કોરોના કાળમાં ઓનલાઈન કરિયાણા સ્ટોર Grofersનો વધ્યો નફો, હવે લાવશે IPO

કોરોના કાળમાં ઓનલાઈન કરિયાણા સ્ટોર Grofersનો વધ્યો નફો, હવે લાવશે IPO
ગ્રોફર્સ

ગ્રોફર્સના કો-ફાઉન્ડર અને સીઇઓ અલવિંદર ઢીંડસાએ કહ્યું કે કંપનીએ જાન્યુઆરીમાં ઓપરેશનલ પ્રોફિટ મેળવ્યો છે.

 • Share this:
  સોફ્ટબેંક (Softbank)નું સમર્થન કરનાર ઓનલાઇન કરિયાણા સ્ટોર ગ્રોફર્સ (Grofers) આવનારા વર્ષના અંત સુધીમાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવાની યોજના બનાવી રહ્યું છે. આ કંપનીની યોજના છે કે 2022 સુધી તે આઇપીઓ લાવે. પણ કોરોના વાયરલ મહામારી (Coronavirus Pandemic) દરમિયાન વેપારમાં તેજી અને નફામાં વધારો થવાના કારણે તેણે આ નિર્ણય લીધો છે.

  ગ્રોફર્સના કો-ફાઉન્ડર અને સીઇઓ અલવિંદર ઢીંડસાએ કહ્યું કે કંપનીએ જાન્યુઆરીમાં ઓપરેશનલ પ્રોફિટ મેળવ્યો છે. અને આશા રાખે છે કે આ વર્ષના અંત સુધીમાં તેની સ્થિતિ સકારાત્મક થઇ જાય. તેમણે કહ્યું જાન્યુઆરીમાં ઓપરેશનલ પ્રોફિટ મેળવ્યા પછી લોકડાઉનમાં અમને સારો નફો મળ્યો છે. આ વર્ષની અંત સુધી EBITDAથી પહેલા કંપનીની કમાણી અને નફા મામલે સકારાત્મક સ્થિતિમાં હતી અને તે આગળ વધી રહી છે. અને બજારની ભાવના જોતા 2021ના અંત સુધી પૂંજી બજારમાં આવવાનો લક્ષ્ય છે.  વધુ વાંચો : માસ્ક વગર રસ્તે રખડતા બકરાને પકડીને લઈ ગઈ પોલીસ! જાણો સાચી હકીકત

  આ પહેલા કંપનીની યોજના હતી કે 2022માં તે IPO લાવે. કંપનીએ ગત નાણાંકીય વર્ષમાં 2,500 કરોડ રૂપિયાની આવક મેળવી છે અને એક અનુમાન મુજબ ગ્રોફરનું મૂલ્યાંકન 6,000 કરોડની આસપાસ આંકવામાં આવે છે. કંપની દ્વારા જે આંકાડ મળ્યા છે તે મુજબ ગ્રોફર્સે ગત મહિને 4.4 કરોડ આઇટમ્સની ડિલિવિરી કરી છે. અને લોકડાઉન શરૂ થયા પછી 99.7 ટકા સટીકતા સાથે તે ડિલિવરી કરે છે.

  ગ્રોફર્સનો દાવો છે કે મેના અંતમાં તે 42 લાખ ઘરોમાં પોતાની સેવાઓ પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં એમેઝોન  અને ગ્રોફર જેવી ઓનલાઇન સેવાઓ આપતી કંપનીઓને અન્ય કરતા સારી કમાણી કરી છે.
  Published by:Chaitali Shukla
  First published:July 27, 2020, 10:17 am