દેશનો વિકાસ દર ગગડીને 5% થયો, ગત વર્ષે આ મહિને 8% હતો

News18 Gujarati
Updated: August 30, 2019, 6:31 PM IST
દેશનો વિકાસ દર ગગડીને 5% થયો, ગત વર્ષે આ મહિને 8% હતો
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, નવી અર્થવ્યવસ્થામાં બાધા ઉત્પન્ન કરનારા તત્વોની સંખ્યા વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછી આવકવાળી અર્થવ્યવસ્થા હવે વધારે આવકવાળી અર્થવ્યવસ્થાના નજીક પહોંચવાની સ્પીડને વધારી રહી છે. દેશોની અર્થવ્યવસ્થાના રસ્તામાં ઘણી બાધાઓ આવી શકે છે અને જે દેશ આ પ્રક્રિયાને શરૂ કરવામાં મોડુ કરશે તેણે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.

આર્થિક મામલે મોદી સરકારને મોટો ફટકો, GDP ગ્રોથના આંકડામાં ધબડકો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતમાં પણ વૈશ્વિક મંદીની અસર દેખાવા લાગી છે. વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસમાં દેશનો વિકાસ દર ગગડીને 5 ટકાએ પહોંચ્યો છે. ગત વર્ષે આ મહિને દેશનો વિકાસ દર 8 ટકા હતો. એક્સપર્ટના મતે જી.ડી.પી. વૃદ્ધીદરના આંકાડમાં પછડાટ ખાવાનું અનુમાન પહેલાંથી હતું. જોકે, જાણકારોના મતે સરકારે લીધેલા પગલાંની અસર આગામી ત્રણ મહિનામાં જોવા મળશે.

આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે કેટલીક મોટી યોજનાઓ જાહેર કરી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થા યોગ્ય રસ્તે છે.

આ પણ વાંચો :  નાણા મંત્રી સીતારમણની મોટી જાહેરાત : 10 સરકારી બૅન્કોનું વિલીનકરણ કરી 4 બૅન્ક બનાવી

નાણા મંત્રીએ બૅન્કોની નૉન પર્ફૉમિંગ એસેટ (NPA) વિશે કહ્યું કે તેમાં ઘટાડો થયો છે જે સારા સમાચાર છે. તેમણે ઉમેર્યું કે ઓછા સમયમાં બૅન્કોના કરજની સારી એવી વસૂલાત થઈ છે. બૅન્કોની NPA 8.65 લાખ કરોડથી ઘટીને 7.90 લાખ કરોડે પહોંચી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષે 1 લાખ 21 હજાર 76 કરોડની રિકવરી થઈ છે.

નાણા મંત્રીએ પત્રકાર પરિષદમાં દેશના 10 મોટી સરકારી બૅન્કોનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી હતી. ભારતની 10 સરકારી બૅન્કો વિલીન થઈ 4 મોટી બૅન્ક બનશે. આ બૅન્કોમાંથી પંજાબ નેશનલ બૅન્ક દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આ ચાર બૅન્કોમાં સરકાર 28,700 કરોડ રૂપિયાની રોકડ ઠાલવશે. બૅન્કોમાં રોકડ આવવાથી તેમને લૉન આપવામાં સરળતા થશે.

આ પણ વાંચો :  10 સરકારી બૅન્કનો વિલય, જાણો - શું થશે હવે તમારા પૈસાનું?સરકાર 4 બૅન્કોમાં 28,700 કરોડ રૂ. ઠાલવશે
સરકાર ઇન્ડિયન બૅન્કમાં 2500 કરડો ઠાલવશે. જ્યારે બૅન્ક ઑફ બરોડામાં 7,000 કરોડ રૂપિયા ઠાલવશે. સરકારે કેનેરા બૅન્કમાં 6500 કરોડ ઠાલવશે જ્યારે યૂનિયન બૅન્કમાં 11,700 કરોડ રૂપિયા ઠાલવશે
First published: August 30, 2019, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading