાથે લિંક કરવું પડશે. નાણામંત્રી નિર્મલા સિતારમણે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, જીએસટી રિફંડનો દાવો કરવા માટે 12 ડિઝિટ યૂનિક આઈડેન્ટિફિકેશન નંબરને ફરજિયાત કરવા પર પણ ચર્ચા થઈ છે.

GSTની બેઠકમાં બિઝનેસમૅન સાથે જોડાયેલા મોટા નિર્ણય

1 - GST કાઉન્સિલે તે સર્ક્યુલર પાછો ખેંચી લીધો છે જેમાં કંપની દ્વારા ડીલરને વધારે છૂટ આપવા પર જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

2 - સત્તાવાર નિવેદન અનુસાર, કાઉન્સિલ આધાર લિંક કરવાનો નિર્ણય ગોટાળાને અને કોટા રિફંડને પહોંચીવળવા માટે કર્યો છે.

3 - ગોવામાં શુક્રવારે નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક થઈ. જેમાં રોજગાર આપનારા લઘુ ઉદ્યોગોને જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

4 - નાના વેપારીઓને GST રિટર્નમાંથી છૂટ આપવામાં આવી છે. તેમણે નાણાકીય વર્ષ 2017-18 માટે રિટર્ન નહીં ભરવું પડે. આ નિર્ણય 2 કરોડ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ પર લાગૂ પડશે. Simple GST Return લાગૂ કરવાની ડેડ લાઈન વધારવામાં આવી. Simple GST Return માર્ચ 2020થી લાગુ થશે. તમામ બિઝનેસમૅનને હવે સમયથી રિફંડ મળશે. ઈન્ટીગ્રેટેડ રિફંડ સિસ્ટમ 24 સપ્ટેમ્બરથી લાગુ થશે.

5 - GST કાઉન્સિલની બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે, જીએસટી રિટર્નની પ્રૉસેસને સરળ કરવા માટે અધિકારીઓની એક કમિટિની રચના કરવામાં આવશે. આ સિવાય બેઠકમાં કહેવામાં આવ્યું કે, રિટર્ન ફાઈલ કરવાની નવી રીત એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવશે, જેથી લોકોને આ અપનાવવામાં મુશ્કેલી ન થાય.

6 - GSTની બેઠકમાં બહારના સપ્લાયના ટેક્સને સમયથી ફાઈલ કરવા માટે પણ નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત નક્કી સમય બાદ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહીં મળી શકે.
First published: September 21, 2019, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading