સતત આઠમાં મહિને GST Collection એક લાખ કરોડ રૂપિયા, મેમાં 1.02 લાખ કરોડ રહ્યો

સતત આઠમાં મહિને GST Collection એક લાખ કરોડ રૂપિયા, મેમાં 1.02 લાખ કરોડ રહ્યો

  • Share this:
    નવી દિલ્લી: નાણાં મંત્રાલય(Ministry of Finance)તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારણી અનુસાર, મે મહિનામાં સરકારને જીએસટી કલેક્શન (GST Collection) 1,02,709 કરોડ રૂપિયા રહ્યો હતો. આ સતત આઠમાં મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે હતું. મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર સખત લોકડાઉન હોવા છતા જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે રહ્યો હતો.

    નવીનતમ માહિતી અનુસાર, મે મહિનામાં સરકારનું જીએસટી કલેક્શન 1,02,709 કરોડ રૂપિયા રહ્યું છે. જીએસટી સંગ્રહમાંથી, સેન્ટ્રલ જીએસટી 17592 કરોડ, રાજ્ય જીએસટી 22653 કરોડ અને ઇન્ટર જીએસટી 53199 કરોડ છે.







    એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.41 લાખ કરોડ

    એપ્રિલ કરતા મે મહિનાનો જીએસટી કલેક્શન ઓછું છે. કોરોનાની બીજી તરંગની અસર મેના જીએસટી કલેક્શન પર પણ દેખાય છે. એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શનનો રેકોર્ડ 1.41 લાખ કરોડ રૂપિયા હતો. ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં મે, 2021માં જીએસટી સંગ્રહ 65 ટકા વધારે છે. મે, 2020માં જીએસટી સંગ્રહ 62,009 કરોડ રૂપિયા રહ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ