દેશની જાણીતી સાઇકલ કંપની એટલસે આર્થિક તંગીના કારણે બંધ કર્યા કારખાના

News18 Gujarati
Updated: June 3, 2020, 6:22 PM IST
દેશની જાણીતી સાઇકલ કંપની એટલસે આર્થિક તંગીના કારણે બંધ કર્યા કારખાના
કારખાનું બંધ કરવાની તસવીર

ગાજિયાબાદ સમેત કંપનીએ અત્યાર સુધીમાં કુલ 3 જગ્યાએ કારખાના બંધ કર્યા છે.

  • Share this:
કોરોના વાયરસ (Covid 19)ના કારણે દેશમાં લોકડાઉન (Lockdown)ની અસરો હવે ધીરે ધીરે સામે આવી રહી છે. સરકાર અનલૉક 1ની જાહેરાત કરી ચૂકી છે. અને તમામ ક્ષેત્રોમાં છૂટ આપવામાં આવી રહી છે. આ વચ્ચે ગાજિયાબાદથી ખબર આવી છે કે દેશની જાણીતી કંપની એટલસ (Atlas) આર્થિક તંગીના કારણે કારખાના બંધ કર્યા છે. કંપનીનું કહેવું છે કે તેની પાસે હવે કોઇ પૈસા નથી બચ્યા.

કંપનીના કારખાના પ્રબંધકના માધ્યમથી પોતાના કર્મટારીઓ માટે લે ઓફની સૂચના આપી દીધી છે. અને ફેક્ટરની ઓફિસ અને કારખાના પર પર નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કંપની ગત લાંબા સમયથી આર્થિક સંકટથી પસાર થઇ રહી હતી. કંપનીએ હાલ તમામ ફંડ પણ ખર્ચ કરી દીધા છે. તેવી સ્થિતિમાં તેની પાસે આવકનો અન્ય કોઇ સ્ત્રોત બચ્યો નથી. દૈનિક ખર્ચા ઉપાડવા માટે પણ હવે તે સક્ષમ નથી.

નાણાંકીય અગવડતાના કારણે કાચો માલ પણ નહીં ખરીદી શકાય જે હેઠળ આ કારખાના ચાલુ થવાની સ્થિતિમાં નથી. આ સ્થિતિ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી કોઇ રીતે નાણાંકીય રકમ નથી આવી જતી. તમામ કર્મચારીઓને 3 જૂનથી લે ઓફ જાહેર કરવામાં આવ્યા છે. વળી આ સમય દરમિયાન કર્મચારીઓને સાપ્તાહિક રજા છોડીને દરરોજ ફેક્ટરીના ગેટ પર પોતાની હાજરી કરાવવી પડશે નહીં તો વળતર નહીં મળે.

કારખાના બહાર લગાવાઇ આ નોટિસ


કર્મચારીઓએ કહ્યું કે 1 અને 2 જૂને તેમણે કારખાનામાં સફાઇ વ્યવસ્થાનું કામ કર્યું હતું. અને ત્રીજી જૂને અચાનક જ ગેટ પર નોટિસ લાગી ગઇ. અમને કહ્યું કે હાજરી લગાવો અને ઘરે જાવ. સેલરી મામલે પણ કહ્યું કે અડધી સેલરી મળશે કે કેમ તે પછી ખબર પડશે. ઉલ્લેખનીય છે કે આ કારખાનામાં 1000 લોકો કામ કરે છે. અને આ કારખાનું બંધ થતા તમામ લોકો બેરોજગાર થઇ ગયા છે.

ત્યાં જ કારખાનાના પ્રોડક્શન કર્મચારીએ જણાવ્યું કે લોકડાઉનના પહેલા જ અમે દોઢ લાખથી 2 લાખ સુધી સાઇકલ વેચી હતી. લોકડાઉનના કારણે અસર જરૂર પડી છે. પ્રોડક્શનમાં ઓછું થયું નથી માટે આર્થિક તંગી કેવી રીતે થઇ તે સમજાતું નથી. વધુમાં કર્મચારીએ જણાવ્યું કે એક વર્ષ પહેલા માલમપુરમાં તેમનું એક યુનિટ હતું તે પણ એક વર્ષ પહેલા આ રીતે જ બંધ કરવામાં આવ્યો અને તે પછી સોનીપતમાં પણ સૌથી મોટા પ્લાન્ટને બંધ કરાયો અને હવે આને પણ બંધ કરવામાં આવ્યો છે.
First published: June 3, 2020, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading