UAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી

પ્રતિકાત્મક તસવીર

શનીવારે પ્રકાશીત સમાચાર અનુસાર, બિગ ટિકિટ અબૂ ધાબી ડ્રોના વિજેતાઓના સમૂહમાં 19 ભારતીય અને એક બાંગ્લાદેશી સામેલ છે.

  • Share this:
    દુબઈ : સંયુક્ત અરબમાં 20 લોકોના સમૂહને 1.5 કરોડ દિરહામ (30.5 કરોડ રૂપિયા)ની લોટરી જીતી છે. આ સમૂહમાં મોટાભાગના ભારતીય છે. ખલીજ ટાઈમ્સમાં શનીવારે પ્રકાશીત સમાચાર અનુસાર, બિગ ટિકિટ અબૂ ધાબી ડ્રોના વિજેતાઓના સમૂહમાં 19 ભારતીય અને એક બાંગ્લાદેશી સામેલ છે.

    વિજેતાઓમાં સામેલ 45 વર્ષિય નૌઉફ મયન કલાથિલે કહ્યું કે, હું દુબઈમાં 2005થી કામ કરી રહ્યો છુ. હું છેલ્લા બે વર્ષથી બિગ ટિકિટ ખરીદી રહ્યો છુ. સામાન્ય રીતે અમે બે અથવા ત્રણ સાથી ભેગા થઈ ટિકિટ ખરીદીએ છીએ. પરંતુ આ વખતે અમે 20 લોકોએ સાથે મળી ટિકિટ ખરીદી હતી. પ્રત્યેક વ્યક્તિએ 50-50 દિરહામ મિલાવી બે ટિકિટ ખરીદી હતી. જેથી કોઈના પર નાણાકીય બોઝો ન પડે.

    તમામ ભારતીય કેરળના રહેવાસી છે. તો, કલાથિલ જુમૈરા લેક ટાવર કાર્યાલયમાં નોકરી કરે છે. જ્યારે સમૂહના અન્ય લોકો ઓછા પગાર પર કાર્ય કરે છે. તેમણે કહ્યું કે, લોટરીના ઈનામથી તેમની અને તેમના મિત્રોની જિંદગી બદલાઈ ગઈ છે.

    ખલીજ ટાઈમ્સે કેરળના કન્નૂર નિવાસી કલાથિલના હવાલે લખ્યું છે કે, તે બધા ઓછી આવકવાળા છે. કોરોના વાયરસના કારણે મુશ્કેલીના સમયમાં મોટાભાગના લોકો કેરળ જતા રહ્યા છે. પરંતુ, આ લોટરીની કોઈને આશા ન હતી. આ લોટરીના પૈસાથી હું મારૂ દેવું ભરી દઈશ અને પોતાના બે પુત્રોના શિક્ષણ માટે પૈસા બચાવીને રાખીશ.

    બે અન્ય ભારતીયોને પણ લાગ્યો જેકપોટ

    બે અન્ય ભારતીયો સંજીવ તેવિન્દ્ર અને અબ્દુલ સત્તાર કદાપુરમને પમ બિગ ટિકિટ પ્રતિયોગિતામાં જેકપોટ હાથ લાગ્યો છે. પુરસ્કારમાં મળનારી રકમ ઓછી છે. બંનેએ પુરસ્તાર તરીકે એક લાખ દિરહામ (20.3 લાખ રૂપિયા) જીત્યા છે.
    Published by:kiran mehta
    First published: