March 2022 GST Collection: દેશના GST કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. માર્ચ 2022 માં, કુલ 1.42 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે, જે GSTના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ પહેલા જાન્યુઆરી 2022માં સૌથી વધુ 1,40,986 લાખ કરોડ રૂપિયા GSTના રૂપમાં તિજોરીમાં આવ્યા હતા.
March 2022 GST Collection : માર્ચમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST Collection) વધીને રૂ. 1.42 લાખ કરોડ થયો છે. આ એક મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન છે. માર્ચના જીએસટી કલેક્શને જાન્યુઆરી, 2022માં રૂ. 1,40,986 લાખ કરોડના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. માર્ચ, 2022નું કલેક્શન (March 2022 GST Collection) ગયા વર્ષના માર્ચના GST કલેક્શન કરતાં 15 ટકા વધુ છે અને તે માર્ચ 2020ના GST કલેક્શન કરતાં 46 ટકા વધુ છે.
માર્ચમાં CGST કલેક્શન (CGST Collections) રૂ. 25,830 કરોડ, SGST કલેક્શન રૂ. 32,378 કરોડ, IGST કલેક્શન રૂ. 74,470 કરોડ અને સેસ રૂ. 9,417 કરોડ હતું. નાણાકીય વર્ષ 2022 માટે માસિક GST 1.38 લાખ કરોડ રૂપિયા છે. સરકારે કહ્યું છે કે આર્થિક સુધારા અને નકલી બિલર્સ સામેની કાર્યવાહીને કારણે GST કલેક્શનમાં વધારો થયો છે.
નાણા મંત્રાલય (Ministry of Finance) ના ડેટા અનુસાર, GSTના ઈતિહાસમાં આ ચોથું સૌથી વધુ કલેક્શન છે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં સરકારને GSTથી 140986 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. અગાઉ, એપ્રિલ, 2021 માં, GST કલેક્શન 139708 કરોડ રૂપિયા હતું, જે બીજી સૌથી મોટી વસૂલાત છે. આ પછી ફેબ્રુઆરી 2022માં સરકારે ત્રીજી વખત સૌથી વધુ 133026 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
હવે કોરોનાના કેસ ઓછા થતા સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો પણ હટાવી દેવામાં આવ્યા છે. જેના કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધી છે. દેશની આર્થિક વ્યવસ્થા ફરી પાટા પર આવી રહી છે. GST કલેક્શનમાં વધારો એ પણ સંકેત આપી રહ્યો છે કે હવે દેશમાં બિઝનેસ યોગ્ય રીતે ચાલી રહ્યો છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર