કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! રાજ્યોને પૂરું ચૂકવશે GST વળતર

સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ બાકી GST વળતર ચૂકવી દેશે

સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ બાકી GST વળતર ચૂકવી દેશે

  • Share this:
    નવી દિલ્હીઃ નાણા મંત્રાલય (Finance Ministry)ના સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર (Central Government) રાજ્યોને તમામ બાકી જીએસટી વળતર (GST Compensation) ચૂકવી દેશે. GST વળતરને લઈ અફવાઓ પર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે જીએસટી વળતરનું નુકસાન કોરોના વાયરસને કારણે હોય કે પછી જીએસટી લાગુ કરવાથી હોય, પરંતુ વળતર ચૂકવવાથી કેન્દ્રએ ક્યારેક હાથ પાછળ નથી ખેંચ્યા. જીએસટી કાઉન્સિલની બેઠક (GST Council Meeting)માં કેન્દ્રએ રાજ્યોને બે વિકલ્પ આપ્યા છે.

    નાણા મંત્રાલયના અધિકારીઓ મુજબ, કેન્દ્ર સરકાર પૂરા 2.35 લાખ કરોડ રૂપિયાથી રાજ્યોના જીએસટી વળતરની ભરપાઈ કરશે. અધિકારીઓેઅ એવું પણ કહ્યું કે જીએસટીના સંગ્રહમાં ઘટાડો નોંધાયો છે, તેમ છતાંય રાજ્યોને પૂરું વળતર ચૂકવવામાં આવશે. મીડિયામાં પ્રસારિત સમાચારો અને મંતવ્યોમાં એવું સામે આવ્યું હતું કે કેન્દ્ર પોતાના કમિટમેન્ટનું સન્માન નથી કરી રહી જે બાબત બિલકુલ ખોટી છે અને બિનજરૂરી ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, વિદેશી બજારો બાદ હવે વાયદા બજારમાં પણ તૂટ્યો સોનાનો ભાવ, જાણો સ્થાનિક બજારમાં શું થશે અસર

    કેન્દ્રના ગણિતના હિસાબથી આ રકમમાંથી લગભગ 97,000 કરોડ રૂપિયા જ રકમ છે જેનું નુકસાન જીએસટીના અમલના કારણે થયું જ્યારે બાકી 1.38 લાખ કરોડ રૂપિયાનું નુકસાન કોવિડ-19ના પ્રભાવના કારણે થયું.

    કેન્દ્ર સરકારે જીએસટી રાજસ્વની ભરપાઈ માટે રાજ્યોની સમક્ષ ગત મહિને બે વિકલ્પ મૂક્યા હતા. એક વિકલ્પ એવો આપવામાં આવ્યો હતો કે રાજ્ય જીએસટી ક્ષતિપૂર્તિના 97,000 કરોડ રૂપિયા રિઝર્વ બેન્ક દ્વારા ઉપલબ્ધ કરાવાની વિશેષ વિન્ડો સુવિધાથી ઉધાર લઈને પૂરી કરી લે અને બીજો વિકલ્પ એ આપ્યો કે રાજ્ય 2.35 લાખ કરોડ રૂપિયાની રકમ બજારમાંથી એકત્ર કરે. આ ઉધારને ચૂકવવા માટે જીએસટી ક્ષતિપૂર્તિ ઉપકરને 2022 બાદ પણ ચાલુ રાખી શકાશે.

    આ પણ વાંચો, પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચારઃ તમામ એરલાઇન્સે બદલી દીધા ભોજનના નિયમ

    જીએસટી ક્ષતિપૂર્તિ ઉપકર વિલાસિતા, બિનજરૂરી અને અહિતકર વસ્તુઓ પર લગાવવામાં આવે છે. બિન-બીજેપી શાસિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને પત્ર લખીને રાજ્યોને આપવામાં આવેલા બંને વિકલ્પોનો વિરોધ કર્યો છે.

    પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, તેલંગાના, છત્તીસગઢ અને તમિલનાડુએ રાજસ્વની ભરપાઈ માટે રાજ્યો દ્વારા ઉધાર લેવાની ભલામણને ફગાવતાં કેન્દ્રને ચૂકવણી કરવાની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું કે જીએસટી કાયદા હેઠળ ક્ષતિપૂર્તિ ઉપકર એવો ટેક્સ છે જે રાજ્યોનો છે. કેન્દ્રનો તેની પર અધિકાર નથી એવામાં કેન્દ્ર આ ટેક્સના બદલામાં બજારથી ઉધાર ન એકત્ર કરી શકે.
    Published by:Mrunal Bhojak
    First published: