સરકારને ઝટકો! ઓક્ટોબરમાં 1 લાખ કરોડ રૂપિયાથી ઓછુ રહ્યું GST કલેક્શન

News18 Gujarati
Updated: November 1, 2019, 5:17 PM IST
સરકારને ઝટકો! ઓક્ટોબરમાં 1 લાખ કરોડ રૂપિયાથી ઓછુ રહ્યું GST કલેક્શન
જીએસટી કલેક્શનમાં ઘટાડાનું કારણ આર્થિક સુસ્તી બતાવવામાં આવી રહ્યું છે

આનો સીધો મતલબ છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે પોતાના લક્ષ્યને પુરૂ કરવા માટે કુલ ટેક્સ કલેક્શનમાં 18 ટકાનો વધારો કરવો પડશે.

  • Share this:
આર્થિક સુસ્તિ વચ્ચે ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી ઓછુ રહ્યું છે. સપ્ટેમ્બરના મુકાબલે જીએસટી કલેક્શન 91,916 કરોડ રૂપિયાથી વધી 95,380 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ગત વર્ષે ઓક્ટોબરના મુકાબલે આ 1 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી 95,380 કરોડ રૂપિયા રહ્યું છે. તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2019માં કુલ 91,916 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયુ હતું. આ આંકડો 19 મહિનાના નિચલા સ્તર પરનો હતો. ગત ઓગસ્ટ મહિનામાં પણ જીએસટી કલેક્શનનો આંકડો 98,202 કરોડ રૂપિયા જ રહ્યો હતો. જોકે, આ બંને મહિનામાં જીએસટી કલેક્શનમાં ઘટાડાનું કારણ આર્થિક સુસ્તી બતાવવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બરના મુકાબલે ઓક્ટોબરમાં વધ્યું જીએસટી કલેક્શન
એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ગ્રોસ GST કલેક્શન 6,06,278 કરોડ રૂપિયા રહ્યું. આ ગત નાણાકીય વર્ષની સમાન અવધિમાં આવેલા 5,77,980 કરોડ રૂપિયાના કલેક્શનથી વધારે છે. નાણાકીય વર્ષ 2019-20 માટે સરકારે CGSTથી 6.10 લાખ કરોડ અને કમ્પજેશન સેસથી 1.01 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. CGSTથી 50000 કરોડ રૂપિયા હાસિલ કરવાનું લક્ષ્ય છે.

મંત્રાલયના નિવેદન અનુસાર, સપ્ટેમ્બરમાં સેન્ટ્રલ GST કલેક્શન 16630 કરોડ રૂપિયા રહ્યું જે ઓગસ્ટમાં 17,733 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બરમાં સ્ટેટ GST કલેક્શન 22,598 કરોડ રૂપિયા રહ્યું જે 24,239 કરોડ હતું. સપ્ટેમ્બરમાં આઈજીએસટી 45069 કરોડ રૂપિયા રહ્યું.તેમાં 22097 કરોડ રૂપિયા ઈમ્પોર્ટથી કલેક્ટ થયા. ઓગસ્ટમાં ઈમ્પોર્ટથી થયેલા 24,818 કરોડ રૂપિયાના કલેક્શન સાથે ઈન્ટીગ્રેડ GST કેલ્ક્શન 48,958 કરોડ રૂપિયા રહ્યું હતું. સપ્ટેમ્બરમાં સેસ કલેક્શન 7620 કરોડ રૂપિયા રહ્યું, જેમાં ઈમ્પોર્ટથી આવેલા સેસ 728 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે ઓગસ્ટમાં આ આંકડો 7,273 કરોડ અને 841 કરોડ રૂપિયા રહ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ટેક્સ કલેક્શન 2 લાખ કરોડ ઓછુ રહેવાનું અનુમાન
બિઝનેસ ટુડેના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2019-20માં કુલ ટેક્સ કલેક્શનમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવી શકે છે.- સરકારે નાણા આયોગને આ મુદ્દે જાણકારી આપી દીધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ગ્રોસ ટેક્સ કલેક્શનનું અનુમાન 24.6 લાખ કરોડ રૂપિયા રાખ્યું હતું.

- આ પહેલા નાણાકીય વર્ષમાં આ અનુમાન 22.5 લાખ કરોડ રૂપિયાનું હતું. આ વર્ષે કુલ ટેક્સ કલેક્શન 21 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

- આનો સીધો મતલબ છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે પોતાના લક્ષ્યને પુરૂ કરવા માટે કુલ ટેક્સ કલેક્શનમાં 18 ટકાનો વધારો કરવો પડશે. એવામાં ખરાબ જીએસટી કલેક્શનના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.
First published: November 1, 2019, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading