લીલું સોનું તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઇ રીતે કરવી વાંસની ખેતી

વાંસની ખેતી

વાંસનો વપરાશ ઉદ્યોગ-ધંધાથી લઇને ફર્નિચર અને અન્ય ઘણી વસ્તુઓ બનાવવામાં કરવામાં આવે છે. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે, ઇન્ડિયામાં દર વર્ષે લગભગ 60 કરોડ મિલિયન રૂપિયાનું વાંસ ઇમ્પોર્ટ કરવામાં આવે છે

  • Share this:
વાંસની ખેતીને લીલું સોનું પણ કહેવામાં આવે છે. ઘણા લોકોનું તો તેમ પણ માનવું છે કે, જે ખેડૂતો લાખોપતિ બનવા માંગે છે. તેમણે વાંસની ખેતી કરવી જોઇએ. કારણ કે વાંસનો વપરાશ ઉદ્યોગ-ધંધાથી લઇને ફર્નિચર અને અન્ય ઘણી વસ્તુઓ બનાવવામાં કરવામાં આવે છે. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે, ઇન્ડિયામાં દર વર્ષે લગભગ 60 કરોડ મિલિયન રૂપિયાનું વાંસ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એવામાં જો તમે પણ લીલા સોનાની ખેતી કરો છો તો તમે પણ લાખોપતિ બની શકો છો. આવો જાણીએ વાંસની ખેતી કઇ રીતે કરી શકાય.

વાંસના છોડ પર મળશે 120 રૂપિયાની સબસિડી

કેન્દ્ર સરકારે દેશમાં વાંસની ખેતીને પ્રોત્સાહન આપવા માટે બાંબૂ મિશનની શરૂઆત કરી છે. જે અંતર્ગત ખેડૂતોને વાંસની ખેતી કરવા માટે દરેક છોડ દીઠ રૂ. 120ની સરકારી સહાય આપવામાં આવે છે. તો સાથે જ દેશમાં સતત વાંસની માંગ પણ વધી રહી છે. જેના કારણે તમે વાંસની ખેતી કરો છો તો તમને ઘણો ફાયદો થશે.

આ પણ વાંચોકમાણી માટે થઈ જાવ તૈયાર, નવી સ્કીમ આવી ગઈ : રૂ. 5000નું રોકાણ કરી મેળવો ઊંચું વળતર

કઇ રીતે કરવી ખેતી?

વાંસની ખેતી સિઝન અનુસાર નથી થતી અને ન તો તે માટે તમારે અન્ય વાવેતરની જેમ સમય આપવાની જરૂરિયાત છે. એક વખત વાંસ લગાવ્યા બાદ તમે 4 વર્ષ બાદ તેની કાપણી શરૂ કરી શકો છો. તો વાંસના છોડ દર 5 ફૂડના અંતરે લગાવવામાં આવે છે. જેમાં ત્રણ વર્ષમાં લગભગ 240 રૂપિયા પ્રતિ પ્લાન્ટ ખર્ચ થાય છે, જેમાં સરકાર તમને પ્રતિપ્લાન્ટ 120 રૂપિયાના હિસાબે સહાય આપે છે.

ખેતી શરૂ કરતા પહેલા આ વાતાનું રાખો ધ્યાન

ખેતી શરૂ કરતા પહેલા તમારે વાંસના પ્રકારોની જાણકારી મેળવી લેવી જોઇએ. ત્યારબાદ તે નક્કી કરવું પડશે કે ક્યા પ્રકારની વાંસ તમે લગાવવા માંગો છો અને તમે કઇ રીતે તેને બજારમાં વહેંચવાના છો. હકીકતમાં વાંસની 136 પ્રજાતિઓ હોય છે. આ કારણે તમને ઘણી મુશ્કેલી પણ પડી શકે છે.

આ પણ વાંચોReal ટાર્ઝન! ખબર જ નથી કે મહિલાઓ શું હોય છે? 41 વર્ષ વિતાવ્યા જંગલમાં, ઉંદરનું માથુ તેમનું ફેવરેટ ફૂડ!

શું છે આવકનું ગણિત?

એવું માનવામાં આવે છે કે, જો તમે 3 ગુણ્યા 2.5 મીટર પર છોડ લગાવો છો તો એક હેક્ટરમાં લગભગ 1500 પ્લાન્ટ લાગશે. સાથે જ તમે બે છોડની વચ્ચે વધેલી જગ્યામાં અન્ય વાવેતર કરી શકો છો. 4 વર્ષ બાદ દર વર્ષે લગભગ 3 થી 3.5 લાખ રૂપિયા કમાણી થવા લાગશે. દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂરિયાત નથી. કારણ કે વાંસના છોડ 40 વર્ષો સુધી ચાલે છે.
First published: