Home /News /business /₹6થી ₹565: આ Multibagger શેરે પાંચ વર્ષમાં આપ્યું 9300% વળતર, શું તમારી પાસે છે?

₹6થી ₹565: આ Multibagger શેરે પાંચ વર્ષમાં આપ્યું 9300% વળતર, શું તમારી પાસે છે?

આગામી અઠવાડીએ કેવું રહેશે શેરબજાર

Multibagger Penny Stocks: છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર પેની સ્ટોક 210 રૂપિયાથી વધીને 565 રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને આશરે 170 ટકા રિટર્ન મળ્યું છે.

મુંબઇ. Multibagger stocks: પેની સ્ટૉક્સ (Penny stocks)માં રોકાણ જોખમી સાબિત થઈ શકે છે. જોકે, આ એવા શેર હોય છે જેમાં ટૂંકાગાળામાં જ તમે મોટી કમાણી પણ કરી શકો છો. પેની સ્ટૉક્સમાં નાના એવા ન્યૂઝથી મોટી ઉથલપાથલ શક્ય છે. જોકે, કંપનીની પ્રોફાઇલ અને ગ્રોથ (Growth)ને જોઈને રોકાણ કરવામાં આવે તો આવા શેરો સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરી શકે છે. જો સારી સ્ક્રીપ્ટ હાથમાં આવી જાય છે ટૂંકાગાળામાં જ આલ્ફા રિટર્ન (Alpha return) મળી શકે છે. જીઆરએમ ઓવરસીઝ (GRM Overseas) આવો જ એક શેર છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેર 6 રૂપિયાથી વધીને 565 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે પાંચ વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 9300 ટકા રિટર્ન મળ્યું છે.

જીઆરએમ ઓવરસીઝ શેરનો કિંમતની ઇતિહાસ


આ મલ્ટીબેગર શેર નવા વર્ષની શરૂઆતથી જ વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. 2022ના વર્ષમાં આ શેર 655 રૂપિયાના સ્તરથી ઘટીને 565 રૂપિયાન પર પહોંચ્યો છે, એટલે કે શેરમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર પેની સ્ટોક 210 રૂપિયાથી વધીને 565 રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને આશરે 170 ટકા રિટર્ન મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર શેર 125 રૂપિયાના સ્તરથી વધીને 565 રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં 345 ટકાનો વધારો નોંધાયો છે.

આ જ રીતે છેલ્લા પાંચ વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટૉક છ રૂપિયાથી (BSE પર સાતમી એપ્રિલ, 2017ના રોજ બંધ ભાવ) વધીને 565 રૂપિયા (8 એપ્રિલ, 2022ના રોજ BSE પર બંધ ભાવ) પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 94 ટકા વળતર મળ્યું છે.

આ પણ વાંચો: વેરાંદા લર્નિંગ સોલ્યુશન્સ : જાણો NSE અને BSE પર કેટલા ભાવે થયો લિસ્ટ

1 લાખ રૂપિયા બની ગયા 94 લાખ રૂપિયા


જીઆરએમ ઓવરસીઝના શેરની કિંમતને જો ધ્યાનમાં લેવામાં આવે તો જો કોઈ રોકાણકારે આ શેરમાં એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 95 હજાર રૂપિયા હોય. આવી જ રીતે જો કોઈએ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 86 હજાર રૂપિયા હોય. જો કોઈએ આ મલ્ટીબેગર શેરમાં છ મહિના પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.70 લાખ રૂપિયા હોય. આવી જ રીતે જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 4.45 લાખ રૂપિયા હોય.

આ પણ વાંચો: રુચિ સોયાના શેરમાં અચાનક કેમ આવી તેજી? જાણો કારણ

જો કોઈએ પાંચ વર્ષ પહેલા છ રૂપિયા પ્રતિ શેર લેખે આ મલ્ટીબેગર શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 94 લાખ રૂપિયા હોય. જોકે, આ માટે રોકાણકારે પાંચ વર્ષ સુધી રોકાણ જાળવી રાખ્યું હોય તે જરૂરી છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી રોકાણ અંગે ક્યારેય સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:

Tags: Multibagger stocks, Penny stocks, Share market, Stock market