GST બેઠક: સિનેમા હોલની ટિકિટ મામલે નિર્ણય, જાણો અન્ય મહત્વનાં મુદ્દા

ઉલ્લેખનીય છે કે, ઈ-વાહનોના ઘરેલુ સ્તર પર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ જીએસટી દરને 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની ભલામણ કરી છે. જો આવુ થશે તો, દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવમાં ઘટાડો આવશે.

GST કાઉન્સિલની બેઠકમાં મલ્ટી સ્ક્રીન સિનેમા હોલની ટિકિટને લઇને ખાસ નિર્ણય લેવામાં આવ્યો હવે તમામ કંપનીઓએ ઇલેક્ટ્રોનિક ટિકિટ આપવી ફરજિયાત રહેશે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: GST કાઉન્સિલની બેઠકમાં મલ્ટીસ્ક્રીન સિનેમા હોલની ટિકિટને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ કંપનીઓએ ઇલેક્ટ્રોનિક ટિકિટ આપવી ફરજિયાત રહેશે. એટલે કે હવે તમામ મલ્ટીસ્ક્રીન સિનેમા હોલમાં આપને ઇ-ટિકિટ મળશે. આ ઉપરાંત GST રિટર્ન ફાઇલ ન કરનારા બિઝનેસ હબ ઇ-વે બિલ જનરેટ નહીં કરી શકે. સાથે જ GST કાઉન્સિલનાં નફાખોરીની રકમ 30 દિવસ સુધી જમા નહીં કરાવનારી કંપનીઓ પર 20 ટકા પેનલ્ટી લગાવવાનો પ્રસ્તાવ પર મોહર લાગી ગઇ છે. આપને જણાવી દઇએ કે, નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં શુક્રવારે GST કાઉન્સિલની 35મી બેઠક થઇ હતી.

    1. GST કાઉન્સિલને ઇ-ઇનવોયસિંગ (e-invoicing)ની રજુઆતનાં પ્રસ્તાવને સિદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે.
    2. કાઉન્સિલનાં રાજ્ય અને ક્ષેત્ર આધારિત GST ટ્રિબ્યુનલ (GSTAT)ની મંજૂરી આપી દેવામાં આવી છે. તેની સાથે જ કેટલાંક રાજ્યોમાં એકથી વધુ GSTAT હશે. જેનો અ્થ છે કે GSTને લઇને કોર્ટ બનશે.
    3. નેશનલ એન્ટી-પ્રોફિટીયરિંગ ઓથોરિટીને બે વર્ષનાં એક્સટેંશનને મંજૂરી આપી દેવામાં આવી છે.

    આ પણ વાંચો-GST કાઉન્સીલે લીધો મોટો નિર્ણય, વેપારીઓને રજિસ્ટ્રેશનમાં આપી છૂટ

    4. GST કાઉન્સિલંને ઇ-વ્હીકલ પર ટેક્સ ઘટાડવા સંબંધિત મામલાને ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે. આ કમિટી હવે આ મામલે નિર્ણય કરશે.
    5. GST કાઉન્સિલનાં રુલ 138 ઇ પર પોતાની મોહર લગાવી દીધી છે. તેનો અર્થ છે કે, જો કોઇ બિઝનેસ બે મહિનાની અંદર રિટર્ન ફાઇલ નથી કરતો તો તેને ઇ-વે બિલ જનરેટ કરવાની સુવિધા નહીં આપવામાં આવે.
    6. GST રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગષ્ટ કરી દેવામાં આવી છે. તેનો અર્થ છે કે હવે રિટર્ન ફાઇલ કરવા માટે ફક્ત 2 મહિનાનો સમય છે આ સમયમાં કોઇ આ દરમિયાન રિટર્ન ફાઇન નથી કરી શકતુ તો તેની ઉપર ઇ-વે બિલ જનરેટ કરવાથી રોક લગાવી દેવામાં આવશે.

    આ પણ વાંચો-10 પાસ માટે સુવર્ણ તક, રેલવેમાં 992 પદ પર થઈ રહી છે ભરતી

    7. GST કાઉન્સિલની બેઠકમાં મલ્ટી સ્ક્રીન સિનેમા હોલની ટિકિટને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં તમામ કંપનીઓની ઇલેક્ટ્રોનિક ટિકિટ જારી કરવાની હશે. અર્થ સ્પષ્ટ છે કે, હવે તમામ મલ્ટીસ્ક્રિન સિનેમા હોલમાં આપને ઇ-ટિકિટ મળશે.
    Published by:Margi Pandya
    First published: