Home /News /business /GST Collection: ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન, એપ્રિલમાં સરકારી ખજાનાને મળ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

GST Collection: ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન, એપ્રિલમાં સરકારી ખજાનાને મળ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

દેશમાં જીએસટી (GST)કાનૂન લાગુ થયા પછી એપ્રિલે 2022માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે

GST Collections In April - એપ્રિલ 2021ની સરખામણીમાં એપ્રિલ 2022માં જીએસટી કલેક્શન 20 ટકા વધ્યું

    નવી દિલ્હી : દેશનું જીએસટી કલેક્શન (GST Collection)ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયું છે. દેશમાં જીએસટી (GST)કાનૂન લાગુ થયા પછી એપ્રિલે 2022માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે. આ મહિને સરકારના ખજાનામાં કુલ 1,67,540 કરોડ રૂપિયા આવ્યા છે.

    વિત્ત મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા થયું હતું. એપ્રિલમાં પ્રથમ વખત જીએસટી કલેક્શન કોઇ એક મહિનામાં 1.50 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે. આ ગત ઉચ્ચ સ્તર માર્ચ 2022ના 1.42 લાખ કરોડ રૂપિયા કરતા લગભગ 25 હજાર કરોડ રૂપિયા વધારે છે. સરકારે કહ્યું કે ટેક્સ કંપ્લાયન્સમાં સુધારથી જીએસટી કલેક્શનનો આંકડો શાનદાર બન્યો છે.

    એપ્રિલ 2022માં સીજીએસટી કલેક્શન (CGST Collection)33,159 કરોડ રૂપિયા, એસજીએસટી (SGST Collection) 41,793 કરોડ રૂપિયા અને આઈજીએસટી (IGST Collection) 81,939 કરોડ રૂપિયા રહ્યું છે. આઈજીએસટીમાં 36,705 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર મેળવ્યા છે. તેમાં સેસનો હિસ્સો 10,649 કરોડ રૂપિયા (857 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પણ ભેગા કર્યા) રહ્યો છે.

    આ પણ વાંચો - ભાડા કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા આ બાબતો રાખો ધ્યાનમાં, નહીં તો થશે નુકસાન

    એપ્રિલ 2022માં જીએસટીઆર-3બીમાં કુલ 1.06 કરોડ રિટર્ન ભરવામાં આવ્યા. એપ્રિલ 2021ની સરખામણીમાં એપ્રિલ 2022માં જીએસટી કલેક્શન 20 ટકા વધ્યું છે. મંત્રાલયે કહ્યું કે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે અનુપાલનના સ્તરમાં સુધારો થયો છે. ટેક્સ પ્રશાસને આ વિશે ઘણા ઉપાય કર્યા છે. જેના સકારાત્મક પરિણામ મળી રહ્યા છે. વિભાગે ટેક્સપેયર્સને પોતાનું રિટર્ન સમય પર ભરવા માટે પ્રેરિત કરવાની સાથે ટેક્સ કંપ્લાયન્સને પણ સુગમ કર્યું છે.

    સરકાર જીએસટીમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં!

    મીડિયા રિપોર્ટ મુજબ જીએસટીના નીચલા સ્લેબના દરમાં વધારો થઇ શકે છે. જ્યારે સ્લેબ ચારમાંથી ત્રણ થઈ શકે છે. આ ઉપરાંત વધુ વપરાશ અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટીના દરોને તર્કસંગત બનાવવામાં આવી શકે છે. હાલ 480 વસ્તુઓ પર 18 ટકા જીએસટી લાગે છે અને કુલ જીએસટી કલેક્શનનો 70 ટકા હિસ્સો આ સેગમેન્ટમાંથી આવે છે.

    12-18 ટકાના સ્લેબના સ્થાને નવો સ્લેબ આવશે!

    હાલમાં જીએસટીના ચાર સ્લેબમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલ મુજબ, જીએસટીના નીચલા સ્લેબને 5 ટકાથી વધારીને 6-7 ટકા કરવામાં આવી શકે છે. જ્યારે 12 ટકા અને 18 ટકા સ્લેબને હટાવીને તેના સ્થાને 15 ટકાનો નવો સ્લેબ આવી શકે છે. 28 ટકાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: GST, Gst collection, Gst council

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन